Home Blog Page 1510

બોર્ડનું 12 સાયન્સનું 71.90 % મોરબીનુ 84.02 % પરિણામ જાહેર

ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમનું પરિણામ વધુ

 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.12 સાયન્સની પરીક્ષાનું  આજે  71.90 % જાહેર થઈ ગયું છે. બોર્ડે ધો.12 સાયન્સના પરિણામની સાથે ગુજકેટનું પરિણામ તથા ધો.12 સાયન્સ સેમેસ્ટર પદ્ધતિનું પરિણામ પણ એકસાથે જ જાહેર કરવાની જાહેરાત કરી હતી. આ પરિણામ ગત વર્ષ કરતાં એક ટકો ઓછું છે. આ પરિણામમાં 71.83 ટકા છોકરાઓ અને 72.01 ટકા છોકરીઓ પાસ થતા ફરી એકવાર બોર્ડના પરિણામમાં છોકરીઓએ મેદાન માર્યું છે. જ્યારે આ વર્ષે પણ ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમનું પરિણામ વધુ આવ્યું છે.

મોરબી શહેરની વાત કરીએ તો મોરબી સેન્ટરનું 81.44% પરિણામ જાહેર થયું છે.આ પરિણામ સાથે A-1ગ્રેડમાં કુલ 3 વિદ્યાર્થી ઉતીર્ણ થયાછે.જયારે A-2 ગ્રેડમાં 96 વિદ્યાર્થી ઉતીર્ણ થયા છે.

………………………… Advertisements …………………………….

મોરબી: એબીવીપી અને ખાનગી શાળાના સંચાલકોનો પ્રેરણાદાયી નિર્ણય

શાહિદ વીર જવાનોના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અપાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી જિલ્લામાં રહેતા કોઈ પણ જવાન માતૃભૂમિની રક્ષા કાજે વીરગતિ પામે તો એમના બાળકોને સેલ્ફ ફાયનાન્સ શાળામાં નિઃશુલ્ક અભ્યાસાર્થે મુકવાનો પ્રેરણાદાયી નિર્ણય લઈને અન્યો માટે એક નવો રાહ ચીંધ્યો છે. આ માટે મોરબી એબીવીપીના મંત્રી મનદીપસિંહ ઝાલાને મોરબી સેલ્ફ ફાયનાન્સ શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજાએ તમામ ખાનગી શાળા વતી ખાત્રી આપી છે. દેશના વીરગતિ પામેલા જવાનોના પરિવાર માટે ખાનગી શાળાઓ પ્રસંગોપાત આગળ આવે જ છે પરંતુ શહીદોના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે લેવાયેલા આ પગલાંની ચોમેર પ્રસંશા થઈ રહી છે. અન્ય જિલ્લાઓની સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોને દેશ પ્રત્યે પોતાનું ઋણ ચૂકવવાનું એક ઉદાહરણીય દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. ઓમ શાંતિ વિદ્યાલય, શનાળા રોડ મોરબી ખાતેથી મનોજભાઈ ઓગણજા મો.નં. 9879116485, મનદીપસિંહ ઝાલા મો.નં. 7567506810, સંદીપસિંહ જાડેજા મો.નં. 8347299946 તેમજ પ્રતિપાલસિંહ જાડેજા મો.નં. 7575040140 પર વધુ જાણકારી માટે સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. દિવ્યક્રાંતિ મીડિયા ગ્રુપ આ પ્રેરણાદાયી નિર્ણય બાદલ સૌ શાળા સંચાલકોને અભિનંદન પાઠવે છે.

………………………… Advertisements …………………………….



