(અજય કાંજીયા) એસઓજી ટીમ વાંકાનેર પંથકમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર મોરબી રોડ પર આવેલ હિમાલયા પ્લાઝામાં આવેલ સ્પર્શ સ્પા ખાતે રેડ કરવામાં આવી હતી જ્યાં સ્પાના મેનેજર રવીન્દ્ર ઉર્ફે લાલો નવીનચંદ્ર સોલંકી (ઉ.વ.૪૦) રહે વાંકાનેર દરબાર ગઢ સોની શેરી વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા સ્પામાં કામ કરતી સ્પા વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહિ કરાવી તેમજ સીસીટીવી કેમેરા ચાલુ નહિ રાખી જાહેરનામાંનો ભંગ કર્યો હતો
જેથી એસઓજી ટીમે આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જાહેરનામાં ભંગનો ગુનો રજીસ્ટર કરાવી સ્પા મેનેજર વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે












































































