Home Blog Page 4

મતદાનના દિવસે દુકાનો, સંસ્થાઓના કર્મચારીઓને રજા આપવાનો આદેેશ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત તા.07/05/2024 મંગળવારનાં રોજ મતદાન થનાર છે. સંયુકત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્યના પત્ર ક્રમાંક: ઈએલીસી/1024/115(2)/છ તા.10/04/2024 અનુસાર મતદાનના દિવસે જાહેર રજા કે રવિવારનો દિવસ ન હોય તો મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વટાઉખત અધિનિયમ-1881ની જોગવાઈઓ લાગુ પડતી ન હોય તેવી દુકાનો અને સંસ્થાઓ માટે ગુજરાત દુકાનો અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, 2019 ની કલમ 18 હેઠળ મતદાનના દિવસે રજા જાહેર કરવાની થાય છે.

ઉપરોક્ત વિગતે રાજકોટ શહેર વિસ્તારમાં તા.07/05/2024ના રોજ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી વટાઉખત અધિનિયમ-1881ની જોગવાઈઓ લાગુ પડતી ન હોય તેવી દુકાનો અને સંસ્થાઓના કામદારો, શ્રમયોગીઓ તથા રોજમદાર છુટક તથા પરચુરણ કામ કરતા તમામ કર્મચારીઓને, ગુજરાત દુકાનો અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, 2019ની કલમ 18 હેઠળ મતદાનના દિવસે રજા અને વેતન માટે હક્કદાર રહેશે.

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 9મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યની દરેક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. આ વેકેશન રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં રહેશે.

શિક્ષણ વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યભરની શાળાઓમાં 9 મે 2024થી 12 જૂન 2024 સુધી ઉનાળુ વેકેશન રહેશે. એટલે કે વિદ્યાર્થીઓને કુલ 35 દિવસનું ઉનાળુ વેકેશન મળશે. ઉનાળુ વેકેશન બાદ રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે.

13 જૂનથી રાજ્યભરની શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ જશે. નોંધનીય છે કે રાજ્યભરમાં શાળાઓમાં દિવાળી અને ઉનાળુ વેકેશન આપવામાં આવે છે. ઉનાળુ વેકેશન મુખ્ય પરીક્ષા બાદ આવે છે. ત્યારબાદ દરેક શાળામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થાય છે.

ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ હરિપર ગામે લોકોને મતદાનનું મહત્વ સમજાવવા ચુનાવ પાઠશાળાનું આયોજન કરાયું

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.

સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના  ભાગરૂપે ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ હરિપર ગામે ચુનાવ પાઠશાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અન્વયે નાગરિકો પોતે પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવી અપીલ કરવામાં આવી હતી.

મોરબીમાં ચાલતી શ્રીરામ સે રાષ્ટ્રકથામાં અંજલીબેન આર્યકથાનું રસપાન કરાવશે

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષથી કાર્યરત માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ભારત માતા મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેના લાભાર્થે મોરબીના આંગણે પ્રથમ વખત શ્રીમદ વાલ્મીકીકૃત રામકથા શ્રી રામ સે રાષ્ટ્રકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે રાતે અંજલીબેન આર્ય કથાનું રસપાન કરાવશે.

મોરબીના રવાપર તથા એસપી રોડની વચ્ચે અવધપુરી સનસિટી ગ્રાઉન્ડ ખાતે ગત તા 25 થી શ્રી રામ સે રાષ્ટ્રકથાનું આયોજન કરવામાં આવ્યું છે .

જેમાં આગામી 1 મે સુધી ચાલવાની છે આ કથામાં ડો. એન.પી. સિંહ (નિવૃત્ત આઈએએસ), સવજીભાઈ ધોળકીયા, ડો. જયંતિભાઈ ભાડેસિયા, નકલંક મંદિર બગથળાના મહંત દામજી ભગત, સ્વામી પરમાર્થદેવજી, મનસુખભાઈ સુવાગીયા સહિતના આગેવાનો આવ્યા હતા અને ત્યારે આજે મોરબીના લોકોને હરિયાણાના વેદ વિદુષી વક્તા અંજલીબેન આર્ય કથાનું મોરબીના લોકોને રસપાન કરાવશે અને આ કથા દરરોજ રાત્રે 8:30 થી 11:30 સુધી ચાલે છે જેથી કરીને કથાનો લાભ લેવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપેલ છે.

મતદાન મહાદાન મોરબીમાં મતદાન કરો અને કોઈપણ દવા ઉપર મેળવો ૫ થી ૧૦ ટકાની છૂટ

મતદાન જાગૃતિ અર્થે જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ મોરબી મેડિકલ એસોસિએશનનો જનહિતમાં નિર્ણય

મોરબી જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત ચાલી રહેલી કામગીરીમાં મોરબી જિલ્લાના વિવિધ એસોસિએશન પણ જોડાઈ રહ્યા છે. ત્યારે મોરબીના કેમિસ્ટ & ડ્રગિસ્ટ મેડિકલ એસોસિએશન દ્વારા મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કરતો એક નિર્ણય લેવામાં આવ્યો છે. જે અન્વયે મેડિકલ એસોસિએશન હેઠળની મોરબી જિલ્લાની તમામ મેડિકલ્સમાં મતદાનના દિવસે મતદાન કરી આવનાર વ્યક્તિઓને દવાઓ ઉપર ૫ થી ૧૦% નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આ બાબતે કેમિસ્ટ & ડ્રગિસ્ટ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને શક્તિ મેડિકલના માલિકશ્રી મેઘરાજ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં જ્યારે ચૂંટણીપર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણા ગુજરાતમાં પણ ૭ મી મેના રોજ ચૂંટણી અન્વયે મતદાન યોજનાર છે. ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.બી. ઝવેરી દ્વારા મોરબી મેડિકલ એસોસિએશનને મતદારોને આકર્ષવા માટે ખાસ ઓફર બનાવવા હાકલ કરી હતી.

જેથી વધુ મતદારોને મતદાન માટે જાગૃત કરવા અમારું કેમિસ્ટ & ડ્રગિસ્ટ મેડિકલ એસોસિએશન પણ ચૂંટણી તંત્રની આ પહેલમાં જોડાયું છે. અમારા સમગ્ર મેડિકલ એસોસિયેશન દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે, મતદાનના દિવસે ૭ મેના રોજ જે લોકો મતદાન કરીને આવે અને તેમની આંગળી પર નિશાન બતાવે તેમને ૫ થી ૧૦ ટકા ડિસ્કાઉન્ટ તમામ મેડિકલમાં આપવામાં આવશે જેથી મોરબી જિલ્લાવાસીઓ વધુને વધુ મતદાન કરે એ જ અમારી અભ્યર્થના. આ પહેલ અંતર્ગત મોરબી મેડિકલ એસોસિએશન દ્વારા પણ જિલ્લામાં મતદારોને વધુને વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

LATEST NEWS

error: Content is protected !!