Home Blog Page 1497

વર્લ્ડમાં ટૉપ ટ્રેન્ડ કરી રહ્યું છે મોદીનું ટ્વિટ,’મેં ભી ચોકીદાર’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું, ‘તમારો ચોકીદાર દૃઢપણે ઉભો છે અને દેશની સેવા કરી રહ્યો છે, પરંતુ હું એકલો નથી. જે કોઈ પણ ભ્રષ્ટાચાર અને ગંદકી વિરૂદ્ધ લડી રહ્યા છે, તે એક ચોકીદાર છે.

(દિવ્યક્રાંતિ ન્યુઝ,) લોકસભા ચૂંટણી પ્રચારની સાથે સાથે રાજકીય પક્ષોમાં આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર પણ શરૂ થઈ ગયો છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીના ચોકીદાર અંગેના વલણને નિશાન બનાવીને પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધી લાંબા સમયથી રાફેલ ડીલમાં વડાપ્રધાન મોદી પણ દોષી હોવાનું કહી ‘ચોકીદાર ચોર હૈ’નો નારો આપી રહ્યા છે.

જો કે વડાપ્રધાન મોદીએ હવે આ જ વાતને લઈ કોંગ્રેસને બેકફૂટ પર ધકેલી દીધી છે. વડાપ્રધાન મોદીએ આજે સવારે ટ્વિટ કરીને રાહુલ ગાંધીના આ આક્ષેપને દેશના નાગરિકોનું અપમાન ગણાવ્યું છે. વડાપ્રધાન મોદીએ એક વીડિયો ટ્વિટ કરીને કહ્યું છે કે હું એકલો જ ચોકીદાર નથી દેશમાં લાખો લોકો ચોકીદાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું, ‘તમારો ચોકીદાર દૃઢપણે ઉભો છે અને દેશની સેવા કરી રહ્યો છે, પરંતુ હું એકલો નથી. જે કોઈ પણ ભ્રષ્ટાચાર અને ગંદકી વિરૂદ્ધ લડી રહ્યા છે, તે એક ચોકીદાર છે. દરેક વ્યક્તિ જે ભારતની પ્રગતિ માટે કઠીન પરિશ્રમ કરી રહ્યો છે, તે એક ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યા છે – મેં ભી ચોકીદાર.

નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોડાવો “દિવ્યક્રાંતિ” સાથે

ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/divyakranti_news/

ફેસબુક : https://www.facebook.com/divyakrantinews

યુ-ટ્યુબ : https://www.youtube.com/channel/UCt4VfH6tTUKJTiPizHISZrw



જીઓ ગ્રાહકો ખુશખબર : ગ્રાહકોને મળી રહ્યા છે રોજના 2 જીબી ડેટા ફ્રી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) Reliane Jio પોતાના યૂઝર્સ માટે ફરી એકવાર Jio Celebration Pack લઈને આવ્યુ છે. આ ઓફરમાં ગ્રાહકોને 4 દિવસ સુધી રોજના 2 GB 4G ડેટા ફ્રી આપવામાં આવ્યુ છે. 14 માર્ચે શરૂ થયેલ આ ઓફરનો લાભ યૂઝર્સે 17 માર્ચ સુધી ઉઠાવી શકશે. 4 દિવસની આ ઓફરમાં યૂઝર્સને કુલ 8 GB 4G ઇંટરનેટ ડેટા ફ્રી મળી રહ્યો છે.

આ ઓફર જિયો પ્રાઈમ મેમ્બર્સ માટે ઉપલબ્ધ છે. આ ઓફરમાં જિયો પ્રાઈમ મેમ્બર્સના એકાઉન્ટમાં 2 GB ડેટા ઓટોમેટિકલી ક્રેડિટ થઈ જશે. યૂઝર્સ પોતાના ફોનમાં જિયો એપ પર જઈને ચેક કરી શકે છે તેને આ ઓફરનો લાભ મળ્યો છે કે કેમ. આ માટે યૂઝર્સે પોતાના ફોનમાં જઈને જિયો એપ ખોલવાનું રહેશે.

