Home Blog Page 1512

મોરબી: આગામી 26 મીએ પૂ. લાલાબાપાની પુણ્યતિથિ ઉજવાશે

જાગા સ્વામિ મિત્ર મંડળ તથા સમસ્ત મોચી જ્ઞાતિ સમાજ દ્વારા ઉજવાશે લાલાબાપાની 78 મી પુણ્યતિથિ

મહા આરતી સાથે મહા પ્રસાદનું ભવ્ય આયોજન

દિવ્યક્રાંતિ ન્યુઝ, મોરબી શહેરમાં આગામી 26-4-19 ના રોજ શુક્રવારે મોચી જ્ઞાતિ રત્ન અને સંત શિરોમણી શ્રી લાલા બાપાની 78 મી પુણ્યતિથિની ઉજવણીનું આયોજન જાગા સ્વામી મિત્રમંડળ અને સમસ્ત મોચી સમાજ-મોરબી દ્વારા કરાયું છે. દર વર્ષે લાલા બાપાની પુણ્યતિથિની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ઉજવણી અંતર્ગત ” મોઢ બ્રાહ્મણની વાડી, સાવસર પ્લોટ, શેરી નં 8, વ્રજ હોસ્પિટલ સામે, મોરબી ખાતે મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરમાવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ધર્મેન્દ્રભાઈ નાગર, ઈશ્વરભાઈ રાઠોડ, નાથાભાઈ ઝાલા, કાંતિભાઈ રાઠોડ, દિનેશભાઇ પરમાર તથા દિલીપભાઈ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે.



…………………………………………………… Advertisements ……………………………………………



આવતી કાલે મત”મિસાઈલ” નો ઉપયોગ સક્ષમ સરકાર બનાવી આતંકીઓ પર સર્જીકલ સ્ટ્રાઇક કરવાનો ગોલ્ડન ચાન્સ ચૂકશો નહિ

એ મેરે વતન કે લોગો જરા યાદ કરો કુરબાની, જો શાહિદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા ), દેશ પર જયારે પુલવામાં આતંકી હુમલામાં આપણા 40 થી વધુ જવાનો શાહિદ થઇ ગયા ત્યારે દેશપ્રેમી નાગરિકોનો આક્રોશ અભૂતપૂર્વ હતો. જયારે આપણી સરકાર તેમનો જડબાતોડ જવાબ ત્યારે આપી શકી જયારે આપણે દેશને 2014 માં એક મજબૂત નેતૃત્વ ક્ષમતા ધરાવતી સરકારને આપનો બહુમૂલ્ય વોટ આપ્યો હતો. આવતી કાલે 23-4 ના તમારી પાસે એક દિવસ જ એવી તાકાત હશે જેનાથી તમે દેશનું ભવિષ્ય નક્કી કરી શકશો માટે મતનું “દાન ” કરવાને બદલે બુદ્ધિપૂર્વક મતનો યોગ્ય પાર્ટીને આપી મતનો “ઉપયોગ” કરશો

આપનો માટે એવી સરકારને આપવો જોઈએ જે સરકારમાં દેશ હિતની ભાવના હોય, એવી સરકારને આપવો જોઈએ જે દેશના વિકાસ માટે ઇચ્છાશક્તિ ધરાવતી હોય. એવી સરકારને આપવો જોઈએ જે રાષ્ટ્રની સુરક્ષા માટે સક્ષમ હોય. આપ જો એક દિવસ માટે પણ આળસ કરી જશો તો દેશના દુશ્મનોને પરોક્ષ રીતે ફાયદો થઇ શકે છે. માટે મારી આપ સૌ વાંચક મિત્રોને, યંગસ્ટર્સને અને ખાસ કરીને મહિલાઓને મારી અપીલ છે. આવતી કાલે બધા કામ પેન્ડિંગ રાખી આપનું સૌથી અગત્યનું જો કોઈ કામ હોય તો તે મત”ઉપયોગ” કરવાનું છે. જો તમે “મારા એક મતથી શું ફર્ક પડવાનો છે ” એવી વિચારધારા ધરાવતા હશો તો એ ક્યારેય દેશ હિત માટે નથી.



