(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-04-2021
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વણસી રહેલી કોરોનાની સ્થિતિ અંગે રાજ્ય સરકારે બેડ વધારવા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે.
અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબીમાં સતત સંક્રમણ વધી રહ્યું છે. તેથી મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં આયોજિત કોર મીટીંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોર ગ્રુપની બેઠકમાં દરરોજની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.
અમદાવાદમાં બેડ વધારવા પડે સ્થિતિ ઉભી થઇ છે. મોરબીમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી છે. અમદાવાદની SVP હોસ્પિટલની 500 કોરોનાના દર્દીઓની કેપેસિટી વધારીને 1000 બેડની કરવામાં આવશે. અન્ય રોગના દર્દીઓને તબક્કાવાર રજા આપવામાં આવશે. અને તે પથારીઓમાં કોરોનાના દર્દીઓ દાખલ કરવામાં આવશે.