Tuesday, March 18, 2025
HomeFeatureમોરબી જિલ્લામાં આગામી 5 દિવસ 41થી 42 ડીગ્રી તાપમાન રહેશે: 15 જૂનથી...

મોરબી જિલ્લામાં આગામી 5 દિવસ 41થી 42 ડીગ્રી તાપમાન રહેશે: 15 જૂનથી ચોમાસુ બેસસે

મોરબી જીલ્લામાં આગામી તા.૧૮થી તા.રર મે દરમિયાન સૂકું, ગરમ અને અંશત: થી મધ્યમ વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે.આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૪૧-૪૨ ડીગ્રી સેલ્સીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૪-૨૫ ડીગ્રી સેલ્સીયસ જેટલું રહેવાની સંભાવના છે.

આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૩૫-૭૬ અને ૧૪-૨૫ ટકા રહેશે. પવનની દિશા વાયવ્ય અને પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ સ થી ૨૭ કીમી/કલાક રહેવાની શક્યતા છે. તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જણાવાયુ છે. આ સાથે તકેદારીના શુ પગલાં લેવા તે પણ જાહેર કરવામાં આવ્યું છે.

આકરા તાપમાં બપોરના સમયે બહાર નીકળવું નહિ. પુષ્કળ પાણી પીવું. વસ્સી, છાશ, લીંબુ સરબત,મોસંબી તથા અન્ય ફળના જ્યુસ પીવું, હલકા સુતરાઉ કપડા પહેરવા અને માથા પર સફેદ ટોપી પહેરવી.

15 જુનની આસપાસ ચોમાસાની શરૂઆત

દેશમાં સૌથી પહેલા ચોમાસુ કેરળ રાજયમાં પ્રવેશ કરે છે. કેન્દ્રીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ વર્ષે હવામાન વિભાગે કેરળમાં 1 જુનના બદલે એક દિવસ અગાઉ એટલે કે, 31 મેથી ચોમાસુ શરૂ થવાની આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જુનથી થતી હોય છે. તેવામાં ખેડુતો 14 જુન બાદ વાવણીની શરૂઆત કરતા હોય છે. આ વર્ષે પણ સમયસર ચોમાસુ રાજયમાં પ્રવેશે તેવી શકયતા છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ગઈકાલે સતત ત્રીજા દિવસે ઝડપી પવન સાથે કમૌસમી વરસાદનો દૌર યથાવત રહ્યો હતો. ગઈકાલે સૌરાષ્ટ્રમાં, અમરેલી પંથક, મોરબી અને જામનગરમાં મિનીવાવાઝોડા જેવા પવન સાથે હળવા ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતાં.જામનગર શહેર કમૌસમી વરસાદની મીની વાવાઝોડા સમો પવન ફૂંકાયો હતો.

ગુરૂવારે સવારથી અસહ્ય ઉકળાટ બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો.શહેરમાં તોફાની પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી.બહુમાળી ઈમારતનો સાઈન બોર્ડ પર ધ્રુજી ઉઠયા હતા.જયારે લાલપુરમાં બપોરે શરૂ થયેલા હળવા ભારે વરસાદી ઝાપટાઓએ માર્ગો પર પાણી વહાવ્યા હતા. તો જિલ્લા જોડિયા,ધ્રોલ,જામજોધપૂર, કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદના વાવડ મળ્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!