Home Blog Page 1496

મોરબી સ્થિત હડિયાણા પટેલ પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

દર વર્ષે અષાઢી બીજના રોજ યોજાય છે સ્નેહમિલન 

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા ) તા. 4-7, મોરબી શહેર સ્થિત હડિયાણા પટેલ પરિવારનો આજે અષાઢી બીજના પાવન દિવસે સ્નેહ મિલાન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહમિલનમાં જોડિયા તાલુકાના મૂળ હડિયાણાના વતની અને હાલ મોરબી સ્થિત પટેલ પરિવારોનો દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહમિલન કાર્યક્રમ ત્રિમંદીર ખાતે સત્સંગ હોલમાં યોજાયો હતો. આ સ્નેહમિલન 20 વર્ષથી દર અષાઢી બીજના યોજાય છે. આ કાર્યક્રમમાં અનેક વિધ સાંસ્કુતિક કાર્યક્રમોની કૃતિઓ પણ રજુ કરાયી હતી. આ સ્નેહમિલન કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સન્માનિત વ્યક્તિ વિશેષમાં કાનાણી  રસીલાબેન આર. જેઓ PHD થયેલ છે, કાનાણી રિશ્તા બી. જેઓ MBBS થયેલ છે, કગથરા કૃતિ પી. જેઓ B.tech થયેલ છે તથા તેજસ્વી વિદ્યાર્થીનીઓમાં આરજૂ રાકેશભાઈ કાનાણી જેઓ 12 આર્ટ્સમાં જિલ્લામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે, કાનાણી ઉર્વી કે જેઓ ધોરણ 12માં સ્કૂલમાં દ્વિતીય સ્થાન મેળવેલ છે આ તમામ  તેજસ્વી વિદ્યાર્થિનીઓનું પ્રમુખ હંસરાજભાઇ કે. કાનાણી , તથા મંત્રી ભવાનભાઈ એમ. કગથરાના હસ્તે આ તમામ બહેનોને સન્માનીત કરવામાં આવેલ હતા. 

આ સ્નેહમિલનમાં ટૂંક સમયમાં હડિયાણા ગામે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન તથા વૃક્ષારોપણનું  પણ આયોજન કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

…………………………… Advertisement …………………………..

મોરબી : 7766 નંબરનું સ્પ્લેન્ડર બાઈક ચોરાયેલ છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 4-7, મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી મોડપરના ચંદુલાલ નાનજીભાઈ કગથરાનું બાઈક નંબર જીજે 3 એએસ 7766 ચોરાઈ ગયું છે. કોઈને પણ આ બાઈકની જાણ થાય તો રાજ કગથરા(9558575558) અથવા ચંદુલાલ કગથરા (9879921101)ને જાણ કરવા જણાવાયું છે.

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

…………………………… Advertisement …………………………..

મોરબી: દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા 27 જુલાઈના ઓપન ચેસ ટુર્નામેન્ટ્સનું આયોજન

અંડર-11, અંડર-14, અંડર-17 એજ ગ્રુપના બાળકો ભાગ લઇ શકશે 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા આગામી 27 જુલાઈના રોજ  ઓપન ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.  આ ટુર્નામેન્ટમાં અંડર-11, અંડર-14, અંડર-17 એજ ગ્રુપના કોઈપણ બાળકો ભાગ લઇ શકશે

આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવવા મોં.નં. 8401556312 પર વોટ્સએપ કરવા યાદીમાં જણાવાયું છે. 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

…………………………… Advertisement …………………………..

મોરબી: મહેન્દ્રનગર ગામે પાણીના ટાંકામાં ડૂબી જતા બાળકીનું મોત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 4-7, મોરબીના મહેન્દ્રનગરમાં રહેણાંક મકાનમાં પાણીના ટાંકામાં ડૂબી જતા ૪ વર્ષની માસુમ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા કરણભાઈ અંજનારની ૪ વર્ષની દીકરી અંકિતા પોતાના એપાર્ટમેન્ટમાં રમતી હતી ત્યારે પાણીના ટાંકામાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

…………………………… Advertisement …………………………..

મોરબી: મચ્છુમાંની ભવ્ય શોભાયાત્રા નીકળી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 4-7, મોરબીમાં ભરવાડ અને રબારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે મચ્છુ માતાજી અને પુનિયા મામાના પ્રાગટ્ય દિન નિમિતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રથયાત્રા મચ્છુ માતાજી મંદિર મહેન્દ્રપરા મોરબી ખાતેથી પ્રસ્થાન કરીને શહેરના રાજમાર્ગો પરથી ફરીને નહેરુ ગેઇટ ચોક, ગ્રીન ચોક સહિતના વિસ્તારમાંથી દરબારગઢ ખાતે મચ્છુ માતાજી મંદિરે પહોચી હતી તેમજ સૌરાષ્ટ્રમાં એકમાત્ર મચ્છુ માતાજીની રથયાત્રા યોજાઈ છે જેથી ભારવાર-રબારી સમાજમાં આગવું મહત્વ રહેલું છે.

રથયાત્રામાં મોટી સંખ્યામાં રબારી અને ભરવાડ સમાજના યુવક અને યુવતીઓ જોડાયા હતા અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.  રથયાત્રા દરમિયાન નહેરુ ગેઇટ ચોક સહિતના વિસ્તારમાં પાણી, છાસ અને સરબત સહિતના પ્રસાદ માટે મંડપો સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાખવામાં આવ્યા હતા ઉપરાંત રાત્રીના ૧૦ કલાકે ભવ્ય લોકડાયરોનું યોજાશે જેમાં જાણીતા કલાકારો પધારશે રથયાત્રાનું ઠેર ઠેર વિવિધ સમાજ અને સંસ્થા અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં અવાયું હતું.

સૌરાષ્ટ્રમાં એકમાત્ર મોરબીમાં જ મચ્છુ માતાજીની રથયાત્રા યોજાઈ છે જેથી મોટી સંખ્યામાં ભરવાડ-રબારી સમાજ જોડાય છે જેના ભાગરૂપે મોરબી જીલ્લા પોલીસ દ્વારા શુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો આ રથયાત્રામાં એસ.પી., ડીવાયએસપી, પી.એસ અને પી.એસ.આઈ સહિતના પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા અને કોઇપણ અણબનાવ ન બને તેની પુરતી કાળજી રાખવામાં આવી હતી 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

…………………………… Advertisement …………………………..

LATEST NEWS

error: Content is protected !!