રાજકોટ : જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણી સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા

(વિપુલ પ્રજાપતિ દ્વારા) તા. 27-3, લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝાટકો લાગ્યો છે.

રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણી તેમના સમર્થક કાર્યકરો સાથે ભાજપમાં વિધિવત રીતે જોડાય ગયા છે.

ઉલ્લેખનીય છે કે દેશભરમાંથી અનેક કોંગ્રેસી કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે.