વર્ષમાં માત્ર 2 મહિના જોવા મળતા ગુંદાનું બજારમાં આગમન, આટલા છે ભાવ

ભારતમાં ઘણા એવા ફળ છે, જે મોસમ અનુસાર જોવા મળે છે. આવું જ એક ફળ છે ગુંદા. ગરમીના સીઝનમાં પાકવાની સાથે જ બજારમાં વેચાણ માટે જોવા મળે છે. હાલ બજારમાં પણ ગુંદા મળવાની શરૂઆત થઈ ગઈ છે. મોટાભાગે અથાણાં બનાવવા માટે ગુંદાની ખરીદી કરે છે.

ઉનાળાની શરૂઆત થતાની સાથે અનેક વનસ્પતિઓ થાય છે, જેમાં ગુંદા એ અનેક રીતે ગુણકારી અને ઉપયોગી છે. તે ભારતીય ચેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલ બજારમાં પણ ગુંદા મળવાની શરૂઆત થઈ ગઈ છે. ગૃહિણીઓ ગુંદા ખરીદીને તેનું અથાણું બનાવે છે. આખું વર્ષ રહે તેવા અથાણાં બનાવવામાં આવે છે. બજારમાં હજી બધી જગ્યાએ ગુંદાનું વેચાણ શરૂ નથી થયું, પણ અમુક જગ્યાએ જોવા મળી રહ્યા છે. ગુંદાના અથાણાં બની એ પણ વેચાય છે. ગરમીની સીઝનમાં ગુંદા બજારમાં મોટી માત્રામાં મળી રહે છે.

ગુંદાના અનેક ફાયદા છે. વાડી વિસ્તારમાં ગુંદીના ઝાડ પર ગુંદાના ફળ જોવા મળે છે. ગામડાના લોકો આ પાકેલા ગુંદા ખાવામાં પણ ઉપયોગમાં લેવાય છે. અત્યારે બજારમાં ગુંદાના ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યા છે.

ભુજની બજારમાં શાકભાજી વેચાણ પ્રભુભાઈએ જણાવ્યું હતું કે, બજારમાં મળતા ગુંદા તેઓ હોલસેલ માર્કેટમાંથી કે, વાડીમાંથી લાવી અહીં બજારમાં વેચી રહ્યા છે અને તેની કિંમત અત્યારે 60 રૂપિયા પ્રતિ કિલો છે. ગત વર્ષ કરતા આ વર્ષે વેચાણ ઓછું જોવા મળી રહ્યું છે.

ગુંદાના બનતા અથાણાં સિવાય કાચા ગુંદાનું શાક પણ બને છે. પાકી ગયેલા ગુંદાના ફળ મીઠા લાગે છે. ગુંદાના ઝાડ ગણા મોટા હોય છે. ઉનાળાની શરૂઆત થતા જ કેરીની સીઝન શરૂ થાય છે અને કેરીની સાથે સાથે ઝાડ પર ઝુમખા સાથે ગુંદા પણ જોવા મળે છે. તેમાં ગુંદર જેવો ચીકણો અને મીઠો રસ હોય છે. ગુંદાના ઝાડની માફક તેના પાન, છાલનો પણ વિવિધ રીતે ઉપયોગ કરી શકાય છે.

ગુંદાના ફાયદાઓમાં પેટના રોગો, ઘૂંટણના દુખાવા ઓછા થાય છે. શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે. આવી સીઝનની વનસ્પતિનો ઉપયોગ કરવો જોઈએ. ગુંદામાં ઔષધીય ગુણો રહેલા છે. ગુંદાના વૃક્ષનું લાકડું પણ ઘણું ઉપયોગી છે, તેમાંથી અનેક વસ્તુઓ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે.