Home Blog Page 5

ઈન્કમટેકસે નવી સુવિધા શરૂ કરી, આવકવેરા વિભાગના પોર્ટલ પર એક જ ક્લીકથી તમામ નોટીસ-માહિતી જોવા મળશે

કરદાતાઓની સુવિધા માટે નવા-નવા સુધારા કરતા આવકવેરા વિભાગે પોર્ટલ પર વધુ એક સુવિધા શરૂ કરી છે જેની મદદથી એક જ કલીકના આધારે કરદાતા આવકવેરા વિભાગની તમામ નોટીસો જોઈ શકશે. નવા ઈ-પ્રોસીડીંગ સેકશનમાં આ સુવિધા જોડવામાં આવી છે.

આવકવેરા વિભાગ દ્વારા એક પ્રશ્નોતરી જારી કરીને નવા ફિચર વિશે જાણકારી આપવામાં આવી છે. ઈ-ફાઈલીંગ પોર્ટલ પર ઉપલબ્ધ ઈ-પ્રોસીડીંગ ટેબમાં આવકવેરા વિભાગે જારી કરેલી તમામ નોટીસ, ઈન્ટીમેશન તથા પત્રો એક જ સ્થળે નિહાળી શકાશે.

નવા ટેબ પર કલીક કરવાની સાથે જ તમામ નોટીસ અને પેન્ડીંગ ટેકસની વિગતો મળી શકશે અને તેનો ઓનલાઈન જવાબ પણ આપી શકાશે. ટેબમાં સર્વેનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે તેના આધારે કરદાતા સરળતાથી કોઈ ચોકકસ નોટીસ અલગ તારવી શકે છે.

કરદાતા દ્વારા આવકવેરા રીટર્ન ફાઈલ કરવામાં ન આવે અથવા બેંક, વ્યાજ, પ્રોપર્ટી ભાડા કે તેના વેચાણની આવક કે અન્ય મોટા વ્યવહારોની માહિતી આપવામાં ન આવે તો વિભિન્ન જોગવાઈઓ હેઠળ નોટીસ ઈસ્યુ કરવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે નોટીસ મેળવનારા કરદાતાઓને જવાબ આપવાની મુદત 30 જૂન હોય છે.

હવે ‘ડાયરા’ બંધ: ક્ષત્રિય સમાજે આંદોલન બાદ નવો ચીલો પાડયો

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી અભદ્ર ટિપ્પણી સામે શરૂ થયેલું આંદોલને મોટુ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભાજપની સામે મેદાને ઉતરેલ ક્ષત્રિય સમાજે પોતાની એકતાના દર્શન કરાવી ભાજપ વિરૂધ્ધ મતદાન કરાવવાનો નિર્ણય લીધો હતો હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે ક્ષત્રિય સમાજે ફરી એક નવો ચીલો પાડી ડાયરા બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ લોકસભાના ઉમેદવાર સામે 45 દિવસ સુધી ક્ષત્રિય સમાજે અસ્મીતા આંદોલન ચલાવ્યું હતું જેમાં જુદા જુદા સમાજે ટેકો જાહેર કરી આંદોલનમાં જોડાયા હતાં. 45 દિવસ સુધી ચાલેલા આંદોલનમાં ક્ષત્રિય સમાજનાં ટેકામાં એક પણ ડાયરાના કલાકારો આવ્યા નહોતા જેના કારણે સોશ્યલ મીડિયામાં ‘બોય કોટ ડાયરા’ના મેસેજ વાયરલ થયા હતાં.

ક્ષત્રિય સમાજનું આંદોલન મતદાન પૂર્ણ થતાં જ પુરુ થઈ ગયું છે ત્યારે હવે ક્ષત્રિય સમાજે એક નવો ચીલો પાડયો છે જેમાં ડાયરા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી કલાકારો પાછળ ઘોર કરવાના બહાને લાખો રૂપિયા ઉડાવી દેતા હોય છે. જે રૂપિયા અને સમયનો વ્યય થતો હોવાનું અને કલાકારો ખરા ટાણેજ ક્ષત્રિય સમાજની બાજુમાં ઉભો નહીં રહેતાં હવે ડાયરા બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ક્ષત્રિય સમાજ દ્વારા સોશ્યલ મીડિયાના તમામ ગ્રુપમાં લોકડાયરા પાછળ પૈસાનો વ્યય કરવાને બદલે હવે રાજપૂત સમાજની સામાજિક સંસ્થાઓ અને કન્યા કેળવણી પાછળ ખર્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ડાયરાના બદલે લાખો રૂપિયા સામાજિક સંસ્થાઓને દાન કરવાની પહેલ કરવામાં આવી છે જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં ટૂંક સમયમાં ક્ષત્રિય સમાજની કન્યાઓ માટે સંકુલ પણ બનાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

