Home Blog Page 1253

ખાાનગી હૉસ્પિ. સ્પેશિયલ રૂમોના ચાર્જ વસૂલી નહીં શકે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-04-2021

રાજયકક્ષા મંત્રી યોગેશ પટેલે પત્રકાર પરિષદ કરીને કોરોનાની વિપરિત થઇ રહેલી સ્થિતિ અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે ખાનગી હોસ્પિટલો દ્વારા કરવામાં આવી રહેલી લૂંટ પર લગામ લગાવવાની વાત પણ કરી હતી. ગત વર્ષે કુટુંબના એકાદ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થતાં હતાં. ચાલુ વર્ષે કોરોનાથી કુટુંબના તમામ સભ્યો સંક્રમિત થઈ રહ્યા છે. હોસ્પિટલમાં કુટુંબ દાખલ થાય તો આર્થિક રીતે તૂટી જાય છે, આર્થિક નુકશાન થઈ રહ્યું છે. ખાનગી હોસ્પિટલમાં ઘણા મોટા બિલો આવે છે. કેટલીક જગ્યા પર ખૂબ મોટી રકમના બિલ આવ્યા છે.

સધ્ધર કુટુંબ પણ પાયમાલ થવા લાગ્યા છે. ખાનગી હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમમાં બે થી ત્રણ દર્દીઓ રાખે છે, છતાં ચાર્જ સ્પેશિયલ રૂમનો વસૂલાય છે. ગત વર્ષે હોસ્પિટલના જે રેટ નક્કી થયા હતા તેના બોર્ડ મૂક્યા હતા. ગત વર્ષના રેટના 50 ટકા ઓછા કરવાનો નિર્ણય તંત્રએ કર્યો હતો. હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમ નહિ રાખી શકાય. સેમી સ્પેશિયલ અને સ્પેશિયલ રૂમ નહિ રહે. હવે હોસ્પિટલમાં તમામ રૂમ કોમન રૂમ ગણાશે. વડોદરામાં 1000 વેન્ટિલેટર છે. ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં 650 વેન્ટિલેટર છે. ખાનગી હોસ્પિટલની બહાર રેટ બોર્ડ મૂકવામાં આવશે.

કોરોનાનો વધુ ચાર્જ હવે હોસ્પિટલ નહિ લઈ શકે. હોસ્પિટલ: લૂંટફાટ કરે તો તેનો વિરોધ કરો. બિલ ઓછા કરાવવા માટે બિલની તપાસ અધિકારીઓના બદલે ખાનગી સીએ પાસે કરાવવામાં આવશે. યોગેશ પટેલે વિનોદ રાવને સૂચન કર્યું હતું. હોસ્પિટલમાં 25 ટકા થી 50 ટકાના દર ઓછા કર્યા હતા. કેશલેસ સુવિધા હોસ્પિટલમાં ચાલુ જ છે. હોસ્પિટલ ઇન્કાર નહી કરી શકે. જે હોસ્પિટલ કેશલેસ સુવિધા નહિ આપે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. મેયર કેયુર રોકડીયા માહિતી આપી રહ્યા છે. ખાનગી હોસ્પિટલના દર નક્કી છે. હોસ્પિટલ તજજ્ઞ તબીબની એક દિવસની વિઝિટની મહત્તમ 1000 રૂપિયા ચાર્જ લઈ શકાશે. જનરલ વોર્ડના 4500 રૂપિયા કરાયા. એચડીયુ બેડના 6000 કરવામાં આવ્યા છે.

