મોરબીમાં જડેશ્વર મહાદેવ મંદિર રેલવે સ્ટેશન રોડ મોરબીથી મંગળવારે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરૂ સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સવારે 8:00 કલાકે આ શોભાયાત્રાને શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પરબજાર, નહેરૂ ગેઇટ ચોક, તખ્તસિંહજી રોડ, પાડા પુલ થઈને આ શોભાયાત્રાને સોઓરડી પાસે આવેલ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી બોડીંગ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું
આ તકે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માજી ધારાસભ્ય પરષોત્તમભાઈ સાબરીયા, મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલા, દેવજીભાઈ ગણેશિયા, અમિતભાઈ અગેચાણીયા, જગદીશભાઈ બાંભણિયા, તુલસીભાઈ પાટડીયા, ભરતભાઈ ગણેશિયા, દિલીપભાઈ અગેચાણીયા સહિતના આગેવાનો તેમજ સંત વેલનાથ શોભાયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ દિપકભાઈ સારલા અને ઉપપ્રમુખ ગોપાલભાઈ સીતાપરા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી