સોરઠ કડવા પાટીદાર પરિવાર દ્વારા તારીખ 19મેને રવિવારના રોજ માનવ મંદિર, લજાઈ, મોરબી ખાતે પ્રથમ સ્નેહ મીલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સાંજે 4 કલાકે પરિવારનું આગમન, સાંજે 5 થી 5:15 કલાકે દિપ પ્રાગટ્ય, સાંજે 5:15 થી 5:30 કલાકે સ્વાગત ગીત, 5:30 થી 6 કલાકે પ્રારણાત્મક સંવાદ, સાંજે 6 થી 7 કલાક દરમ્યાન સન્માન સમારોહ, સાંજે 7 થી 7:15 કલાક દરમ્યાનમાં ઉમા આરાધના, તેમજ સાંજે 7:15 થી 8:15 કલાકે સ્ત્રીઓ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પછી 7:15 થી 9:30 કલાક દરમ્યાન ભોજન સમારંભનું આયોજન કરાયું છે. રાત્રે 9:30 કલાકે સ્નેહ સાથે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે સરદાર પટેલ કન્યા કેળવણી મંડળ તથા ઉમિયા સંસ્કારધામ મોરબી તરફથી પ્રમુખ બેચર ભાઇ હોથી, ત્રમ્બકભાઈ પટેલ, એ કે પટેલ, ઉમિયા સમાધાન પંચ તથા મેરેજ બ્યુરો મોરબી તરફથી પ્રમુખ લીંબાભાઇ મસોત, ડો. જી. પી. ભાલોડિયા, સમૂહ લગ્ન સમિતિ મોરબી જિલ્લા તરફથી પ્રમુખ મનુભાઈ કૈલા, કડવા પાટીદાર સમાજ તથા સમૂહ લગ્ન સમિતિ ટંકારા પ્રમુખ પંચાંણભાઈ પટેલ, ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ મોરબી તરફથી સંયોજક ભાણજીભાઈ આદ્રોજા, પટેલ વિદ્યાર્થી ભુવન (જોધપર) મોરબી તરફથી પ્રમુખ જયંતીભાઈ જયેશભાઈ પટેલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.

































