એપ ઓપન થાય પછી હેમબર્ગર મેનુ પર ટેપ કરવાનું રહેશે. આવુ કરવાથી માય પ્લાન્સનો સેક્શન ખુલી જશે. જો તમારા એકાઉન્ટ પર કોમ્પ્લિમેંટ્રી ડેટા પ્લાન એક્ટિવેટ થયો છે કે કેમ. તમને ત્યાં જિયો સેલિબ્રેશન પેક જોવા મળશે જેમાં પ્લાનની એક્સપાયરી ડેટ સાથે 2 GB ડેટા મળશે.

જિયો સેલિબ્રેશન ઓફર અલગ અલગ યૂઝર્સને અલગ અલગ ટાઈમ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. જિયો સેલિબ્રેશન પેકમાં યૂઝર્સને ફક્ત ફ્રી ડેટા આપવામાં આવશે આ પેકમાં કોઈ ફ્રી કોલિંગ કે એસએમએસ સુવિધા આપવામાં નહી આવે.

રિલાયન્સ જિયો પોતાની એટ્રી સાથે જ યૂઝર્સને સસ્તા ડેટા અને અનલિમિટેડ કોલિંગ જેવો બેનિફિટ આપી રહી છે. આવામાં જિયોની આ કોશિશ છે કે સમય સમય પર તે પોતાના ગ્રાહકોને ઓફર અને તેનો લાભ આપતો રહે. બીજી બાજુ કંપની પોતાના Jio GigaFiber પ્રોજેક્ટ પર પણ ખુબજ ઝડપથી કામ કરી રહી છે.

જિયો ગીગાફાઈબરની મદદથી યૂઝર્સને 1Gbpsની ઇંટરનેટ સ્પીડ આપવાનું છે. જિયોની આ સેવા શરૂઆતમાં ભારતના 1100 શહેરોમાં શરૂ થઈ જશે.

નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોડાવો “દિવ્યક્રાંતિ” સાથે

ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/divyakranti_news/

ફેસબુક : https://www.facebook.com/divyakrantinews

યુ-ટ્યુબ : https://www.youtube.com/channel/UCt4VfH6tTUKJTiPizHISZrw



મોરબી: હથિયાર ધરાવતા મોરબી જિલ્લાના પરવાનેદારોને પોતાનું હથિયાર જમા કરાવવા કલેક્ટરનો આદેશ

રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શીયલ બેન્કો, એટીએમ તથા કરન્સી ચેસ્ટ લેવડ – દેવડ કરતા હોય તેવા હથિયારધારી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી, લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સમગ્ર જીલ્લાના તમામ હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ આર. જે. માકડીયાએ એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે જિલ્લા મેજીસ્ટ્રેટ તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તરફથી આપવામાં આવેલ હોય તેવા હથિયાર પરવાનેદારોએ તેમજ દેશના કોઈપણ રાજ્યના કોઈપણ હથિયાર લાયસન્સ આપનાર સત્તાધિકારી પાસેથી હથિયાર લાયસન્સ મેળવેલ હોય તેવા હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા.આ સમયગાળા દરમિયાન હથિયાર ખરીદ વેંચાણ કરતા પરવાનેદારો હથિયાર ખરીદ વેંચાણ કરશે તો પણ આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી પરવાનાધારકને હથિયારની સોંપણી કરી શકશે નહી.

આ આદેશ અન્વયે મોરબી જિલ્લામાં માન્યતા ધરાવતી સીક્યુરીટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શીયલ બેન્કો, એટીએમ તથા કરન્સી ચેસ્ટ લેવડ – દેવડ કરતા હોય તેવા હથિયારધારી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટએ ખાસ પરવાનગી આપી હોય તેમને આ આદેશ લાગુ પડશે નહી.

આ સાથે મેજીસ્ટ્રેટ આર. જે. માકડીયાએ આગામી તા. ૨૭ મી મે –૨૦૧૯ સુધીના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લામાં અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધારે વ્યક્તિઓને એકત્રિત ન થવા તથા કોઈ સભા ન ભરવા કે સરઘસ ન કાઢવા હુકમ કર્યો છે. આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે સભા સરઘસની મંજુરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સબંધિત લોકસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. તથા સભા સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં ઉમેરવાનો રહેશે.

નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોડાવો “દિવ્યક્રાંતિ” સાથે

ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/divyakranti_news/

ફેસબુક : https://www.facebook.com/divyakrantinews

યુ-ટ્યુબ : https://www.youtube.com/channel/UCt4VfH6tTUKJTiPizHISZrw



SBIની ચેતાવણી! આ વોટ્સએપ મેસેજને ભૂલથી પણ ના ખોલતા, લાગી શકે છે લાખોનો ચૂનો

SBI અનુસાર, આ મેસેજ ગ્રાહકોને ફંસાવી તેની બેન્કિંગ ડિટેલ્સ માંગી શકે છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 13 દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIએ પોતાના ગ્રાહકોને ફ્રોડથી બચવા માટે જાગરૂપ રહેવાનું કહ્યું છે. SBIએ ટ્વીટ કરી પોતાના બેન્ક ખાતાગ્રાહકોને  વોટ્સઅપ અને સોશિયલ મીડિયા મેસેજથી બચીને રહેવાની સલાહ આપી છે. SBI અનુસાર, આ મેસેજ ગ્રાહકોને ફંસાવી તેની બેન્કિંગ ડિટેલ્સ માંગી શકે છે. SBIએ પોતાના ગ્રાહકોને કોઈ વોટ્સઅપ મેસેજના બદલે ઓટીપી શેર ન કરવાનું કહ્યું છે.

એપની મદદથી થાય છે ફ્રોડ – આ સ્કેમ પહેલા ગ્રાહકોને ઓટીપી સાથે જોડાયેલી જાણકારી આપે છે, અને તેમનો ભરોસો જીત્યા બાદ અસલી ઓટીપી શેર કરવાનું કહે છે. આવો વોટ્સઅપ મેસેજ હંમેશા કોઈ લિંક સાથે હોય છે, જે ક્લિક કરવા પર બેકગ્રાઉન્ડમાં કોઈ કતરનાક એપ ઈન્સ્ટોલ થઈ જાય છે. આ એપની મદદથી એટેકર ફોનમાંથી ઓટીપી ચોરી શકે છે.

2FA ઓથેંટિકેશન – SBIએ ગ્રાહકોને આશ્વસ્ત કર્યા છે કે બેન્ક તમારા એકાઉન્ટને ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશનના સફળ વેલિડેશન વગર બીજુ કોઈ એક્સેસ નથી કરી શકતું.

શેર ન કરો ડિટેલ્સ – બેન્કે ગ્રાહકોને આગ્રહ કર્યો છે કે, તે પોતાનું કાર્ડ ,એકાઉન્ટ, બેન્ક ક્રેડેન્શિયલ અને ઓટીપી કોઈ પણ કિંમત પર કોઈ વ્યક્તિ સાથે શેર ન કરે.

આ નંબર પર કરો રિપોર્ટ – SBIનું કહેવું છે કે, કોઈ પણ ફ્રોડ થાય અને ટ્રાંજેક્શન થાય તો, તમે તુરંત 1800-11-1109 નંબર પર કોલ કરો.





મોરબી: સાંસદ મોહન કુંડારિયા દ્વારા 3.5 કરોડના યાત્રાધામના કામનું ખાતમુહૂર્ત કરાયુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી જિલ્લાના યાત્રાધામોમાં સગવડતા વધે તે માટે સાંસદ મોહનભાઈ કુંડારીયાના પ્રયત્નોથી ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ તરફથી રૂ.૩.૫૦ કરોડની ફાળવણી થતા તાજેતરમાં સાંસદના હસ્તે વિવિધ વિકાસ કામો જેવા કે જડેશ્વર બે કરોડ, ટંકારામાં ૧ કરોડ અને માટેલમાં ૫૦ લાખના ખર્ચે વિવિધ વિકાસ કામોમાં માટેલ ખાતે ઘાટના રીનોવેશન, જડેશ્વર ખાતે પુરાણી વાવનું નવીનીકરણ તથા પગથીયા રીનોવેશન તેમજ ટોઈલેટ બ્લોક બનાવવા જેવા કામોનું ખાતમુહૂર્ત કરાયું હતુ. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જિલ્લા કલેકટર આર.જે.માકડીયા ઉપસ્થિત રહ્યા હતા.







LATEST NEWS

error: Content is protected !!