જીઓ ગ્રાહકો ખુશખબર : ગ્રાહકોને મળી રહ્યા છે રોજના 2 જીબી ડેટા ફ્રી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) Reliane Jio પોતાના યૂઝર્સ માટે ફરી એકવાર Jio Celebration Pack લઈને આવ્યુ છે. આ ઓફરમાં ગ્રાહકોને 4 દિવસ સુધી રોજના 2 GB 4G ડેટા ફ્રી આપવામાં આવ્યુ છે. 14 માર્ચે શરૂ થયેલ આ ઓફરનો લાભ યૂઝર્સે 17 માર્ચ સુધી ઉઠાવી શકશે. 4 દિવસની આ ઓફરમાં યૂઝર્સને કુલ 8 GB 4G ઇંટરનેટ ડેટા ફ્રી મળી રહ્યો છે.

આ ઓફર જિયો પ્રાઈમ મેમ્બર્સ માટે ઉપલબ્ધ છે. આ ઓફરમાં જિયો પ્રાઈમ મેમ્બર્સના એકાઉન્ટમાં 2 GB ડેટા ઓટોમેટિકલી ક્રેડિટ થઈ જશે. યૂઝર્સ પોતાના ફોનમાં જિયો એપ પર જઈને ચેક કરી શકે છે તેને આ ઓફરનો લાભ મળ્યો છે કે કેમ. આ માટે યૂઝર્સે પોતાના ફોનમાં જઈને જિયો એપ ખોલવાનું રહેશે.

એપ ઓપન થાય પછી હેમબર્ગર મેનુ પર ટેપ કરવાનું રહેશે. આવુ કરવાથી માય પ્લાન્સનો સેક્શન ખુલી જશે. જો તમારા એકાઉન્ટ પર કોમ્પ્લિમેંટ્રી ડેટા પ્લાન એક્ટિવેટ થયો છે કે કેમ. તમને ત્યાં જિયો સેલિબ્રેશન પેક જોવા મળશે જેમાં પ્લાનની એક્સપાયરી ડેટ સાથે 2 GB ડેટા મળશે.

જિયો સેલિબ્રેશન ઓફર અલગ અલગ યૂઝર્સને અલગ અલગ ટાઈમ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. જિયો સેલિબ્રેશન પેકમાં યૂઝર્સને ફક્ત ફ્રી ડેટા આપવામાં આવશે આ પેકમાં કોઈ ફ્રી કોલિંગ કે એસએમએસ સુવિધા આપવામાં નહી આવે.

રિલાયન્સ જિયો પોતાની એટ્રી સાથે જ યૂઝર્સને સસ્તા ડેટા અને અનલિમિટેડ કોલિંગ જેવો બેનિફિટ આપી રહી છે. આવામાં જિયોની આ કોશિશ છે કે સમય સમય પર તે પોતાના ગ્રાહકોને ઓફર અને તેનો લાભ આપતો રહે. બીજી બાજુ કંપની પોતાના Jio GigaFiber પ્રોજેક્ટ પર પણ ખુબજ ઝડપથી કામ કરી રહી છે.

જિયો ગીગાફાઈબરની મદદથી યૂઝર્સને 1Gbpsની ઇંટરનેટ સ્પીડ આપવાનું છે. જિયોની આ સેવા શરૂઆતમાં ભારતના 1100 શહેરોમાં શરૂ થઈ જશે.

નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોડાવો “દિવ્યક્રાંતિ” સાથે

ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/divyakranti_news/

ફેસબુક : https://www.facebook.com/divyakrantinews

યુ-ટ્યુબ : https://www.youtube.com/channel/UCt4VfH6tTUKJTiPizHISZrw