વર્લ્ડમાં ટૉપ ટ્રેન્ડ કરી રહ્યું છે મોદીનું ટ્વિટ,’મેં ભી ચોકીદાર’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું, ‘તમારો ચોકીદાર દૃઢપણે ઉભો છે અને દેશની સેવા કરી રહ્યો છે, પરંતુ હું એકલો નથી. જે કોઈ પણ ભ્રષ્ટાચાર અને ગંદકી વિરૂદ્ધ લડી રહ્યા છે, તે એક ચોકીદાર છે.

(દિવ્યક્રાંતિ ન્યુઝ,) લોકસભા ચૂંટણી પ્રચારની સાથે સાથે રાજકીય પક્ષોમાં આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર પણ શરૂ થઈ ગયો છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીના ચોકીદાર અંગેના વલણને નિશાન બનાવીને પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધી લાંબા સમયથી રાફેલ ડીલમાં વડાપ્રધાન મોદી પણ દોષી હોવાનું કહી ‘ચોકીદાર ચોર હૈ’નો નારો આપી રહ્યા છે.

જો કે વડાપ્રધાન મોદીએ હવે આ જ વાતને લઈ કોંગ્રેસને બેકફૂટ પર ધકેલી દીધી છે. વડાપ્રધાન મોદીએ આજે સવારે ટ્વિટ કરીને રાહુલ ગાંધીના આ આક્ષેપને દેશના નાગરિકોનું અપમાન ગણાવ્યું છે. વડાપ્રધાન મોદીએ એક વીડિયો ટ્વિટ કરીને કહ્યું છે કે હું એકલો જ ચોકીદાર નથી દેશમાં લાખો લોકો ચોકીદાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું, ‘તમારો ચોકીદાર દૃઢપણે ઉભો છે અને દેશની સેવા કરી રહ્યો છે, પરંતુ હું એકલો નથી. જે કોઈ પણ ભ્રષ્ટાચાર અને ગંદકી વિરૂદ્ધ લડી રહ્યા છે, તે એક ચોકીદાર છે. દરેક વ્યક્તિ જે ભારતની પ્રગતિ માટે કઠીન પરિશ્રમ કરી રહ્યો છે, તે એક ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યા છે – મેં ભી ચોકીદાર.

નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોડાવો “દિવ્યક્રાંતિ” સાથે

ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/divyakranti_news/

ફેસબુક : https://www.facebook.com/divyakrantinews

યુ-ટ્યુબ : https://www.youtube.com/channel/UCt4VfH6tTUKJTiPizHISZrw