Home Blog Page 1252

હજુ સંપૂર્ણ લોકડાઉનની જરુર નથી, અત્યારે નાઇટ કર્ફ્યુ જ પુરતો જ છે : વડાપ્રધાન મોદી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-04-2021

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરના કારણે હાહાકાર મચ્યો છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધતા કોરોના કેસને લઈને રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરી હતી. બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે દેશમાં વધતા કોરોના કેસ ચિંતાનો વિષય છે.આ વર્ચ્યુઅલ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે, વિજય રુપાણી, યેદિરુપ્પા, અમરિંદર સિંહ સહિતના મુખ્યમંત્રીઓ જોડાયા હતા. બેઠકની શરુઆતે વડાપ્રધાને મુખ્યમંત્રીઓને કહ્યું કે આપણી સામે ફરી એક વખત પડકારજનક પરિસ્થિતિ આવી છે. કોરોનાને રોકવા માટે ટેસ્ટ, ટ્રીક અને ટ્રટની ભૂમિકા મહત્વની છે. તેમણે તમામ મુખ્યમંત્રીઓને કોરોના ટેસ્ટ પર ભાર મુકવાની અપીલ કરી છે. સાથે કહ્યું કે આપણુ લક્ષ્ય 70 ટકા આરટીપીસીઆર ટેસ્ટ કરવાનું છે.

વડાપ્રધાને કહ્યું કે પોઝિટિવ કેસોની સંખ્યા ભલે વધે, પરંતુ વધારેમાં વધારે ટેસ્ટ કરો. કેટલાક રાજ્યમાં સ્થિતિ વધારે ગંભીર છે. લોકડાઉન વિશે વાત કરતા કહ્યું કે અત્યારે લોકડાઉનની જરુર નથી, હાલ નાઇટ કર્ફ્યુ જ પુરતો છે. આજે આપણે જેટલું રસીકરણ કરીએ છીએ, તેના કરતા વધારે ટેસ્ટીંગ કરવાની જરુર છે. કોરોનાને રોકવા માટે ફરી વખત યુદ્ધના ધોરણે કામ કરવાની જરુર છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે 11થી 14 એપ્રિલ સુધી આપણે રસીકરણ ઉત્સવ ઉજવીએ. વેક્સિનના બગાડને રોકવો પણ જરુરી છે. તમામ લોકો રસી લેવાનો પ્રયાસ કરે. સાથે જ વેક્સિન લગાવ્યા બાદ પણ સાવધાની રાખવી જરુરી છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, ‘વિશ્વભરમાં રાત્રિ કરફ્યુનો સ્વીકાર કરવામાં આવ્યો છે. નાઇટ કરફ્યુને આપણે કોરોના કરફ્યુના નામે યાદ રાખવો જોઇએ. કોરોનાને રોકવા માટે માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન પર ફોકસ ખાસ જરૂરી છે. આ વખતે આપણી પાસે કોરોના સામે લડવા માટે તમામ પ્રકારના ઉપાયો ઉપલબ્ધ છે. હવે તો વેક્સિન પણ છે.’

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

કોરોનાએ ગુજરાતની હેલ્થ સિસ્ટમની કમર તોડી નાખી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-04-2021

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વધારે ભયાનક બની ચુકી છે અને ખતરનાક સ્થિતીનું સર્જન કરી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં હેલ્થની સ્થિતિ બંન્ને તરફથી ભીંસમાં આવી ગઇ છે. જેના પરિણામે આખુ હેલ્થ માળખું પડી ભાંગવાના આરે આવે તેમ લાગી રહ્યું છે. એક તરફ રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગનો પેરામેડિકલ સ્ટાફ રોકાઇ ચુક્યો છે. હવે રાજ્યમાં બે દિવસથી વેક્સિનેશનાં આંકડાઓ પણ ઘટી રહ્યા છે. બીજી તરફ કોરોના એટલો ગંભીર બની ગયો છે કે, રાજ્યમાં અસરકારક ટેસ્ટિંગ અને ટ્રેસિંગ તથા ટ્રિટમેન્ટની આખી ચેઇન તુટી રહી છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વધારે ભયાનક બની ચુકી છે અને ખતરનાક સ્થિતીનું સર્જન કરી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં હેલ્થની સ્થિતિ બંન્ને તરફથી ભીંસમાં આવી ગઇ છે. જેના પરિણામે આખુ હેલ્થ માળખું પડી ભાંગવાના આરે આવે તેમ લાગી રહ્યું છે. એક તરફ રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગનો પેરામેડિકલ સ્ટાફ રોકાઇ ચુક્યો છે. હવે રાજ્યમાં બે દિવસથી વેક્સિનેશનાં આંકડાઓ પણ ઘટી રહ્યા છે. બીજી તરફ કોરોના એટલો ગંભીર બની ગયો છે કે, રાજ્યમાં અસરકારક ટેસ્ટિંગ અને ટ્રેસિંગ તથા ટ્રિટમેન્ટની આખી ચેઇન તુટી રહી છે.

હોસ્પિટલમાં બેડ ખુટી પડ્યાં છે અને સ્મશાનોમાં લાશોના ઢગલા ખડકાઇ ચુક્યાં છે. ગુજરાત સરકારમાં સબ સલામત નથી તેવા વાસ્તવિકતાને સ્વીકારીને નવેસરથી ટાસ્કફોર્સ રચીને નવી સ્ટ્રેટેજી સાથે કોરોનાને નાથવા માટેનો પગલા ભરવાનો સમય પાકી ગયો છે. કોરોના સંક્રમણ રોકથામની દિશામાં સૌથી પ્રાથમિક ટેસ્ટિંગનું છે.

ટેસ્ટિંગ જેટલું વધારે હશે તેટલું જ ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પરંતુ હાલના તબક્કે આખા ગુજરાતમાં આ હદે ટેસ્ટિંગ  માટે લોકો આવી રહ્યા છે કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને મ્યુનિસિપલ હોસ્પિટલમાં હાલનાં સ્ટાફ ટુંકો પડી રહ્યો છે. આ ઉપરાંત આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા માટે લોકોને બે બે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. જ્યારે રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવવા માટે લોકોએ બે બે દિવસ ધક્કા ખાવા પડી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ગુજરાતમાં કોરોનાની મહાનગરોમાં સ્થિતિ ગંભીર હોવાનું આખરે નીતિન પટેલે સ્વીકાર્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-04-2021

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વણસી રહેલી કોરોનાની સ્થિતિ અંગે રાજ્ય સરકારે બેડ વધારવા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે.

અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબીમાં સતત સંક્રમણ વધી રહ્યું છે. તેથી મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં આયોજિત કોર મીટીંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોર ગ્રુપની બેઠકમાં દરરોજની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.

અમદાવાદમાં બેડ વધારવા પડે સ્થિતિ ઉભી થઇ છે. મોરબીમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી છે. અમદાવાદની SVP હોસ્પિટલની 500 કોરોનાના દર્દીઓની કેપેસિટી વધારીને 1000 બેડની કરવામાં આવશે. અન્ય રોગના દર્દીઓને તબક્કાવાર રજા આપવામાં આવશે. અને તે પથારીઓમાં કોરોનાના દર્દીઓ દાખલ કરવામાં આવશે.

મોરબી શહેર ભગવાન ભરોસે

સરકારી હોસ્પિટલોમાં કોઈ ભાવ પૂછતુ નથી, ખાનગી હોસ્પિટલોમાં સારવારના નાણા કાઢવા કયાંથી ?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-04-2021

આજે દેશમાં અને આપણા રાજ્યોમાં કોરોના એ એક વર્ષ બાદ પણ ફરી માથું ઉચકી પુનરાવર્તન કર્યું છે તેમાં કોને કેટલા જવાબદાર ગણવા કેટલા નહીં આ પરિસ્થિતિમાં ગણિતના આંકડાઓ કહેવા મુશ્કેલ છે જેમાં કોરોનાની વણસેલી પરિસ્થિતિએ સરકાર ખુદ આબરૂ ઢાંકવા કોરોના ના પોઝિટિવ ને મોતના આંકડા બતાવવા સરકારની તેવડ બાર ની વાત થઈ ગઈ છે એક તરફ લોકોના આરોગ્યની ચિંતા કરવાના દાવા કરતી આજની સત્તાધારી સરકારે ખુદ ચૂંટણીઓ જાણે ગુજરાતમાં હોય કે અન્ય રાજ્યોમાં તે સમયે કોરોના લોકડાઉન ના બદલે બ્રેકડાઉન માં આવી જાય સરકાર ખુદ કોરોના ના નિયમ તેના ઈશારે નાચતા તેના આરોગ્ય ખાતા મારફત લોકો વચ્ચે જાહેર કરે અને લોકો ને વંચાવે જાહેર કરે પણ ચૂંટણીઓમાં તેની સભા રેલી કાર્યક્રમ માં તે ખુદ કોરોના નિયમોનો ઉલાળીયો કરી સુધરેલી પરિસ્થિતિને ફરી ઉભી કરી લોકોની મુશ્કેલીઓ વધારે પણ વધારે તો ભલે વધારે પણ સરકાર બગાડેલી કોરોના પરિસ્થિતિ ને સુધારવા લોકોના આરોગ્ય વ્યવસ્થા પૂરી પાડવાની તેવડ તો છે ને તો પછી તો લોકોના જનજીવન અને આરોગ્ય સાથે શુ કામ નિયમોનો ભંગ કરી ચેડા કરે છે છે કે કોઈ સત્તાધારી સરકાર ને કહેવા વાળુ કે સરકાર સામે અવાજ ઉઠાવવા વાળું આજે વિરોધ પક્ષોની પણ શુ વાત કરી તે પણ આજે સરકાર સામે માંદો પડ્યો પડ્યો હોય ને જાણે મરવાના વાંકે જીવતો હોય તેવી હાલની પરિસ્થિતિએ લોકોમાં જ આવા સવાલો ઊભા કરે છે પહેલા નોટબંધી આવી ઘરબંધી હવે શું બાકી છે એ કહેતા પહેલા વિચાર કરવો પડે છે એક પછી આવતા આવા પડકારો એ દેશની ને રાજ્યોની આર્થિક અને માનસિક પરિસ્થિતિ બંને ખરાબ કરી નાખી છે છતાં સત્તાધારી સરકાર નાના છોકરા ની જેમ પીપુડા વગાડ્યા કરે છે કે ચિંતા કરતાં નહીં સરકાર તમારી સાથે જ છે અમે કોરોના કાળમાં કોઈને કોરા નહિ રહેવા દઈએ દરેકે કોઈને કોઈ પરિસ્થિતિનો સામનો કરતા જ રહેવાનું છે આમા માણસને સરકાર ભરોસે જીવવાનું કે ભગવાન ભરોસે એ નક્કી નથી થાતુ લોકોને નોટબંધી થી તૂટેલી કમર આજે પણ સાજી નથી થઇ ત્યાં આવા કોરોના સહિત ના પડકારો લોકો જીલતા જીલતા વગર મોતે જાણે કેમ મરી જતા હોય તેવો ઘાટ ઉભો થાય છે આજે મોરબી ની વાત કરીએ ફરી એક વર્ષ બાદ કોરોના માથું ઉંચકતા લોકોના જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયા છે કોરોના ના કળિયારા એ ઘરે ઘરે માંદગીના ખાટલા કરી દેતા લોકોને ઘરમાં રહેવું કે બહાર જવું એ ચિંતાનો વિષય બન્યો છે જેમાં મધ્યમ વર્ગને ગરીબીને નબળા વર્ગોની હાલત ખરેખર આજે ધોબીના કૂતરા જેવી જ થઈ ગઈ છે મોરબી જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી કોરોના નું સંક્રમણ વધતા ને કોરોના વાયરસે માથું ઉંચકતા લોકોના બજેટ ખોરવી નાખ્યા છે રોજ ખાનગી હોસ્પિટલમાને ટેસ્ટિંગ ના આંકડા બહાર આવતા ત્રણ આંકડા થી વધુ મોટી સંખ્યામાં આંકડા બહાર આવતા કોરોનાના મોરબી જિલ્લાના શહેરને તાલુકાઓમાં કેસોના આંકડા ત્રણ આંકડા થી વધુ માં આવી રહ્યા છે મોતના આંકડામાં પણ સરકારના જુદા ને અંતિમ વિધિમાં સ્મશાન ગૃહના આંકડા માં ફેરફાર જોવા મળી રહ્યો

છે જેમાં સરકારના વિભાગો ના ચોપડે છેલ્લા 20 દિવસ માં એક પણ મોત નથી 20 દિવસમાં મોરબી નગરપાલિકા ફાયર બિગેડ એ 5 દિવસ માં 20 ના અગ્નિસંસ્કાર કર્યા 8 માસમાં 130 મૃતદેહો ને અગ્નિસંસ્કાર કર્યાના ચોપડે જ્યારે સરકારી માં માત્ર 19 બોલે હાલ મોરબી જિલ્લામાં કોરોના ના કળિયારા એ હદ વટાવી છે લોકોની હાલત બગાડી નાખી છે સિરામિક સિટી તરીકે જાણીતા મોરબીમાં ધંધાને ઉદ્યોગોમાં ભગવાનની મહેરબાની છે કોરોના કાળ માં લોકોના ધંધા બીમાર પડી ગયા છે લોકોના ઘર માં સભ્યો કોરોના સંક્રમિત થાય તો મુશ્કેલીનો પાર નથી રહેતો લોકો તેનું જીવન બચાવવા દવા લેવી હોય તો સરકારી દવાખાના માં સમયસર દવા કે સારવાર હાલની પરિસ્થિતિએ બધાને નથી મળતી કોરોના પોતાના ને છે કે નહીં તે જાણવા કોરોના ટેસ્ટીંગ કીટ નો પણ અભાવ જોવા મળી રહ્યો છે જેથી ટેસ્ટ માંટે અવારનવાર હોબાળો થાય છે મધ્યમ વર્ગ અને નાનાવર્ગ ને ખાનગી હોસ્પીટલમાં ઈલાજ પોસાય તેમ નથી સરકારી હોસ્પિટલમાં કોઈ નક્કર વ્યવસ્થાનો અભાવ છે માણસ કરે શું જો ખાનગી હોસ્પિટલમાં દવાના રૂપિયા વાપરે તો ઘરના બજેટ ખોરવાઈ જાય એક બાજુ મકાન નું ભાડુ,લાઈટ બિલ, લોનના હપ્તા,ઘર ખર્ચ આવી અનેક મુશ્કેલીઓ માણસ ની માનસિક હાલત બગાડી નાખે છેસરકાર તો જાણે નક્કી કર્યું હોય કે આ કોરોના કાળમાં કોઈ કોરૂ ન રહેવું જોઈએ કોઈને કોઈ સમસ્યાથી પરિસ્થિતિ બગડતા સરકાર લોકડાઉન કરી નાખે એ લોકોનો આરોગ્યને ધ્યાને લઇ સારી બાબત છે એમા ના નહી લોકો નું સંક્રમણ અટકે પણ આ ફરી રાત્રે 8 થી સવારના 6 નું લોકડાઉન આવતા રાત્રી ધંધા ખાણીપીણી ઠંડાપીણા લોજ રેસ્ટોરન્ટ હોટલો સહિતના ધંધા બંધ થઈ ગયા સાથે તે ધંધાની સાથે સંકળાયેલા નાના રોજમદારોને નાના માણસોના પગાર બંધ થઈ જાય ધંધા બંધ થાય એટલે આવક બંધ ઘર કેમ ચલાવવું ને કોરોના ની બીમારીમાં દવા કેમ લેવી અનેક મુશ્કેલી ના ધાળા લોકો પર ઉતરી જાય છે ત્યારે હાલ રોજિંદી જરૂરિયાત ના ધંધા ચલાવવા મુશ્કેલ છે ત્યારે કાપડ,ઇમિટેશન,વાસણો, ગિફ્ટ આર્ટિકલ ઇલેક્ટ્રોનિક સહિત ના ધંધા બંધ ની વાતો ચાલે છે

