Sunday, March 23, 2025
HomeFeatureમોરબી જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

મોરબી જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

મોરબી જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા અને મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આ બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં કલેકટર કે.બી. ઝવેરી દ્વારા જિલ્લામાં રોજગાર વાચ્છુંની નામ-નોંધણી અને રોજગાર કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરીનો પ્રચાર પ્રસાર ગ્રામ્ય  કક્ષા સુધી થાય તે અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત મોરબી જિલ્લામાં કાર્યરત ઔધોગિક એકમોને જરૂરિયાત મુજબના સ્કીલ વર્કર મળી રહે તે માટે આઈ.ટી.આઈ. ને તે મુજબના શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવા જણાવ્યું  હતું. 

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે. એસ.પ્રજાપતિ, જિલ્લા રોજગાર કચેરી અધિકારી મનીષાબેન સવનીયા, ઔધોગિક સ્વાસ્થ્ય અને સલામતી અધિકારી, લીડબેક મેનેજર, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મેનેજર, સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી પંચાયત, આઈ.ટી.આઈ મોરબી અને ટંકારાના આચાર્યઓ, મદદનીશ શ્રમ આયુક્ત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.29 ના રોજ સવારે 11:00 કલાકે, યુ.એન. મહેતા આટર્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે ત્યાં સ્વખર્ચે હાજર રહેવું. તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!