Home Blog Page 1502

મોરબી: “La Pino’z Pizza” પીઝા સેન્ટરનો શુભારંભ

મોરબીના પિઝા લવર્સ માટે ખુશ ખબર

(પ્રમોશનલ) તા. 28-3, મોરબીની સ્વાદ પ્રિય જનતા માટે મોરબી શહેરમાં શનાળા રોડ પર સ્કાય મોલ સામે આવેલ સન પ્લાઝા કોમ્પ્લેક્ષમાં આજે પ્રખ્યાત પીઝા બ્રાન્ડ “લા પિનોઝ પીઝા” ની ફ્રેન્ચાઇઝી આઉટલેટનો શુભારંભ થયો હતો.

મોરબી ફ્રેન્ચાઇઝીના ઓનર કેયુરભાઈના જણાવ્યા મુજબ મોરબીની સ્વાદપ્રિય જનતા માટે પ્રખ્યાત બ્રાન્ડ “લા પિનોઝ પીઝા” ના અનેક પ્રકારની ફલેવરમાં પીઝાનો સ્વાદ માણી શકાશે અને હોમ ડીલીવરીની સુવિધા પણ ઉપલબ્ધ છે.

આ શુભારંભમાં “લા પિનોઝ પિઝા” કંપનીના સીઈઓ સ્ટાફ સાથે મોરબી પધાર્યા હતા.

પીઝાની હોમમાં ડિલિવરી માટે 84606 84404, 84606 84808 પર ઓર્ડર કરી શકાશે

વધુ સમાચાર માટે નીચે આપેલ લિંક પરથી ફેસબુક પેજ લાઈક કરો

https://www.facebook.com/divyakrantinews

રાજકોટ : જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણી સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા

(વિપુલ પ્રજાપતિ દ્વારા) તા. 27-3, લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝાટકો લાગ્યો છે.

રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણી તેમના સમર્થક કાર્યકરો સાથે ભાજપમાં વિધિવત રીતે જોડાય ગયા છે.

ઉલ્લેખનીય છે કે દેશભરમાંથી અનેક કોંગ્રેસી કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે.

મોરબી: દિવ્ય ક્રાંતિનો હોળી સ્પેશ્યલ અંક પ્રસિદ્ધ થઇ ગયો છે

ઇ – પેપર ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો

ગોવાના મુખ્યમંત્રી \ પૂર્વ રક્ષામંત્રી મનોહર પર્રિકરનું અવસાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) હમણાં જ મળતા સમાચાર મુજબ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું અવસાન થયેલ છે. પૂર્વ રક્ષા મંત્રી મનોહર પરિકર ઘણા લાંબા સમયથી બીમાર હતા. આજે તેમનું દુઃખદ અવસાન થતા ગોવા સહીત દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોડાવો “દિવ્યક્રાંતિ” સાથે

ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/divyakranti_news/

ફેસબુક : https://www.facebook.com/divyakrantinews

યુ-ટ્યુબ : https://www.youtube.com/channel/UCt4VfH6tTUKJTiPizHISZrw



Paytm દ્વારા નવી એપ લોન્ચ કરાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોબાઇલ વોલેટ સર્વિસ પ્રોવાઇડર Paytmએ પોતાના પેમેન્ટ બેન્કના વપરાશકર્તાઓ માટે અલગથી એપ Paytm Payments Bank લોન્ચ કરી છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને આઇઓએસ વપરાશકર્તાઓ માટે લોન્ચ કરવામાં આવી છે. Paytm Payments Bank સેવા 2017 માં લોન્ચ કરવામાં આવી હતી, જોકે, તે સમયે તે માત્ર Paytm મોબાઇલ વોલેટ એપ્લિકેશન દ્વારા એગ્રીગેટ કરવામાં આવી હતી. કંપનીના દાવા મુજબ, હાલમાં, Paytm Payments Bankના 43 મિલિયન એટલે કે 4.3 કરોડ ગ્રાહકો છે. આ એપ લોન્ચ થયા પછી ગ્રાહક તેની Paytm Payments Bank સેવાઓ જેવી કે પાસબુક, ડેબિટ કાર્ડ વ્યૂ, મોબાઇલ બેન્કિંગ વગેરે જેવી સુવિધા આ નવી ડેડિકેટેડ એપ્લિકેશન મારફતે મેળવી શકે છે.

Paytm Payments Bankની ડેડિકેટેડ એપ્લિકેશન લોન્ચ થવાથી યૂઝર્સને હવે મોબાઇલ બેન્કિંગથી જોડાયેલ સહાય માટે અલગથી સમર્થન આપવામાં આવશે. અગાઉ યુઝર્સને Paytm Payments Bank અને Paytm મોબાઇલ વોલેટ માટે સમાન એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડતો હતો.

વપરાશકર્તાઓ આ એપ્લિકેશનને તેમના એન્ડ્રોઇડના ગૂગલ પ્લે સ્ટોર અને આઇઓએસ એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકે છે. Paytm Payments Bankની એપ્લિકેશનના ફીચર્સની વાત કરીએ તો વપરાશકર્તા એપ દ્વારા પોતાના એકાઉન્ટનું બેલેન્સ જોઇ શકે છે. આ ઉપરાંત તેઓ તેમના ડિજિટલ ડેબિટ કાર્ડને પણ એક્સેસ કરી શકશે. Paytm Payments Bank દ્વારા યૂઝર્સને 24×7 કસ્ટમર સપોર્ટ પણ આપવામાં આવશે. Paytmએ એ પણ સ્પષ્ટતા કરી છે કે ગ્રાહક જૂની એપ્લિકેશનનો ઉપયોગ કરવા માંગે છે તો તેના જૂની એપ્લિકેશન પર પણPaytm Payments Bankની સેવાઓ મળતી રહેશે.

Paytm Payments Bankની સેવા મે 2017થી શરૂ થઈ, અને નવેમ્બર 2017થી, કંપનીએ વપરાશકર્તાઓ માટે ઓફલાઇન કેવાયસી શરૂ કરી દીધી છે. આ સેવામાં, ગ્રાહકોને વર્ચુઅલ અથવા ડિજિટલ ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. જેનો ઉપયોગ ઓનલાઇન વ્યવહારો માટે થાય છે. ગયા વર્ષે, પેટીએમ IndusInd Bank સાથે ભાગીદારીમાં ફિક્સ્ડ ડિપોઝિટ જેવી સેવા પણ શરૂ કરી હતી, જેમાં વપરાશકર્તાઓને 8 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. ખાસ કરીને, જ્યારે Paytm Payments Bankમાં પૈસા રાખવા પર ગ્રાહકોને 4 ટકાના વાર્ષિક વ્યાજ મળે છે.

નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોડાવો “દિવ્યક્રાંતિ” સાથે

ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/divyakranti_news/

ફેસબુક : https://www.facebook.com/divyakrantinews

યુ-ટ્યુબ : https://www.youtube.com/channel/UCt4VfH6tTUKJTiPizHISZrw



LATEST NEWS

error: Content is protected !!