વાંકાનેર સીટી પીઆઇ સોલંકીની બદલી કરતા જીલ્લા પોલીસ વડા, નવા પીઆઈ તરીકે એચ. વી. ઘેલાની નિમણૂક કરાઇ

(અજય કાંજીયા) મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી જાહેરહિતમાં આજે વાંકાનેર સીટી પી.આઈ. તરીકે ફરજ બજાવતા પી. ડી. સોલંકીની અનેક વિવાદો વચ્ચે બદલી કરી તેઓને IUCAW-મોરબી ખાતે મુકવામાં આવ્યા છે. આ સાથે જ IUCAW-મોરબી ખાતે રહેલ પી.આઈ. શ્રી એચ. વી. ઘેલાની વાંકાનેર સીટી પી.આઈ. તરીકે નિમણૂક કરવામાં આવી છે….

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી વાંકાનેર સીટી પીઆઈ સોલંકી નાના મોટા કેટલાક વિવાદોથી ઘેરાયેલા રહ્યા છે , અને અવાર નવાર અરજદારો સાથે ગેરવર્તન અને પોલીસ ફરિયાદ નોંધવામાં આનાકાનીની તેમજ ડી સ્ટાફ સાથે મળીને લાખો રૂપિયાની ઉઘરાણી કરવા જેવી ફરિયાદો પીઆઈ  વિરૂદ્ધ ઉઠી હોવાથી અને  વાંકાનેર શહેરનો ક્રાઇમ રેશિયો આસમાને પહોંચી ગયેલ હોય, અને બૂટલેગરો સાથે સાંઠગાંઠ રાખી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પરેશાન કરવા જેવી અનેક    ફરિયાદોને ધ્યાને લઇ આજે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી જાહેરહિતમાં વાંકાનેર સીટી પીઆઈ પી. ડી. સોલંકીની બદલી કરી તેમને IUCAW-મોરબીમાં મુકી અને વાંકાનેર સીટી પોલીસમાં નવા પીઆઈ તરીકે IUCAW-મોરબીમાં રહેલ શ્રી એચ. વી. ઘેલાની નિમણૂક કરવામાં આવી છે…