વડોદરામાં પાલિકાએ હોસ્પિટલના રેટ કર્યા નક્કી કર્યા છે. વડોદરામાં હોસ્પિટલના હવે વી આઈ પી, સ્પેશિયલ અને સેમી સ્પેશિયલ રૂમ નહિ હોય. તમામ રૂમ જનરલ રૂમ જ ગણાશે. તંત્રએ જનરલ રૂમના એક દિવસના રેટ 6000 થી ઘટાડી 4500 કર્યા, 8500 થી ઘટાડી 4500 કર્યા છે. એચ ડી યુ વોર્ડના એક દિવસના રેટ 8500 થી ઘટાડી 6000 કર્યા, 12000 થી ઘટાડી 6000 કર્યા છે. આઇસોલેશન અને આઈ સી યુ બેડ ના રેટ 18000 થી ઘટાડી 13500 કર્યા. વેન્ટિલેટર, આઈસોલેશન અને આઈ સી યુ ના રેટ 21500 થી ઘટાડી 16000 કર્યા. જે હોસ્પિટલ કેસ લેસ સુવિધા નહિ આપે તેમની સામે કાર્યવાહી કરાશે. જે હોસ્પિટલ વધુ ચાર્જ વસુલશે તેમની સામે ગુનો નોંધાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ગૂગલની આ સર્વિસ 1 જૂનથી બદલાઈ જશે, જાણો તમારી પર શું થશે અસર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-04-2021

ગૂગલ (Google) પોતાની અગત્યની સર્વિસ ગૂગલ ફોટોઝ (Google Photos)ના નિયમને પહેલી જૂનથી બદલી રહી છે. આ નવા અપડેટ હેઠળ 1 જૂન 2021થી આપના દ્વારા અપલોડ કરવામાં આવતી કોઈ પણ નવી તસવીર અને વીડિયો, તે 15 GB સ્ટોરેજમાં જ ગણવામાં આવશે જે યૂઝર્સને ઉપલબ્ધ કરાવવામાં આવે છે કે પછી જેને યૂઝર્સ Google One મેમ્બર હેઠળ ખરીદે છે.

જોકે, સર્વિસની અસર પહેલી જૂન પહેલા ગૂગલ ફોટોઝમાં સેવ કરવામાં આવેલી તસવીરો પર લાગુ નહીં થાય. પહેલી જૂન બાદ પણ હાઇ ક્વોલિટીની તસવીરો અને વીડિયોને 15 GBની મર્યાદામાં રાખવામાં આવશે. ઓછી ક્વોલિટીવાળી તસવીરો પહેલાની જેમ તમે સેવ કરી શકશો.

આવી થશે અસર: આપના ગૂગલ એકાઉન્ટ (Google Account)ના સ્ટોરેજમાં આપની ડ્રાઇવ, જીમેલ વગેરે સામેલ કરવામાં આવે છે. તેની લિમિટ માત્ર 15 GB છે. તેનાથી વધારાની સ્ટોરેજ ક્ષમતાને તમારે કંપની પાસેથી ખરીદવી પડશે. હવે ગૂગલ ફોટોને તેમાં સામેલ કરવાથી ઘણી બધી સ્ટોરેજ ક્ષમતાની જરૂર પડશે. કંપનીનું કહેવું છે કે આ ફેરફાર તેમને સ્ટોરેજના વધારાની માંગના તાલમેલ રાખવામાં મદદ કરશે. સાથોસાથ અમે વિજ્ઞાપન ઉદ્દેશ્યો માટે Google Photosની જાણકારીનો ઉપયોગ નહીં કરવાના અમારા નિર્ણય પર પ્રતિબદ્ધ છીએ. અમે જાણીએ છીએ કે આ એક મોટી ઇનિંગ છે અને તે યૂઝર્સને આશ્ચર્યચકિત કરી શકે છે. એવામાં અમે આપને પહેલાથી જ આ વિશે જણાવી રહ્યા છીએ અને તેને સરળ બનાવવા માટે રિસોર્સિસ આપવા માંગીએ છીએ.

મોરબી: પ્રકાશભાઈ અમુભાઈ વિઠલાપરાનું દુઃખદ અવસાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-04-2021

મોરબી-2 માં અંબિકા સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ અમુભાઈ વિઠલાપરા (ઉ.વ. 55) નું દુઃખદ અવસાન થયું છે. પ્રકાશભાઈને એકાએક ઓક્સિજન ઘટી જતા તેમને મોરબીની તમામ હોસ્પિટલમાં દાખલ થવા માટે ગયા હતા પરંતુ એક પણ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જગ્યા ના હોવાથી તેઓને ઇમર્જન્સીમાં જામનગર જી. જી. હોસ્પ્ટિલમાં દાખલ કરેલ હતા. 

જ્યાં 48 કલાકની સારવાર બાદ તેઓનુ તા. 15-4-2021 ના રોજ મૃત્યુ થયાનું ડોક્ટરોએ જાહેર કર્યું હતું. જેના થકી તેઓના સાગા સંબંધી અને મિત્ર વર્તુળોમાં શોક ની લાગણી ફેલાઈ છે. 

સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 17-5-2021, શનિવારના રોજ સાંજે 4 થી 6 રાખેલ છે. (કુલદીપભાઈ: 72038 72430,  ચિરાગભાઈ : 63512 29099, જયદીપભાઈ: 78748 17460) 11-અંબિકા સોસાયટી, ત્રાજપર ચાર રસ્તા, સામ કાંઠે, મોરબી. 

 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

1 જુલાઈ 2021થી કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડીએનો લાભ અપાશે: મોંઘવારી ભથ્થામાં થશે વધારો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-04-2021

કેન્દ્ર સરકાર દ્વારા દેશના 52 લાખ કર્મચારીઓના ડીએમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ 7th પે કમિશનનું મેટ્રિક્સ કેવી રીતે બદલવામાં આવશે તેની ગણના કરવામાં આવી રહી છે. 1 જુલાઈ 2021થી કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડીએનો લાભ આપવામાં આવશે. ઓલ ઈન્ડિયા કન્ઝ્યૂમર પ્રાઈસ ઈંડેક્સના ડેટા રિલીઝ અનુસાર જાન્યુઆરી 2021થી જૂન સુધીમાં ડીએમાં ઓછામાં ઓછો 4 ટકાનો વધારો કરવામાં આવી શકે છે.

પગારમાં કેટલો વધારો થશે- કેન્દ્ર સરકારે ડિઅરનેસ અલાઉન્સ અંગે કરેલ ઘોષણા અનુસાર કેન્દ્ર કર્મચારીઓનું ડીએ 17 ટકાથી વધીને 28 ટકા થઈ શકે છે. જાન્યુઆરીથી જૂન 2020 સુધીમાં ડીએમાં 3 ટકાનો વધારો થયો છે. જુલાઈથી ડિસેમ્બર 2020 સુધીમાં 4 ટકાનો અને જાન્યુઆરીથી જૂન 2021 સુધીમાં 4 ટકાનો વધારો શામેલ છે.

વેતન ગણના- સાતમા પગાર પંચ અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીના વેતનનું ત્રણ ભાગમાં વિભાજન કરવામાં આવે છે. 1- મૂળ વેતન, 2- ભથ્થા, અને 3-કપાત. નેટ સીટીસીમાં 7માં સીપીસી ફિટમેન્ટ ફેક્ટર અને દરેક ભથ્થાને ગણીને મૂળ વેતનનો યોગ છે. નેટ સીટીસી અને ડિડક્ટિબલ જેમ કે, પીએફ. ગ્રેચ્યુઈટી વગેરેમાં અંતર છે.

પીએફ અને ગ્રેચ્યુઈટીમાં બદલાવ- કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએમાં બદલાવને કારણે તેમના માસિક પીએફ, ગ્રેચ્યુઈટી અને યોગદાન પર પણ અસર થઈ શકે છે. સીજીએસના પીએફ અને ગ્રેચ્યુઈટીની ગણના મૂળ વેતન પ્લસ ડીએના આધાર પર કરવામાં આવે છે. 1 જુલાઈ 2021માં ડીએમાં વધારો થશે, જેની કર્મચારીઓની માસિક પીએફ અને ગ્રેચ્યુઈટી પર પણ અસર વર્તાશે. અસર થવાને કારણે પીએફ અને ગ્રેચ્યુઈટી જેવા નિવૃત્તિને લગતા ફંડમાં વધારો થશે.

નિવૃત્ત કેન્દ્રીય કર્મચારીઓને થશે ફાયદો- કોરોના વાયરસના કારણે સરકારે ડીએ પર રોક લગાવી હતી. ડીએ વધવાથી ડીઆરમાં પણ વધારો થશે. મોંઘવારી ભથ્થામાં વધારો થવાને કારણે નિવૃત્ત કર્મચારીઓને પણ ડિઅરનેસ રિલીફનો પણ લાભ આપવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ઓક્સિજન લેવેલ વધારવા મદદ કરશે રાજકોટના તબીબનો આ નુસખો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-04-2021

કોરોના દર્દીઓને સૌથી વધુ તકલીફ ઓક્સિજનની થાય છે. હાલ હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરવઠો પણ ઘટી રહ્યો છે. જેથી અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. પરંતુ જો ઓક્સિજનની માત્રા ઘટી જાય તો ઓક્સિજનનો સપ્લાય બોટલ દ્વારા જ મેળવી શકાય તેવુ નથી. તમે ઘરે પણ આસાનીથી ઓક્સિજનની માત્રા વધારી શકો છો. કોરોનાની બીજી લહેરમાં 40 ટકા દર્દીઓને ઓક્સિજન લેવલ ઓછું થાય છે. આવામાં ઘરેલુ નુસ્ખાથી પણ ઓક્સિજનનું પ્રમાણ વધારી શકાય છે. રાજકોટના એક આયુર્વેદિક તબીબે કોરોનાના દર્દીએ ઓક્સિજન લેવલ વધારવા શું કરવું તેનો વીડિયો બનાવીને લોકો સુધી માહિતી પહોંચાડી છે. રાજકોટ આયુર્વેદિક હોસ્પિટલના ડો. ડો. ગૌરાંગ જોશીની આ ટિપ્સ તમને બહુ જ કામમાં આવી શકે તેમ છે.

ઓક્સિજન લેવલ વધારવા દેશી અને વિલાયતી ઉપાયો

કપૂરની એક ગોળી,એક ચમચી રાઈ ,અડધી ચમચી મીઠુ અને અડધી ચમચી અજમાની પોટલી બનાવીને સુંઘો.

પ્રોનિંગ થેરાપી દર્દીને અમુક સમય માટે પડખે અને ઉંધા સુવડાવવા.

શ્વાસોશ્વાસ યોગ્ય કરવા રોજ રાઈ-મીઠુ પાણીમાં નાંખી ઉકાળી નાસ લેવો.

ઓક્સિજન લેવલ વધારવા કુદરતી અને નિર્દોષ ઉપાયો

રોજ પ્રાણાયામ કરવા. એ ન આવડે તો શાંત મગજ રાખી, ટટ્ટાર બેસી ઉંડા શ્વાસોશ્વાસ લેવા.

પૂષ્કળ પર્યાપ્ત માત્રામાં શુધ્ધ પાણી પીવું.

કુદરતી હવા શ્વાસમાં જાય તે રીતે  દિવસ પસાર કરવો. બારી બારણા ખુલ્લા રાખો.

વ્યાયામ કરવો. શક્તિ અને સમય મૂજબ શ્રમ કરવો.

હરિયાળીનો, વૃક્ષોનો સંગાથ રાખવો.

હિમોગ્લોબીન વધે, જળવાય તેવો ખોરાક લેવો.

ડો. ગૌરાંગ જોશી ફેસબુક લાઈવ કરીને અવારનવાર આ પ્રકારની ઉપયોગી માહિતી આપતા હોય છે. તમે જાતે ઘરે ઓક્સીમીટરમાં જોઈ શક્શો કે આ પ્રયોગ કરવાથી તમારું ઓક્સિજન લેવલ તરત જ બુસ્ટ થશે. અત્યારે લગભગ તમામ 108 સર્વિસ એમ્બ્યુલન્સમાં દર્દીને ટ્રાન્સફર વખતે શ્વાસની તકલીફ વખતે ઓક્સિજન ઉપરાંત આ પ્રયોગ પણ સતત ઉપયોગમાં લેવાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

LATEST NEWS

error: Content is protected !!