સ્પેનમાં આયોજિત એક્ઝિબિશનમાં મોરબીની સિરામિક કંપની છવાઈ

મોરબીની 15 કંપનીઓએ ભાગ લીધો, અહીંની ટાઇલ્સ ઉપર યુરોપના વિઝીટર્સ થયા આફરીન

યુરોપના સ્પેન ખાતે 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી આયોજિત સેવીસામા એકઝીબિશનમા મોરબીના ઉદ્યોગકારોએ ડંકો વગાડી દીધો છે. અહીં સિરામિક એસોસિએશનના ઉપપ્રમુખ મનોજભાઇ એરવાડીયા (બ્લુઝોન ગ્રુપ ) સહિત મોરબીની ૧૫ થી વધુ કંપનીઓએ સ્ટોલ રાખ્યો હતો.

આ કંપનીઓએ મોરબીની ટાઇલ્સને યુરોપમાં પ્રદર્શિત કરીને યુરોપના માર્કેટમા ધુમ મચાવી હતી. આ એકઝીબિશનમા ભારતીય દુતાવાસના ફર્સ્ટ સેક્રેટરી અંકિતા મિતલ પણ જોડાયા હતા. તેઓએ બ્લુઝોન કંપનીના સ્ટોલને ખુલ્લો મુક્યો હતો અને તેઓએ જણાવ્યુ હતુ કે સ્પેનમા વેપાર કરવા માટે જે પણ જરૂરીયાત હોય તે તમામ મદદ કરવા તેઓ તૈયાર છે.

આ એક્ઝિબિશનમાં મોરબીની ટાઇલ્સના સ્ટોલ જોઇને યુરોપના ગ્રાહકો પણ પ્રભાવિત થયા હતા. ત્યારે આવનાર સમયમા યુરોપીયન માર્કેટમા પણ ભારતીય ટાઇલ્સની સારી એવી ડિમાન્ડ વધશે અને સાથોસાથ આ એકઝીબિશનમા દેશ વિદેશના દરેક ખુણેથી વિઝિટર્સ આવતા હોય મોરબીના સિરામીક ઉદ્યોગને બુસ્ટર મળશે. તેવુ સિરામીક એસોસિએશનના ઉપપ્રમુખ મનોજભાઇ એરવાડીયાએ જણાવ્યુ હતુ.