મોરબી: સાંસદ મોહન કુંડારિયા દ્વારા 3.5 કરોડના યાત્રાધામના કામનું ખાતમુહૂર્ત કરાયુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી જિલ્લાના યાત્રાધામોમાં સગવડતા વધે તે માટે સાંસદ મોહનભાઈ કુંડારીયાના પ્રયત્નોથી ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ તરફથી રૂ.૩.૫૦ કરોડની ફાળવણી થતા તાજેતરમાં સાંસદના હસ્તે વિવિધ વિકાસ કામો જેવા કે જડેશ્વર બે કરોડ, ટંકારામાં ૧ કરોડ અને માટેલમાં ૫૦ લાખના ખર્ચે વિવિધ વિકાસ કામોમાં માટેલ ખાતે ઘાટના રીનોવેશન, જડેશ્વર ખાતે પુરાણી વાવનું નવીનીકરણ તથા પગથીયા રીનોવેશન તેમજ ટોઈલેટ બ્લોક બનાવવા જેવા કામોનું ખાતમુહૂર્ત કરાયું હતુ. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જિલ્લા કલેકટર આર.જે.માકડીયા ઉપસ્થિત રહ્યા હતા.