Home Blog Page 1501

મોરબી : સામાકાંઠે શક્તિ ચેમ્બરમાં આવેલ ફ્લિપ કાર્ટની ઓફિસે લૂંટારૂ ગેંગ ત્રાટકી : બંદૂક બતાવી 3 લાખની મતા લૂંટી ફરાર

ઘટના સ્થળે પોલીસે કાફલો દોડી આવ્યો : લૂંટારુઓ અંદાજે 3 લાખની મતા લૂંટી ગયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ )તા. 5-3, સમય : 11:05 સામાકાંઠા વિસ્તારમાં આવેલ શક્તિ ચેમ્બર્સ પાસે આવેલ ફ્લિપકાર્ટની ઓફિસમાં લૂંટારુ ગેંગ ત્રાટકી બંદૂકની નોક પર 3 લાખ ની માતા લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટના સ્થળે પોલીસે કાફલો પહોંચી ગયો છે.

આ સમગ્ર ઘટના cctv કેમેરામાં કેદ થઈ ગયી હતી. આ ઘટનાએ મોરબી શહેરમાં ભારે ચકચાર જગાવી છે. લૂંટારૃઓએ પોલીસેને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ સુરક્ષા વ્યવસ્થા ના લિરા લિરા ઉડાવી ફ્લિપકાર્ટ જેવી આધુનિક ઓફિસમાં ખુલે આમ લૂંટ ચલાવી હોય ત્યારે મોરબીની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલ ઉભો થયો છે.





ભારત બાદ હવે ઈરાન પણ કરી શકે છે પાકિસ્તાન પાર સર્જીકલ સ્ટ્રાઇક

ભારત બાદ હવે ઇરાન દ્વારા પણ પાકિસ્તાનને આંતકવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ચેતાવણી આપી દીધી છે, કારણ કે પાકિસ્તાન આતંકવાદને ડામવામાં નિષ્ફળ સાબિત થયું છે. 14 ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારત દ્વારા પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. એક રિપોર્ટ મુજબ આ એર સ્ટ્રાઇકમાં જૈશ-એ-મહોમ્મદના કેમ્પમાં ભારે નુકસાન થયું હતું.

ભારત દ્વારા કરવામાં આવેલી આ એર સ્ટ્રાઇક બાદ ઇરાન દ્વારા પણ પાકિસ્તાન પર દબાવ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અગાઉ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અલગ-અલગ ભાષણમાં કહીં ચૂક્યા છે કે પાકિસ્તાન તેમની ધરતી પર આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ આઇઆરજીસી કુર્દ સેનાના પ્રમુખ જનરલ કાસિમ સોલેમાનીએ પાકિસ્તાની સરકાર અને ત્યાંની સરકારને ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી દેવામાં આવી છે. આ મામલે પાકિસ્તાનને સવાલ કરતા સોલેમાની જણાવે છે કે હું પાકિસ્તાનની સરકારને સવાલ પૂછી રહ્યો છું કે તેઓ કઇ તરફ જઇ રહ્યા છે. બધા જ પાડેશી દેશની સરહદ પર તમે અશાંતિ ફેલાવી રાખી છે. હવે કોઇ એવો પાડોશી દેશ બાકી રહ્યો છે કે જ્યાં તમે અશાંતિ ફેલાવવાનું બાકી રહી ગયું હોય?

જણાવી દઇએ કે 13 ફેબ્રુઆરીના રોજ બલૂચિસ્તાન સરહદ પર થયેલા આત્મઘાતી હુમલામાં ઇરાની રિવોલ્યૂશનરી ગાર્ડના 27 જવાન શહીદ થયા હતા. આ બનાવને લઇને ઇરાનનું કહેવું છે કે ઇરાન વિરુદ્ધ લડાઇ લડવા માટે પાકિસ્તાન દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ સીવાય પાકિસ્તાનને ખુલ્લી ધમકી આપતા સોલેમાની જણાવે છે કે જો પાકિસ્તાન તેમની ધરતી પરથી આતંકવાદને ખતમ નહીં કરે તો ગંભીર પરિણામ ભોગવવું પડશે.

દિવ્યક્રાંતિનો મહા શિવરાત્રી વિશેષાંક પ્રસિદ્ધ થઇ ગયો છે

ઇ – પેપર ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર અથવા પેપર પર ક્લિક કરો

પેપર ડાઉન્લોડ કરવા પેપર પર ક્લિક કરો
પેપર ડાઉન્લોડ કરવા પેપર પર ક્લિક કરો

મોરબી: નિમિત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલનો આવતી કાલે વાર્ષિકોત્સવ ઉજવાશે

આવતી કાલે રવિવારે ભવ્ય વાર્ષિકોત્સવ ઉજવાશે

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી શહેરની એકમાત્ર ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા પ્રી – સ્કૂલ નિમિત્ત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલનો પ્રથમ વાર્ષિકોત્સવ આવતી કાલે સાંજે 5:30 કલાકે યોજાશે શનાળા રોડ પાર ઉમિયા સર્કલ પાસે ગેલેક્સી પ્લાઝમા આવેલ નિમિત પ્રી-સ્કૂલના આ વાર્ષિકોત્સવમાં ઉપસ્થિત રહેવા સૌને જાહેર આમંત્રણ અપાયું છે.

જામનગર : ભાજપ દ્વારા વિજય સંકલ્પ બાઈક રેલી નીકળી

બાઈક રેલીમાં ભાજપના હોદ્દેદારો સહીત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

(મલકેશ બુધ્ધભટ્ટી દ્વારા) જામનગરમાં આજે ભાજપ દ્વારા વિજય સંકલ્પ બાઈક રેલી યોજવામાં આવી હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગોમાંથી પ્રસાર થઈ હતી.

આ રેલીમાં જામનગર શહેરના ભાજપના હોદ્દેદારો સહીત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. લોકસભાની ચૂંટણીની તૈયારી શરુ થઇ ગઈ છે. જેના ભાગ રૂપે આ રેલી યોજાઈ હતી.

LATEST NEWS

error: Content is protected !!