વેપારીઓને ૧૦ રૂપિયાનો સિક્કો નાણાંકીય વ્યવહારમાં સ્વીકારવા જિલ્લા કલેક્ટર ની તાકીદ

નાગરિકોને પણ રોજીંદા વ્યવહારમાં ૧૦ રૂપિયાના સિક્કાનો ચલણ તરીકે લેવડ-દેવડ કરવા જિલ્લા વહિવટી તંત્રની અપીલ : , ચલણી નાણાનો અસ્વીકાર એ કાયદેસરનો ગુનો

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નાણાકીય વ્યવહારમાં ૧૦ રૂપિયાના સિક્કાનો ચલણ તરીકે ઉપયોગ બંધ થઈ ગયો હતો. જે બાબત જિલ્લા કલેક્ટર  કે.બી. ઝવેરીના ધ્યાને આવતા તેમના દ્વારા મોરબી જિલ્લામાં ૧૦ રૂપિયાના સિક્કાને ચલણ તરીકે સ્વીકારવા અને ઉપયોગ કરવા કડક સુચના આપવામાં આવી છે.

આ બાબતે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં અને ખાસ કરીને મોરબી શહેરમાં રૂ.૧૦ ની તંગી પ્રવર્તમાન હતી. આ બાબત જ્યારે મારા ધ્યાન પર આવી ત્યારે નાણા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીની મદદથી મોરબી ખાતે અઠવાડિયા પૂર્વે દિવસ ૫૦ લાખ રૂપિયાની રૂ.૧૦ ની નોટ આવી અને હાલ વધુ ૩૦ લાખ રૂપિયાની રૂ.૧૦ ની નોટ આવી. મોરબી સ્ટેટ બેન્કની ટ્રેઝરી કેશમાં ૭૫ લાખ રૂપિયાના રૂ.૧૦ ના સિક્કા પડેલા છે. ૧૦ રૂપિયાના સિક્કા એ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ટેન્ડર કરંસીથી ચલણમાં મુકેલું અને હાલ અસ્તિત્વમાં હોય એવું નાણું છે જેથી તેને સ્વીકરવા માટે કોઈ ના પાડી શકે નહીં.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું મોરબી શહેર અને જિલ્લાના તમામ લોકોને વિનંતી કરું છું કે, ૧૦ રૂપિયાના સિક્કા આપ સ્વીકારો, દરેક વેપારીઓ આ ૧૦ રૂપિયાના સિક્કા સ્વીકારે અને દરેક બેંક પણ આ ૧૦ રૂપિયાના સિક્કા સ્વીકારે. જો કોઈ નાગરિક પાસેથી વેપારી કે વેપારી પાસેથી બેંક ૧૦ નો સિક્કો ન સ્વીકારે તો પણ વહીવટી તંત્રના ધ્યાને મૂકો. ભારતીય ચલણી નાણું કે, જે અસ્તિત્વમાં હોય તેને સ્વીકારવા કોઈ ના પાડે તો તે કાયદેસરનો ગુનો બને છે. જિલ્લા વહીવટી તંત્ર વતી હું સૌને વિનંતી કરું છું કે, આપણી પાસે રૂપિયા ૧૦ના સિક્કાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. જ્યારે આખા દેશમાં આ સિક્કા ચાલે છે તો મોરબીમાં કેમ ન ચાલે? સૌ સાથે મળી ૧૦ રૂપિયા ના સિક્કાની લેવડ-દેવડ કરશે તો આ પ્રશ્ન તાત્કાલિક ઉકેલાઈ જશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રૂ.૧૦ની નોટનું કોઈ સંગ્રહ ન કરે. ઉપરાંત તેની ક્યાંય બ્લેક માર્કેટિંગ ન થાય તેની પણ વહીવટી તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવી રહી છે. જો કોઈ વેપારી દસ રૂપિયાના સિક્કા ન સ્વીકારે તો મામલતદાર કચેરી, પ્રાંત અધિકારીની કચેરી, ચીટનીશ ટુ કલેક્ટર તેમજ ડેપ્યુટી કલેક્ટર ને જાણ કરવા પણ કલેક્ટર  દ્વારા જણાવવામાં આવ્યું છે.

