Home Blog Page 1135

કોરોનાની રસીનાં બે ડોઝ લીધા બાદ નાસિકનાં વૃદ્ધનું શરીર ચુંબક બની ગયાનો વિડીયો વાઇરલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-06-2021

મહારાષ્ટ્રના નાસિકના વૃદ્ધ વ્યક્તિએ દાવો કર્યો છે કે, કોરોના રસીનો બીજો ડોઝ લીધા પછી તેના શરીરમાં ચુંબકીય શક્તિ ઉત્પન્ન થઈ છે. તેણે દાવો કર્યો છે કે, રસીનો બીજો ડોઝ લીધો ત્યારથી તેમના શરીરમાં સ્ટીલના વાસણો ચોંટી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, તેમના શરીરમાં લોખંડની જેમ સ્ટીલના વાસણો ચોંટી રહ્યા છે. આ અજીબોગરીબ કિસ્સો સામે આવ્યા બાદ તબીબોએ પણ તેની તપાસ શરૂ કરી દીધી છે.

નાસિકના 71 વર્ષનાં અરવિંદ જગન્નાથ સોનારાએ થોડા દિવસો પહેલા કોરોના રસીનો બીજો ડોઝ લીધો છે. વૃદ્ધ અરવિંદે દાવો કર્યો છે કે, જ્યારથી તેમણે કોરોના રસીનો બીજો ડોઝ લીધો ત્યારથી તેમના શરીરને ચુંબકીય શક્તિ મળી છે. નાસિકના શિવાજી ચોકમાં રહેતા અરવિંદ જગન્નાથે પોતાની વાત સાબિત કરવા માટે એક વીડિયો બનાવ્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં, ચમચી, નાની પ્લેટો અને ઘરનાં વાસણો અરવિંદના શરીરમાં ચોંટેલા જોવા મળે છે.

આ અંગે અરવિંદ જગન્નાથે કહ્યું કે, જ્યારે આ પહેલીવાર થયું ત્યારે લાગ્યું કે, પરસેવાના કારણે વાસણો શરીરમાં ચોંટી રહ્યા છે. તે પછી મેં સ્નાન કર્યું. પરંતુ જ્યારે તેણે ફરીથી વાસણ શરીર પર મૂક્યું ત્યારે તે ચોંટી જ ગયુ (વિડીયો માટે નીચે લિંક પર જુવો)

https://www.instagram.com/p/CP7j30NJwvu/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

https://www.instagram.com/p/CP7j30NJwvu/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

શ્રીલંકા પ્રવાસ પહેલા ભારતીય ટીમની જાહેરાત, શિખર ધવન કેપ્ટન, ચેતન સાકરીયા અને પડિક્કલને મળી તક

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

હવે RTO ટેસ્ટ આપ્યા વિના બની જશે ડ્રાઈવિંગ લાયસન્સ, જુઓ કેવી રીતે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-06-2021

જો તમે ડ્રાઈવિંગ લાયસન્સ (Driving License)બનાવવા અંગે વિચારી રહ્યા છો,અને આરટીઓ(RTO)ની ડ્રાઈવિંગ ટેસ્ટથી બચવા માંગો છો. ચો તમારા માટે આ સમાચાર રાહતના સાબિત થઈ શકે છે. હવે તમે ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વિના જ લાઈસન્સ કઠાવી શકો છો. તેના માટે તમારે માર્ગ પરિવહન મંત્રાલય (Ministry of Road Transport) પાસેથી માન્યતા પ્રાપ્ત કરેલ ડ્રાઈવિંગ ટેસ્ટ સેન્ટરમાંથી ટ્રેનિંગ લેવી ફરજીયાત છે. ત્યાર બાદ તમને ત્યાંથી એક સર્ટિફિકેટ આપવામાં આવશે. જેથી તમારે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવતા સમયે ટેસ્ટ આપવાની જરૂર નહિ પડે. આ માન્યતા પ્રાપ્ત કરેલા ટેર્નિંગ સેન્ટર 1 જુલાઈથી શરૂ કરી દેવમાં આવશે. રોડ મંત્રાલય દ્વારા આ અંગેના આદેશ જાહેર કરી દેવમાં આવ્યો છે.

માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર, દર વર્ષે દેશમાં થતા અકસ્માતોનું એક કારણ ટ્રેન થયેલા ડ્રાઇવરોનો અભાવ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં આશરે 22 લાખ ડ્રાઈવરોની અછત છે. આ ઉણપને પહોંચી વળવા અને માર્ગ અકસ્માતોને ઘટાડવા માર્ગ અને પરિવહન મંત્રાલયે નિર્દેશ નિર્દેશો મુજબ દેશભરમાં ડ્રાઇવર ટેનિંગ સેન્ટરો ખોલવાની મંજૂરી આપી દીધી છે. લોકો મંત્રાલયના ધોરણ અનુસાર કેન્દ્ર ખોલી શકે છે, જેમાં લોકોને તાલીમ આપી શકાય છે. તાલીમ લીધા બાદ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષણ પાસ કરનારાઓને કેન્દ્ર પ્રમાણપત્ર આપશે, જેના આધારે પરીક્ષણ આપ્યા વિના ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી શકાય.

