મોરબી: અયોધ્યા મુકામે ભવ્ય પાટીદાર ભવન બનાવવાના આયોજન વિષે મહાસભા યોજાશે, સમસ્ત પાટીદાર સમાજને પધારવા આહવાન

તા. ૨૧ ને બુધવારના રોજ કેશવ પાટી પ્લોટ, લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે રાત્રી ૦૮ : ૩૦ કલાકે મહાસભાનું આયોજન

(જયદેવ બુધ્ધભટ્ટી) અયોધ્યા ધામે સૌરાષ્ટ્ર પાટીદાર ભવન બનાવવાનો નિર્ણય, હાલમાં ફક્ત ૧૧૧૧ સભ્ય ભુમીદાતાનું દાન લઈને જામીન ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે અંતર્ગત મોરબી ખાતે તા. ૨૧ ને બુધવારના રોજ કેશવ પાટી પ્લોટ, લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે રાત્રી ૦૮ : ૩૦ કલાકે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે

૫૦૦ વર્ષના લાંબા ઇન્તજાર બાદ અયોધ્યામાં ભવ્ય શ્રી રામલલ્લા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો અને ભવ્ય શ્રી રામ મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું છે જ્યાં દર્શન માટે મોરબી સંખ્યામાં દર્શનાર્થીઓ જઈ રહ્યા છે જોકે પાટીદાર સમાજ માટે ત્યાં રહેવા અને ભોજનની કોઈ વ્યવસ્થા નથી જેથી સમાજના રાહબર એવા બી એચ ઘોડાસરા અને જેરામભાઈ વાંસજાળિયા સહિતના મહાનુભાવોની સલાહ લેતા શ્રી રામ જન્મભૂમી અયોધ્યામાં સૌરાષ્ટ્ર પાટીદાર ભવન બને અને તમામ ઉમિયા પરિવારને ઉપયોગી થાય તેવા હેતુથી સૌરાષ્ટ્ર પાટીદાર ભવન બનાવવા માટે મોરબીમાં તા. ૨૧ ને બુધવારે મહાસભા યોજાશે

જેમાં તા. ૨૧ ને બુધવારે કેશવ પાર્ટી પ્લોટ લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે રાત્રે 1 કલાક રામ ધૂન બાદમાં અયોધ્યામાં ભૂમિદાન હેતુએ મહાસભા યોજાશે અને મહાપ્રસાદ લઈને સૌ છુટા પડશે તેમ વ્યવસ્થાપક અરવિંદભાઈ બારૈયાની યાદીમાં જણાવ્યું છે