અખાત્રીજ 2019: 16 વર્ષ બાદ બની રહ્યો છે અદ્ભૂત સંયોગ, થશે ખૂબ જ ફાયદો

સોના પ્રત્યે ભારતીયોનો મોહ કોઈનાથી છુપાયેલો નથી. આ કિંમતી ધાતુ ખરીદવા માટે આખા વર્ષમાં જે પવિત્ર અવસરની આપણે રાહ જોઈએ છે, તે આવી ચુક્યો છે. આ ખાસ તિથિ પર સોનાના વિક્રમી વેચાણ માટે અનેક સ્કીમો સાથો સોનાના વેપારીઓ પણ તૈયાર છે.

મંગળવારે અખાત્રીજ છે. આ અખાત્રીજ પર ખૂબ જ શુભ સંયોગ સર્જાયો છે. સ્થિર યોગ તેને ખાસ બનાવે છે. 16 વર્ષ બાદ આ સ્થિતિ આવી છે. જેના કારણે આ વખતે ખૂબ જ ફાયદો થશે.

સોનું ખરીદવા માટે ઉત્તમ મુહૂર્ત
અખાત્રીજને સોનું ખરીદવા માટે વણજોયું મુહૂર્ત છે. લોકો ઘરમાં બરકત રહે એટલા માટે આ દિવસે સોના કે ચાંદીની લક્ષ્મીની ચરણ પાદુકા લાવીને તેની પૂજા કરે છે. આ દિવસે દાનનું પણ અનેરું મહત્વ છે, અને એટલે જ આ દિવસે લગ્ન પણ કરવામાં આવે છે.

ભાગ્યની વૃદ્ધિનું સૂચક
અક્ષય તૃતિયાને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. વૈદિક ગ્રંથ અને પુરાણો અનુસાર ત્રેતા યુગનો આરંભ અખાત્રીજના દિવસથી જ થયો હતો. લોકોને એવો પણ વિશ્વાસ છે કે આ દિવસે ખરીદવામાં આવેલા સોના પર પાર ગ્રહની દ્રષ્ટિ નથી પડતી.

16 વર્ષ બાદ અદ્ભૂત સંયોગ
આ વખતે અખાત્રીજના દિવસે 16 વર્ષ પછી સૂર્ય, શુક્ર, રાહુ અને ચંદ્ર ઉચ્ચ રાશિ વૃષમાં પ્રવેશ કરી રહ્યા છે. અને સાથ આ જ દિવસે ભગવાન પરશુરામનો અવતાર દિવસ અને ત્રેતા યુગની શરૂઆતનો પણ દિવસનો પણ સંયોગ બની રહ્યો છે. છેલ્લે આવો સંયોગ વર્ષ 2003માં બન્યો હતો. જેથી આ અખાત્રીજ ખાસ છે.




…………………………………………………… Advertisements ……………………………………………