વાંકાનેર: ભાજપ જિલ્લા યુવા મોરચાગલ ગરાસિયા બોર્ડિંગ ખાતે મિટિંગ યોજાયી

(અજય કાંજીયા) તા. ૨૧/૦૨/૨૦૨૪ ના રોજ ગરાસિયા બોડીગ ખાતે યુવા મોરચાની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં યુવા મોરચા મોરબી જિલ્લા પ્રભારી હર્શિતભાઈ કાવર, યુવા મોરચાના જિલ્લા પ્રમુખ સાગરભાઈ સદાતીયા, મહામંત્રી તપનભાઈ દવે, મહામંત્રી શક્તિસિંહ જાડેજા, તેમજ વાંકાનેર વિધાનસભા સંયોજક ઓમભાઈ પટેલ, સહસંયોજક નિકુંજભાઈ, વાંકાનેર શહેર યુવા મોરચા પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, તાલુકા યુવા પ્રમુખ હરેશ મદ્રેસાનીયા,શહેર યુવા મોરચા મહામંત્રી નિતેશભાઇ પાટડિયા, યુવા મોરચા દ્વારા ગરાસીયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે રાજ્યસભા સાંસદ  કેસરીદેવસિંહજી ઝાલા ની શુભેચ્છા મુલાકાત લઈને અભિનંદન પાઠવ્યા હતા.