Home Blog Page 1251

જામનગર: શ્રી કંસારા સેવા ટ્રસ્ટ તથા ડૉ. કૃણાલ સોલંકી તથા સ્ટાફના સહયોગથી વેક્સિનેશન કેમ્પ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-04-2021

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

જામનગર: શ્રી કંસારા સેવા ટ્રસ્ટ દ્વારા વિશ્રામવાડી આરોગ્ય કેન્દ્ર ના ડૉ. કૃણાલ સોલંકી તથા તેમનાં સ્ટાફ સહયોગ થી કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં ૪૫ વર્ષ થી વધુ ઉંમરના કુલ 175 લોકોએ વેક્સીન મુકાવી હતી. આ કાર્યક્રમમાં જામનગરના મેયર બીનાબેન કોઠારી ખાસ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, ડૅ. મેયર તપનભાઈ પરમાર, કેન્સર સોસાયટીના વિઠ્ઠલભાઈ ધોળકિયા, JMC ના પધધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વેક્સિનેશન માટે ડૉ. કૃણાલ સોલંકી તથા તેમનો સ્ટાફ દ્વારા સેવા અપાઈ હતી.

આ કાર્યક્રમમાં 45 વર્ષ ઉપરના તમામને વેક્સિન આપવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો.

આવનાર સમયમાં ફરી એકવાર વેક્સિનેશનના બીજા ડોઝ માટે કાર્યક્રમ યોજવામાં આવશે તેવું ‘કંસારા સેવા ટ્રસ્ટ – જામનગર’ ના પ્રમુખ રમેશભાઈ બારમેડાએ જણાવ્યું હતું વધુ માહિતી માટે ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર  ૮૮૬૬૩૦૭૬૭૦ પર વ્હોટ્સએપ અથવા રમેશભાઈ બારમેડા: ૯૩૭૫૮૫૩૪૭૨, રમેશભાઈ મેવચા: ૯૭૧૪૨૪૪૪૩૪, મનીષ સોલંકી: ૯૮૨૪૪૦૦૦૦૨ રમેશભાઈ છત્રાળા: ૯૯૧૩૪૫૦૯૬૫, કિરીટભાઈ પોમલ: ૯૪૨૭૨૦૭૭૩૮ પર સંપર્ક કરી શકાશે.

હવે રિઝર્વેશન વગર પણ કરી શકાશે પ્રવાસ, શરુ થશે અનરિઝર્વ્ડ ટ્રેન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-04-2021

કોરોના યુગમાં રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર છે. દેશમાં કોરોના ચેપના વધતા જતા કેસો વચ્ચે રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે મોટી સંખ્યામાં અનરિઝર્વેટ ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આનાથી દિલ્હી-એનસીઆર તેમજ સહારનપુર, અમૃતસર, ફિરોજપુર અને ફાજિલકા સહિતના ઘણા સ્થળોથી મુસાફરોને સુવિધા મળશે. 5 એપ્રિલથી, મોટાભાગની અનરિઝર્વેટ ટ્રેનો લોકો માટે માર્ગ સરળ બનાવવાનું શરૂ કરશે. ઉત્તરી રેલ્વેએ 71 અનરિઝર્વડ મેઇલ (unreserved trains) અને એક્સપ્રેસ ટ્રેનોની યાદી બહાર પાડી છે.

રેલવે મંત્રાલયે શનિવારે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. રેલ્વે મંત્રાલયે ટ્વીટ કર્યું છે કે, ‘ભારતીય રેલ્વે મુસાફરોની સુવિધામાં વધારો થતાં રેલવે 5 મી એપ્રિલથી 71 અનરિઝર્વડ ટ્રેન (unreserved trains) સેવાઓ શરૂ કરવા જઈ રહ્યું છે. આ ટ્રેનો મુસાફરોની સલામત અને આરામદાયક મુસાફરીની ખાતરી કરશે. આ ટ્વીટમાં એક લિંક પણ આપવામાં આવી છે, જેમાં ટ્રેનોની સંપૂર્ણ યાદી આપવામાં આવી છે.

કોવિડનાં કારણે અનરિઝર્વડ ટ્રેન સ્પેશિયલ ટ્રેનનાં નામથી ચાલશે, એટલા માટે આ ટ્રેનોનું ભાડું પેસેન્જર ટ્રેનો જેટલું સસ્તું નહીં હોય, અને તે મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનો જેટલું હશે, રેલવેનાં જણાવ્યા પ્રમાણે સહારનપુર-દિલ્હી જંક્સન, ફિરોઝપુર-કેન્ટ-લુધિયાણા, ફઝિલ્કા-લુધિયાણા, ભઠિંડા-લુધિયાણા, વારાણસી-પ્રતાપગઢ, સહારનપુર-નવી દિલ્હી, જાખડ-દિલ્હી જંક્સન, ગાઝિયાબાદ-પાણીપત, શાહજહાપુર-સીતાપુર, ગાઝીયાબાદ-મુરાદાબાદ સહિતનાં ઘણા શહેરો માટે અનરિઝર્વડ ટ્રેન દોડશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

હવે પોલીસને કડક રીતે માસ્ક- નાઇટ કર્ફ્યૂનું પાલન કરાવવા DGP નો આદેશ: હોતા હે ચલતા હે નહી ચાલે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-04-2021

રાજ્યમાં રાત્રી કર્ફ્યૂનું પાલન નહી કરાવાતી હોવાની બુમને કારણે આજે ડીજીપી દ્વારા તમામ પોલીસ સ્ટેશનોમાં કડકપણે લોકડાઉનના અમલ માટે આદેશ આપવામાં આવ્યો છે. જેના પગલે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાની સૂચનાને પગલે અમદાવાદ પોલીસ તંત્ર પણ દોડતી થઇ છે. તમામ SP અને પોલીસ કમિશનરને DGPની સૂચના આપી છે. રાજ્યમાં ફરજિયાત માસ્કની કડક અમલવારીના આદેશ કર્યો છે. માસ્કના પહેરનારાં સામે કડક કાર્યવાહી કરાશે. 1 હજાર રૂપિયા દંડની વસૂલાત કરવા DGPનો આદેશ અપાયો છે. રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા નિર્ણય લેવાયો છે.

રાજ્યમાં રાત્રી કર્ફ્યૂનું પાલન નહી કરાવાતી હોવાની બુમને કારણે આજે ડીજીપી દ્વારા તમામ પોલીસ સ્ટેશનોમાં કડકપણે લોકડાઉનના અમલ માટે આદેશ આપવામાં આવ્યો છે. જેના પગલે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાની સૂચનાને પગલે અમદાવાદ પોલીસ તંત્ર પણ દોડતી થઇ છે. તમામ SP અને પોલીસ કમિશનરને DGPની સૂચના આપી છે. રાજ્યમાં ફરજિયાત માસ્કની કડક અમલવારીના આદેશ કર્યો છે. માસ્કના પહેરનારાં સામે કડક કાર્યવાહી કરાશે. 1 હજાર રૂપિયા દંડની વસૂલાત કરવા DGPનો આદેશ અપાયો છે. રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા નિર્ણય લેવાયો છે.

રાજ્યભરમાં સૌ ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરઓને કડકપણે પાલન કરાવવા રાજ્ય પોલીસ મહાનિદેશકની સૂચના અપાઇ છે. રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરઓને ઝુંબેશ શરૂ કરવા ડીજીપીની તાકીદ કરી છે. માસ્ક ન પહેરનારા સામે કડક કાર્યવાહી કરી રૂ.૧ હજાર દંડની વસુલાત કરવા કડક આદેશ આપ્યો છે. રાજ્યના પોલીસ મહાનિદેશક અને હેડ ઓફ પોલીસ ફોર્સ  આશિષ ભાટિયાએ ગુજરાતના તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરઓને સૌ ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું કડકપણે પાલન કરાવવા સૂચના આપી છે.

