વાંકાનેર: ઢૂવા વિસ્તારમાં આવેલ એસ.બી.આઈ. બેન્કમાં ચોરીનો પ્રયાસ

(અજય કાંજીયા) ઢુવા વિસ્તારમાં આવેલા એસ.બી.આઇ. બેંકની શાખામાં પાછળના ભાગે ગ્રીલ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે, જેમાં બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે ખાતે આવેલ એસ. બી. આઇ. બેન્ક  શાખામાં ગત મોડી રાત્રીના અજાણ્યા તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેમાં બેંકના પાછળના ભાગે આવેલ બારીની ગ્રીલ તોડી તસ્કરોએ બેંકમાં ઘુસી ચોરીનો પ્રયાસ કરાયાંની જાણ થતાં જ શાખાના મેનેજર દ્વારા બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાની માહિતી મળી રહી છે