ભારતમાં ઈ-કાર ઉત્પાદન માટે એલન મસ્ક-મુકેશ અંબાણી હાથ મિલાવશે!

ટેસ્લાના પ્લાન્ટ માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે ભાગીદારીની વાતચીત: 800 મિલિયન ડોલરનું રોકાણ કરવા અમેરિકી કંપની તૈયાર

દેશમાં આગામી સમયમાં ઈલેકટ્રીક કાર ઉત્પાદનમાં વિખ્યાત અમેરિકી કંપની ટેસ્લા ઝુકાવે તેવી શકયતા છે અને તે ભારતમાં આ કારના ઉત્પાદન માટે હવે ટેસ્લાના વડા એલન મસ્ક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હાથ મિલાવે તેવા સંકેત છે. ટેસ્લા ભારતમાં આગામી ત્રણ વર્ષ આયાતી કાર વેચશે આ માટે ટેસ્લાના જર્મન ખાતેના પ્લાન્ટમાં ભારત સ્પેફીક ઈ કારનું ઉત્પાદન શરુ કરવા તૈયારી થઈ છે.

પરંતુ ભારત સરકારે તે માટે પાંચ વર્ષમાં ટેસ્લાએ દેશમાં જ ઉત્પાદન શરુ કરવુ પડશે તેવી શરત રાખી છે અને ટેસ્લા આ માટે ગુજરાત, મહારાષ્ટ્ર કે તામિલનાડુમાં કાર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપી શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે નેશનલ બેંક ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટના સીઈઓ નિકોલાઈ ટાંગઝેન સાથેની વાતચીતમાં એલન મસ્કે જણાવ્યું કે તેમની કંપની ભારતમાં હવે પ્રવેશી રહી છે અને અમે સ્થાનિક પાર્ટનરની શોધ કરી રહ્યા છીએ.

ટેસ્લાના સીનીયર અધિકારીઓએ પણ સ્વીકાર્યુ કે પ્લાન્ટના લોકેશન અને જોઈન્ટ વેઈન્ટર અંગે વાતચીત ચાલુ છે પરંતુ ફકત રિલાયન્સ નહી અન્ય પાર્ટનર સાથે પણ વાતચીત કરી રહ્યા છીએ અને ટુંક સમયમાં 800 મિલિયન ડોલરના જંગી રોકાણનો નિર્ણય લેશે.