મોરબી સહિત દેશમાં આંગળીના ટેરવે શક્ય બની એપથી હવામાન વિભાગની માહિતી

Feature Gujarat Morbi

હાલ ડિજીટલ યુગની સાથે લોકો પણ ડિજીટલ બની રહ્યા છે. લગભગ તમામ માહિતી અને કામગીરી આંગળીના ટેરવે શક્ય બની છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હવામાન વિશેની સચોટ માહિતી ત્વરિત મોબાઈલમાં જ ઉપલબ્ધ બની રહે તેવા હેતુથી વિવિધ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

વર્ષાઋતુને ધ્યાનમાં રાખી હવામાન વિભાગ દ્વારા ‘મોસમ એપ્લીકેશન’, ‘દામિની એપ્લીકેશન’, ’મેઘદૂત એગ્રો એપ્લીકેશન’ અને ‘પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લીકેશન’ જેવી એપ્લીકેશન તૈયાર કરવામાં આવેલ છે. આઇએમડીની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ આ મોબાઈલ એપ્લીકેશન વરસાદની આગાહી, વીજળીથી બચાવ, ખેતી માટે ઉપયોગી છે. ખેડૂતો સહિત તમામ નાગરીકોને આ એપ્લીકેશનની મદદથી વરસાદ, વાવાઝોડું, બચાવ વગેરે અંગેની માહિતી તેમના ખીસામાં જ મળી રહેશે. જ્યારે પણ લોકો ઈચ્છે ત્યારે પ્રવર્તમાન હવામાનની માહિતી સરળતાથી મેળવી શકશે.