મોરબી: શૂરવીર મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિ ઉજવાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી શહેરમાં રાજપૂત કરણી સેના તથા રાજપૂત સમાજ અને રાજપુત યુવા સંઘ મોરબી દ્વારા આવતી કાલે 9-5-19 ના રોજ શૂરવીર મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયતિની ઉજવણી કરવાનું આયોજન કરેલ છે. કાલે સવારે 9-45 વાગ્યે સામાકાંઠે હાઉસિંગ બોર્ડ પાસેના મહારાણા સર્કલ.ખાતેની મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને ફુલહાર કરી ભાવવંદના કરાશે. મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયતીની ઉજવણીમાં દરેક ક્ષત્રિય સમાજના લોકોને સહભાગી બનવા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.



………………………… Advertisements ………………………………..



મોરબી: પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી

મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા : ભવ્ય શોભાયાત્રા નીકળી

દિવ્યક્રાંતિ ન્યુઝ, મોરબીમાં પરશુરામ દાદાની જન્મજયતિની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ દાદાની જન્મજયતિ નિમિતે ભૂદેવો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ભુદેવોએ જોડાઈને પોતાના આરાધ્ય દેવના જન્મોત્સવને હર્ષભેર મનાવ્યો હતો.

………………………… Advertisements ………………………………..

અખાત્રીજ 2019: 16 વર્ષ બાદ બની રહ્યો છે અદ્ભૂત સંયોગ, થશે ખૂબ જ ફાયદો

સોના પ્રત્યે ભારતીયોનો મોહ કોઈનાથી છુપાયેલો નથી. આ કિંમતી ધાતુ ખરીદવા માટે આખા વર્ષમાં જે પવિત્ર અવસરની આપણે રાહ જોઈએ છે, તે આવી ચુક્યો છે. આ ખાસ તિથિ પર સોનાના વિક્રમી વેચાણ માટે અનેક સ્કીમો સાથો સોનાના વેપારીઓ પણ તૈયાર છે.

મંગળવારે અખાત્રીજ છે. આ અખાત્રીજ પર ખૂબ જ શુભ સંયોગ સર્જાયો છે. સ્થિર યોગ તેને ખાસ બનાવે છે. 16 વર્ષ બાદ આ સ્થિતિ આવી છે. જેના કારણે આ વખતે ખૂબ જ ફાયદો થશે.

સોનું ખરીદવા માટે ઉત્તમ મુહૂર્ત
અખાત્રીજને સોનું ખરીદવા માટે વણજોયું મુહૂર્ત છે. લોકો ઘરમાં બરકત રહે એટલા માટે આ દિવસે સોના કે ચાંદીની લક્ષ્મીની ચરણ પાદુકા લાવીને તેની પૂજા કરે છે. આ દિવસે દાનનું પણ અનેરું મહત્વ છે, અને એટલે જ આ દિવસે લગ્ન પણ કરવામાં આવે છે.

ભાગ્યની વૃદ્ધિનું સૂચક
અક્ષય તૃતિયાને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. વૈદિક ગ્રંથ અને પુરાણો અનુસાર ત્રેતા યુગનો આરંભ અખાત્રીજના દિવસથી જ થયો હતો. લોકોને એવો પણ વિશ્વાસ છે કે આ દિવસે ખરીદવામાં આવેલા સોના પર પાર ગ્રહની દ્રષ્ટિ નથી પડતી.

16 વર્ષ બાદ અદ્ભૂત સંયોગ
આ વખતે અખાત્રીજના દિવસે 16 વર્ષ પછી સૂર્ય, શુક્ર, રાહુ અને ચંદ્ર ઉચ્ચ રાશિ વૃષમાં પ્રવેશ કરી રહ્યા છે. અને સાથ આ જ દિવસે ભગવાન પરશુરામનો અવતાર દિવસ અને ત્રેતા યુગની શરૂઆતનો પણ દિવસનો પણ સંયોગ બની રહ્યો છે. છેલ્લે આવો સંયોગ વર્ષ 2003માં બન્યો હતો. જેથી આ અખાત્રીજ ખાસ છે.




…………………………………………………… Advertisements ……………………………………………



LATEST NEWS

error: Content is protected !!