SONY, 9XM, B4U અને MTV પર ટેલિકાસ્ટ થતી રાષ્ટ્રીય સ્તરની જયપુર, રાજસ્થાનમાં યોજાયેલ સ્પર્ધા “ઈન્ડિયાઝ ગ્રેટેસ્ટ ટેલેન્ટ” (IGT) માં મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના 35 વિદ્યાર્થીઓએ 21 જુલાઈ, 2024 ના રોજ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં લગભગ 1500 થી વધુ સ્પર્ધકો હતા ત્યારે ખૂબ જ પ્રખ્યાત સેલિબ્રિટિ જજ ની સમક્ષ ન્યુએરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાની અસાધારણ પ્રતિભાનુ પ્રદર્શન કર્યું હતું અને જજ તેમજ પ્રેક્ષકોને મંત્રમુક્ત કરી દીધા હતા. ન્યુએરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ અન્ય તમામ અન્ય સ્પર્ધકોને પાછળ રાખીને ત્રણ રાષ્ટ્રીય કક્ષાના ફર્સ્ટ પ્રાઇઝ (Duet Dance , Cultural Dance અને Group Music Bandમાં પ્રથમ સ્થાન) અને એક રાષ્ટ્રીય કક્ષાનું સેકન્ડ પ્રાઇઝ (Group Dance) હાંસલ કર્યું હતું.
અને ન્યુએરા ગ્લોબલ સ્કૂલના ડાન્સ અને મ્યુઝિક શિક્ષકો વિદ્યાર્થીઓ અને માતા-પિતાની અથાગ મહેનત, ડેડીકેશન અને કમિટમેંટ તથા ગ્લોબલ સ્કૂલ મેનેજમેન્ટના વિજન અને માર્ગદર્શનના કારણે આ બાળકોએ ફક્ત પોતાનું જ નહીં પણ પોતાના પરિવાર, શાળા અને મોરબીનું નામ આખા દેશમાં રોશન કર્યું છે.