મોરબી ની બજારોમાં જાય એટલે જેટલી દવાખાનાને મેડિકલ સ્ટોરમાં લાઈનો હોય તેટલી કોઈ પણ ધંધો કરતો વેપારી ની દુકાન પાસે ગ્રાહકોની લાઈન તો શુ ગ્રાહક પણ ઘણી દુકાને જોવા નથી મળતા બજારો જાણે આપણને ખાવા દોડે છે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે હાલ માં લોકોના ધંધા 20 થી 25 ટકા પુરા રહ્યા નથીકોરોના કાળ માં બોલો આજે વેપારીઓને ઉદ્યોગકારો ને પૂછીએ તો એ કહે છે ધંધા તો ઠીક આપણે આપણી ને આપના પરિવાર જિંદગી બચે તો ધંધા છે આજે મોરબીમાં લોકોને સરકારી કે ખાનગીમાં પૈસા ખર્ચી ખાનગીમાં સારવાર લેવી હોય તો ક્યાંય જગ્યા નથી સરકારને સરકારી તંત્ર આરોગ્યતંત્ર મોટી મોટી વાતો કરવામાં થાકતું નથી લોકોને હાલ ની આ પરિસ્થિતિમાં સારવાર મળે એવી વધારાની વ્યવસ્થા પણ સરકારી તંત્ર કરી નથી શકતું સરકારે પ્રથમ વખત ગતમાર્ચ માં કોરોના આવ્યું ત્યારે તંત્ર એ દેશની વ્યવસ્થા ની વાહવાહી માટે પોતાના આંકડા છુપાવ્યા ને પુરી આરોગ્ય વ્યવસ્થા ઉભી ન કરી શકી તેનું આજે સૌરાષ્ટ્ર ગુજરાત ને દેશ પરિસ્થિતિ ભોગવી રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

રાત્રી કર્ફયુથી કોઈ ફરક નહિ પડે, ગુજરાતમાં 4 થી 5 દિવસનું લોકડાઉન જરૂરી : AMA ના પૂર્વ પ્રમુખનું નિવેદન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-04-2021

ગુજરાતમાં વધતાં કોરોના હાહાકાર વચ્ચે હાઈકોર્ટે ગુજરાત સરકારને કોરોના મહામારીની હાલની પરિસ્થિતિને લઈને સૂચન કર્યા બાદ હવે લોકડાઉનની માંગ પ્રબળ બની રહી છે. ગુજરાત હાઈકોર્ટે ગુજરાતમાં આગામી 3થી 4 દિવસ લોકડાઉન કરવાનું અવલોકન કર્યું હતું. હવે આજ સ્થિતિમાં AMAના પૂર્વ પ્રમુખ જરદોષનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તેમણે આજે જણાવ્યું છે કે ગુજરાતમાં 4થી 5 દિવસનું લોકડાઉનની જરૂર છે. રાત્રિ કરફ્યૂથી હાલની સ્થિતિમાં કોઈ કર્ફ પડ્યો પણ નથી અને પડશે પણ નહીં. કોરોના વાયરસનો નવો સ્ટેઈન ખુબ ઘાતક છે જેથી હાલના નવા સ્ટેઈનની ચેઈન તોડવી ખુબ જ આવશ્યક છે. જેથી કોરોનાની ચેન તોડવા માટે ગુજરાત સહિત દેશ પાસે લોકડાનનો જ એકમાત્ર ઉપાય છે.

AMAના પૂર્વ પ્રમુખ જરદોષે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં 41 હજાર કેસ નોંધાયા હતા. પરંતુ હાલમાં માત્ર 6 દિવસમાં રેકોર્ડબ્રેક 17 હજાર નવા કેસ નોંધાયા છે. રાજ્યની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોવિડ બેડ ભરાઈ ગયા છે.

અત્રે નોંધનીય છે કે મંગળવારે ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિએ ગુજરાતમાં લોકડાઉનની જરૂર છે. એટલું જ નહીં, રાજ્યમાં જાહેર કાર્યક્રમો પર અંકુશ લાવવા કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી. આ સિવાય રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરીને કોરોનાને અટકાવવા જરૂરી પગલાં લેવા પણ નિર્દેશ કરાયો છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને નિર્દેશ કર્યો હતો. જસ્ટિસે કહ્યું, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી હતી.

અત્રે નોંધનીય છે કે, ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી કોરોના સંક્રમણ અટકાવવા માટે આંશિક લોકડાઉન કરવામાં આવે એવી અપીલ કરી છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારણા શરૂ કરી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને લોકડાઉન કરવા માટે જણાવી દેવાયું છે. ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાના ગામડાંઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળી ગયા છે, ધડાધડ એક પછી એક જગ્યાએ લોકડાઉન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂને કારણે ઉધોગ ધંધા અને નોકરીયાતોને મોટી અસર પહોંચી છે. ત્યારે ખુદ વેપારી એસોસિએશન પણ માની રહ્યા છે કે રાજ્યમાં વીકેન્ડ પર લોકડાઉન કરવું જોઈએ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

LATEST NEWS

error: Content is protected !!