(અજય કાંજીયા) અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશમાં કુલ 554 રેલ્વે સ્ટેશનના પુનઃ વિકાસ તેમજ 1500 રોડ ઓવરબ્રિજ તથા અંડર પાસનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે ઇ- લોકાપર્ણ કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર રેલ્વે સ્ટેશનના પુનઃ વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 12 કરોડની ફાળવણી કરવામાં આવી હોય, જે અંતર્ગત આજે રેલ્વે સ્ટેશન ખાતે લોકાર્પણ સમારોહ યોજાયો હતો
વાંકાનેર રેલ્વે સ્ટેશનની કાયાપલટ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 12 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા હોય, જે કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે આ કામોનું આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઇ-લોકાપર્ણ કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રેલ વિભાગના અધિકારીઓ, વાંકાનેરના સામાજિક તથા રાજકીય અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા
જેમાં રાજ્યસભા ના સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા , ભાજપ ના હોદેદારો અને કાર્યકરો, તેમજ રેલવે ના અધિકારી તેમજ રેલવે સલાહકાર સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.