મોરબી શહેર જીલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો કારખાનેદારો વગેરેને નુકશાન

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી તેવામાં ગઇકાલે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ભાર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો અને ભર ઉનાળે ચોમાસામાં હોય તેવા કાળા ડિબાગ વાદળો આકાશમાં જોવા મળી રહ્યા છે અને આજે જુદાજુદા વિસ્તારમાં ધોધમાર વરસાદ ભારે પવન સાથે પડ્યો હતો જેથી કરીને ખેડૂતો, કારખાનેદારો વિગેરેને નુકશાન થયેલ છે અને તોતિંગ વૃક્ષ અને હોર્ડીંગ ધરાશાયી થઈ ગયા હતા

ગઈકાલે સોમવારે સાંજના 5:00 વાગ્યાના અરસામાં મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા વાદળ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને જુદા જુદા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો હતો અને ભારે પવન સાથે પહેલા ધૂળની ડમરી ઉડી હતી અને ત્યાર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ચોમાસામાં હોય તેવો વરસાદ શરૂ થયો હતો જેથી કરીને કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

ખેડૂતોના ખેતરોમાં પડેલ જણસ ઉપર કમોસમી વરસાદનું પાણી પડતાં તેઓને નુકશાન થયેલ છે અને કેટલાક વિસ્તારમાં કરા પડ્યા હતા તેમજ ઓદ્યોગીક વિસ્તારમાં ભારે પવનના લીધે કેટલાક કારખાનામાં પાતર ઉડવા લાગ્યા હતા અને મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયેલ છે જેમાં માળીયા 9 એમએમ, મોરબી 8 એમએમ, ટંકારા 5 એમએમ, હળવદ 18 એમએમ અને વાંકાનેર 4 એમએમ વરસાદ નોંધાયેલ છે મોરબી જિલ્લાના જુદાજુદા ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને કેટલાક નીચાણ વાળા વિસ્તારોમાં કમોસમી વરસાદમાં પણ પાણી ભરાઈ ગયું હતું

જેથી કરીને ભર ઉનાળે કમોસમી વરસાદના કારણે ચોમાસા જેવી પરિસ્થિતી ઊભી થયેલ હતી તેની સાથોસાથ કેટલીક જગ્યાએ ખેડૂતોના તૈયાર પાકને પણ ક્યાંકને ક્યાંક નુકસાની થયેલ છે અને કારખાનામાં પતરા ઊડ્યાં છે અને તોતિંગ વૃક્ષ અને હોર્ડીંગ તૂટી ગયેલ છે તેવી પણ માહિતી લોકો પાસેથી મળી રહી છે.

માવઠાના કારણે થયેલા નુકસાનનો સરવે કરવા કૃષિમંત્રીનો આદેશ

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ, 17 મે બાદ નુકસાનીનો રિપોર્ટ આવશે

કમોસમી વરસાદના કારણે રાજ્યમાં અનેક ખેડૂતોને નુકસાન થયું છે. રાજ્ય સરકારે માવઠાથી ખેતીને થયેલા નુકસાનનો સર્વે કરવાના આદેશ પણ આપી દીધા હતા. કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂૂ કરવાની સૂચના આપવામાં આવી છે. માવઠાની આગાહીને લઇને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરાઇ હોવાની માહિતી પણ તેમણે આપી હતી.

કૃષિ મંત્રીએ ખેતીવાડી વિભાગને માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવાની સૂચના આપી દીધી છે.

કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોને સતર્ક રહેવા અપીલ કરાઇ છે. ખેડૂતોને ખેતીપાકોને ઢાંકીને રાખવા કૃષિ વિભાગે સૂચના આપી હતી. 17 મે બાદ નુકસાનીનો રિપોર્ટ આવવાની શક્યતા છે.

માવઠાથી ખેતી પાકોને વ્યાપક નુકસાનીનો અંદાજ છે. મુખ્યમંત્રીએ ગતરાત્રિના રોજ ઉચ્ચ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. કૃષિમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં ઉદભવેલી સ્થિતિ અંગે સરકાર ચિંતિત છે.

માવઠાથી નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવાની કોંગ્રેસે માંગ કરી હતી. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરી હતી. ચાવડાએ કહ્યું હતું કે કમોસમી વરસાદથી ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થયુ છે. સર્વે માત્ર કાગળ પર નહીં પણ વળતર ચૂકવામાં આવે. ગત વર્ષમાં નુકસાનીની સહાય પણ હજુ સુધી ચૂકવવામાં આવી નથી.

વારંવાર કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થાય છે.હજુ પણ 24 કલાક તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. કેરીના ઉત્પાદન માટે ખેડૂતોને વીઘા દીઠ બે હજાર રૂૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જોકે માવઠુ વરસતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. એક તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું હતું. તેમાંય હવે માવઠુ વરસતા ઉત્પાદનમાં વધુ ઘટાડાનો અંદાજ છે. કેરી પકવતા ખેડૂતોએ સરકાર તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરી છે.

LATEST NEWS

error: Content is protected !!