મોરબી શહેર જીલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો કારખાનેદારો વગેરેને નુકશાન

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી તેવામાં ગઇકાલે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ભાર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો અને ભર ઉનાળે ચોમાસામાં હોય તેવા કાળા ડિબાગ વાદળો આકાશમાં જોવા મળી રહ્યા છે અને આજે જુદાજુદા વિસ્તારમાં ધોધમાર વરસાદ ભારે પવન સાથે પડ્યો હતો જેથી કરીને ખેડૂતો, કારખાનેદારો વિગેરેને નુકશાન થયેલ છે અને તોતિંગ વૃક્ષ અને હોર્ડીંગ ધરાશાયી થઈ ગયા હતા

ગઈકાલે સોમવારે સાંજના 5:00 વાગ્યાના અરસામાં મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા વાદળ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને જુદા જુદા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો હતો અને ભારે પવન સાથે પહેલા ધૂળની ડમરી ઉડી હતી અને ત્યાર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ચોમાસામાં હોય તેવો વરસાદ શરૂ થયો હતો જેથી કરીને કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

ખેડૂતોના ખેતરોમાં પડેલ જણસ ઉપર કમોસમી વરસાદનું પાણી પડતાં તેઓને નુકશાન થયેલ છે અને કેટલાક વિસ્તારમાં કરા પડ્યા હતા તેમજ ઓદ્યોગીક વિસ્તારમાં ભારે પવનના લીધે કેટલાક કારખાનામાં પાતર ઉડવા લાગ્યા હતા અને મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયેલ છે જેમાં માળીયા 9 એમએમ, મોરબી 8 એમએમ, ટંકારા 5 એમએમ, હળવદ 18 એમએમ અને વાંકાનેર 4 એમએમ વરસાદ નોંધાયેલ છે મોરબી જિલ્લાના જુદાજુદા ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને કેટલાક નીચાણ વાળા વિસ્તારોમાં કમોસમી વરસાદમાં પણ પાણી ભરાઈ ગયું હતું

જેથી કરીને ભર ઉનાળે કમોસમી વરસાદના કારણે ચોમાસા જેવી પરિસ્થિતી ઊભી થયેલ હતી તેની સાથોસાથ કેટલીક જગ્યાએ ખેડૂતોના તૈયાર પાકને પણ ક્યાંકને ક્યાંક નુકસાની થયેલ છે અને કારખાનામાં પતરા ઊડ્યાં છે અને તોતિંગ વૃક્ષ અને હોર્ડીંગ તૂટી ગયેલ છે તેવી પણ માહિતી લોકો પાસેથી મળી રહી છે.