મોરબી: એબીવીપી અને ખાનગી શાળાના સંચાલકોનો પ્રેરણાદાયી નિર્ણય

શાહિદ વીર જવાનોના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અપાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી જિલ્લામાં રહેતા કોઈ પણ જવાન માતૃભૂમિની રક્ષા કાજે વીરગતિ પામે તો એમના બાળકોને સેલ્ફ ફાયનાન્સ શાળામાં નિઃશુલ્ક અભ્યાસાર્થે મુકવાનો પ્રેરણાદાયી નિર્ણય લઈને અન્યો માટે એક નવો રાહ ચીંધ્યો છે. આ માટે મોરબી એબીવીપીના મંત્રી મનદીપસિંહ ઝાલાને મોરબી સેલ્ફ ફાયનાન્સ શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજાએ તમામ ખાનગી શાળા વતી ખાત્રી આપી છે. દેશના વીરગતિ પામેલા જવાનોના પરિવાર માટે ખાનગી શાળાઓ પ્રસંગોપાત આગળ આવે જ છે પરંતુ શહીદોના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે લેવાયેલા આ પગલાંની ચોમેર પ્રસંશા થઈ રહી છે. અન્ય જિલ્લાઓની સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોને દેશ પ્રત્યે પોતાનું ઋણ ચૂકવવાનું એક ઉદાહરણીય દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. ઓમ શાંતિ વિદ્યાલય, શનાળા રોડ મોરબી ખાતેથી મનોજભાઈ ઓગણજા મો.નં. 9879116485, મનદીપસિંહ ઝાલા મો.નં. 7567506810, સંદીપસિંહ જાડેજા મો.નં. 8347299946 તેમજ પ્રતિપાલસિંહ જાડેજા મો.નં. 7575040140 પર વધુ જાણકારી માટે સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. દિવ્યક્રાંતિ મીડિયા ગ્રુપ આ પ્રેરણાદાયી નિર્ણય બાદલ સૌ શાળા સંચાલકોને અભિનંદન પાઠવે છે.

………………………… Advertisements …………………………….