…………………………………………………… Advertisements ……………………………………………



દિવ્યક્રાંતિના પ્રેસ પ્રતિનિધિ વિનોદભાઈ ત્રિવેદીના ભાભી કોકિલાબેન રમેશભાઈ ત્રિવેદીનું દુઃખદ અવસાન

મોરબી, ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ મૂળ બાંગાવડી નિવાસી સ્વ. કાંતિલાલ નારણજીભાઈ ત્રિવેદીના જ્યેષ્ઠ પુત્ર રમેશભાઈ કાંતિલાલ ત્રિવેદી (કુવાડવા) ના ધર્મ પત્ની, તે દિવ્યેશભાઈ, વિનુભાઈ, ઇલાબેન, ઉર્મિલાબેન (જૂનાગઢ) ના ભાભી તથા નૈમિષભાઈ તથા વૈશાલીબેનના માતુશ્રી, હીનેશ કુમાર પંચોલીના સાસુ તથા સુરેશભાઈ ભૂપતરાય જાનીના બહેન કોકિલાબેન રમેશભાઈ ત્રિવેદીનું તા. 16-4-19 ના રોજ અવસાન થયેલ છે. પરમ કૃપાળુ પરમતના તેઓના દિવ્ય આત્માને ચીર શાંતિ આપે તેવી પ્રાર્થના (શ્રી દેવાણી પરિવાર, ) -વિનોદભાઈ ત્રિવેદી : 9714400669

મોરબી: પંચમુખી હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

હનુમાન જયંતિ નિમિતે હનુમાનજી મંદિરે ભાવિકોની ભીડ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી, તા. 19, આજે હનુમાન જયંતિ નિમિતે મોરબી શહેરમાં વિવિધ હનુમાનજી મંદિરે ભાવિકોની ભીડ જોવા મળી હતી.

જયારે હાઉસિંગ બોર્ડ સોસાયટી , સનાળા રોડ પર આવેલ પંચમુખી હનુમાનજી મંદિરનો આજે હનુમાન જયંતીના પાવન દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ પંચમુખી હનુમાનજીના દર્શન કરી મહા પ્રસાદનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી.




…………………………………………………… Advertisements ……………………………………………

ચાલુ વર્ષ ચોમાસુ સારું રહેવાના સંકેત

હવામાન ખાતાએ કરી આગાહી સામાન્યતઃ 96 % વરસાદ પાડવાની શક્યતા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) ભારતના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ચોમાસાના ચાર મહિના દરમિયાન આ વર્ષે સામાન્યતઃ વરસાદ વરસશે. હવામાન વિભાગે આ વર્ષના નૈઋત્યના વરસાદના અંદાજો જાહેર કરતાં સરેરાશ ૯૬ ટકા વરસાદ પડશે તેવા સંકેત આપ્યા છે. પૃથ્વી વિજ્ઞા।ન મંત્રાલયના સચિવ જો. એમ. રાજીવન અને ભારતીય હવામાન વિભાગના મહાનિદેશક ડો. કે. જે. રમેશના જણાવ્યા મુજબ જૂનથી સપ્ટેમ્બર એમ ચાર મહિના દરમિયાન ચોમાસુ સામાન્યતઃ રહેશે.

લાંબા ગાળાના અંદાજો જાહેર કરતાં ૯૬ ટકા સરેરાશ વરસાદ પડવાના સંકેત છે. આ વર્ષે દુકાળ પડવાની સંભાવના ૧૭ ટકા તો સામાન્યતઃ વરસાદ રહેવાની સંભાવના ૩૯ ટકા છે.  ૧૯૫૧થી ૨૦૦૦ના વર્ષો દરમિયાન દેશમાં સરેરાશ ૮૯૦ કુલ મિલીમીટર વરસાદ પડતો રહ્યો હતો.  ગયા વર્ષે સામાન્ય કરતાં ઓછો એવો ૯૧ ટકા વરસાદ થયો હતો.

ગયા વર્ષે સ્કાયમેટે ૧૦૦ અને હવામાન વિભાગે ૯૭ ટકા વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગ દ્વારા પ્રદેશવાર અને મહિના વાર વરસાદની આગાહી હવે પછી જૂનના પ્રથમ સપ્તાહમાં થશે. મે મહિનામાં હવામાન વિભાગ કઈ તારીખે ચોમાસુ બેસશે તેની આગાહી કરશે.

…………………………………………………… Advertisements ……………………………………………



LATEST NEWS

error: Content is protected !!