SBIની ચેતાવણી! આ વોટ્સએપ મેસેજને ભૂલથી પણ ના ખોલતા, લાગી શકે છે લાખોનો ચૂનો

SBI અનુસાર, આ મેસેજ ગ્રાહકોને ફંસાવી તેની બેન્કિંગ ડિટેલ્સ માંગી શકે છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 13 દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIએ પોતાના ગ્રાહકોને ફ્રોડથી બચવા માટે જાગરૂપ રહેવાનું કહ્યું છે. SBIએ ટ્વીટ કરી પોતાના બેન્ક ખાતાગ્રાહકોને  વોટ્સઅપ અને સોશિયલ મીડિયા મેસેજથી બચીને રહેવાની સલાહ આપી છે. SBI અનુસાર, આ મેસેજ ગ્રાહકોને ફંસાવી તેની બેન્કિંગ ડિટેલ્સ માંગી શકે છે. SBIએ પોતાના ગ્રાહકોને કોઈ વોટ્સઅપ મેસેજના બદલે ઓટીપી શેર ન કરવાનું કહ્યું છે.

એપની મદદથી થાય છે ફ્રોડ – આ સ્કેમ પહેલા ગ્રાહકોને ઓટીપી સાથે જોડાયેલી જાણકારી આપે છે, અને તેમનો ભરોસો જીત્યા બાદ અસલી ઓટીપી શેર કરવાનું કહે છે. આવો વોટ્સઅપ મેસેજ હંમેશા કોઈ લિંક સાથે હોય છે, જે ક્લિક કરવા પર બેકગ્રાઉન્ડમાં કોઈ કતરનાક એપ ઈન્સ્ટોલ થઈ જાય છે. આ એપની મદદથી એટેકર ફોનમાંથી ઓટીપી ચોરી શકે છે.

2FA ઓથેંટિકેશન – SBIએ ગ્રાહકોને આશ્વસ્ત કર્યા છે કે બેન્ક તમારા એકાઉન્ટને ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશનના સફળ વેલિડેશન વગર બીજુ કોઈ એક્સેસ નથી કરી શકતું.

શેર ન કરો ડિટેલ્સ – બેન્કે ગ્રાહકોને આગ્રહ કર્યો છે કે, તે પોતાનું કાર્ડ ,એકાઉન્ટ, બેન્ક ક્રેડેન્શિયલ અને ઓટીપી કોઈ પણ કિંમત પર કોઈ વ્યક્તિ સાથે શેર ન કરે.

આ નંબર પર કરો રિપોર્ટ – SBIનું કહેવું છે કે, કોઈ પણ ફ્રોડ થાય અને ટ્રાંજેક્શન થાય તો, તમે તુરંત 1800-11-1109 નંબર પર કોલ કરો.