રાજ્ય પોલીસ મહાનિદેશકએ તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં દરેક વ્યક્તિ ફરજિયાત માસ્ક પહેરે અને માસ્ક ન પહેરનારા સામે કડક હાથે કામ લઇ રૂ.૧ હજારના દંડની પણ વસુલાત કરવામાં આવે.રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા સૌ નાગરિકોની આરોગ્ય રક્ષા માટે માસ્ક અનિવાર્ય હોઇ, રાજ્યના પોલીસ મહાનિદેશકએ સૌ નાગરીકો ફરજિયાત માસ્ક પહેરે તે માટેની ઝુંબેશ તાત્કાલિક ધોરણે હાથ ધરવા પણ જિલ્લા પોલીસ અધિક્ષકઓ અને પોલીસ કમિશનરઓને તાકીદ કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

એસ.ટી.બસ પોર્ટથી ઉપડતી જામનગર-મોરબીની 150 ટ્રીપો હવે માધાપર બસ સ્ટેન્ડ લઈ ઉપડશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-04-2021

જામનગર રોડ વિસ્તારમાં હજારો મુસાફરોને હવે સોમવારથી બહારગામ જવા માટે રાજકોટનાં ઢેબરરોડ ઉપર આવેલ એસ.ટી. બસ પોર્ટ સુધી લાંબુ થવુ પડશે નહિં. કારણ કે એસ.ટી.બસ પોર્ટ ઉપરથી જામનગર અને મોરબી તરફની બસો હવે માધાપર ચોકડી પાસેના એસ.ટી.બસ સ્ટેન્ડે થઈ આગળ વધશે. અર અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ એસ.ટી બસ પોર્ટ ખાતેથી જામનગર અને મોરબી તરફ જતી 150 ટ્રીપો હવે માધાપર ચોકડી થઈ આગળ વધશે. આ અંગે રાજકોટ એસ.ટી. વિભાગનાં વિભાગીય નિયામક યોગેશ પટેલનાં જણાવ્યા મુજબ આગામી સોમવાર તા.5-4-2021 ના રોજ સવારે 6 થી રાત્રીના 8-30 દરમ્યાન જામનગર રોડ તરફ જતી તમામ લોકલ, એકસપ્રેસ, સ્લીપર બસો નવ નિર્મિત માધાપર બસ સ્ટેન્ડ થઈને જશે. જેમાં પડધરી,ધ્રોલ, જામનગર, ખંભાલીયા, દ્વારકા તાલુકાના તમામ રૂટની બસ પણ માધાપર બસ સ્ટેન્ડ થઈને જશે. આથી જામનગર તરફના અપડાઉન કરતા મુસાફરોને ઢેબરરોડ બસ પોર્ટ સુધી આવવુ નહિં પડે. આજ રીતે બુધવારે તા.7-4-2021 થી મોરબી રોડ તરફની તમામ બસ સર્વીસ પણ માધાપર બસ સ્ટેન્ડ ખાતેથી ઉપલબ્ધ થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ગુજરાતમાં કોન્ટેકટ ટેસ્ટિંગ વધારો: કેન્દ્ર

જિલ્લા વાઈઝ ઍક્શન પ્લાન બનાવવા પણ તાકીદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-04-2021

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, એવામાં કેન્દ્ર સરકારે આવાં રાજ્યોને સઘન રીતે કોન્ટેક ટ્રેસિંગ કરવાના આદેશો કર્યા છે, જેમાં દરેક કોરોનાના કેસ પર ઓછામાં ઓછા 30 લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું જોઈએ. આ સિવાય કોરોનાની બીજી લહેરને રોકવા જિલ્લા કેન્દ્ર દ્વારા રણનીતિ તૈયાર કરવા પર કેન્દ્રએ ભાર મૂક્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કોરોનાની બીજી લહેરને રોકવા માટે કહ્યું છે કે પ્રત્યેક જિલ્લામાં ક્યાં કેસ વધી રહ્યા છે, કેટલા વધી રહ્યા છે એ માટેનો એક્શન પ્લાન તૈયાર કરી

એ અનુસાર કામ કરવું જોઈએ. ખાસ કરીને જ્યાં વધારે કેસ નોંધાય છે ત્યાં મોટા ક્ધટેન્મેન્ટ ઝોન બનાવવા જોઇએ અને સાથે જ કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયા પણ સઘન બનાવવી જોઈએ.

આ સાથે જ રાજ્યોને એ વિસ્તાર અને હોસ્પિટલની પણ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ, જ્યાં કોરોનાના દર્દીનાં મોત વધુ પ્રમાણમાં થાય છે એ જિલ્લા કે શહેરોમાં પ્રશાસનિક ખામીઓને દૂર કરવા માટે તરત જ પગલાં ભરવાના આદેશ કરવામાં આવ્યાં છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

LATEST NEWS

error: Content is protected !!