ડ્રાઇવર તાલીમ કેન્દ્ર માટેની શરતો: તાલીમ કેન્દ્રને મેદાનમાં બે એકર જમીન અને ડુંગરાળ વિસ્તારોમાં એક એકર જમીનની જરૂર પડશે. એલએમવી અને એચએમવી બંને વાહનો માટે સિમ્યુલેટર ફરજિયાત રહેશે, જેના દ્વારા તાલીમ આપવામાં આવશે. અહીં બાયમેટ્રિક હાજરી અને ઇન્ટરનેટ માટે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી જરૂરી રહેશે. પાર્કિંગ, રિવર્સ ડ્રાઇવિંગ, ડાઉનહિલ ડ્રાઇવિંગ વગેરેની તાલીમ આપવા માટે ડ્રાઇવિંગ ટ્રેક ફરજિયાત રહેશે. આમાં સિદ્ધાંત અને વિભાજનના અભ્યાસક્રમો હશે. કેન્દ્રમાં સિમ્યુલેટરની સહાયથી હાઈવે, ગ્રામીણ વિસ્તારો, ભીડભાડ અને ગલીમાં ફરતા સ્થળોએ વરસાદ, ધુમ્મસ અને રાત્રે વાહનો ચલાવવાની તાલીમ આપવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

કોરોનાથી મરનારના પરિવારને 4 લાખ રૂપિયા સહાયની માંગ, SCનો આદેશ – 10 દિવસમાં નિર્ણય કરે કેન્દ્ર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-06-2021

સુપ્રીમ કોર્ટમાં બે વકીલ ગૌરવ કુમાર બંસલ અને રીપક કંસલ તરફથી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની ધારા 12માં આપદામાં મરનાર લોકો માટે સરકારી સહાયની જોગવાઇ છે

કેન્દ્રએ આજે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કોરોનાથી મરનાર લોકોના પરિવારને 4 લાખ રૂપિયા સહાય આપવાની માંગ પર સહાનુભૂતિ પૂર્વક વિચાર ચાલી રહ્યો છે. જલ્દી નિર્ણય કરવામાં આવશે. કેન્દ્રએ મૃત્ય પ્રમાણપત્રમાં મોતનું સાચું કારણ નોંધવાની માંગ ઉપર પણ જવાબ માટે સમય આપવાની વિનંતી કરી છે. કોર્ટે સરકારેને જવાબ આપવા માટે 10 દિવસનો સમય આપતા 21 જૂને આગામી સુનાવણીની કરી છે.

આ મામલા પર જસ્ટિસ અશોક ભૂષણ અને એમઆર શાહની બેન્ચે કેન્દ્ર સરકારને 24 મે ના રોજ નોટિસ જાહેર કરી હતી. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે સરકાર આ અરજીની વિરુદ્ધ નથી. મામલાને પૂરી સહાનુભૂતિ સાથે જોવામાં આવી રહ્યો છે. જેના પર જજોએ કહ્યું હતું કે બિહાર જેવા કેટલાક રાજ્યોએ પોતાની તરફથી 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જોકે અધિકતર રાજ્યોએ પોતાની નીતિ નક્કી કરી નથી.

સોલિસિટર જનરલે કોર્ટ પાસે માંગ્યો 2 સપ્તાહનો સમય: જેના પર સોલિસિટર જનરલ મહેતાએ કહ્યું કે કેન્દ્રીય સ્તર પર ઘણી જલ્દી નીતિ નક્કી કરી લેવામાં આવશે. કોરોનાના પ્રબંધન સાથે જોડાયેલ બીજા મામલામાં વ્યસ્તતાના કારણે આમાં થોડોક સમય લાગી ગયો. સોલિસિટર જનરલે કોર્ટ પાસે 2 સપ્તાહનો સમય માંગ્યો છે. કોર્ટે 10 દિવસ મામલાની સુનાવણી માટે લગાવવાનો નિર્દેશ આપ્યો છે.

શું છે આખો કેસ?: સુપ્રીમ કોર્ટમાં બે વકીલ ગૌરવ કુમાર બંસલ અને રીપક કંસલ તરફથી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની ધારા 12માં આપદામાં મરનાર લોકો માટે સરકારી સહાયની જોગવાઇ છે. ગત વર્ષે કેન્દ્રએ બધા રાજ્યોને કોરોનાથી મરનાર લોકોને 4 લાખ રૂપિયા સહાય આપવા માટે કહ્યું હતું. આ વર્ષે આવું કરવામાં આવ્યું નથી. અરજીકર્તાએ એ પણ કહ્યું કે હોસ્પિટલથી મૃતકોના સીધા અંતિમ સંસ્કાર કર્યા હતા. તેમના પોસ્ટમોર્ટમ પણ થયા ન હતા અને ડેથ સર્ટિફિકેટમાં પણ એવું લખવામાં આવતું નથી કે મોતનું કારણ કોરોના છે. આવામાં જો સહાયની યોજના શરૂ થાય તો પણ લોકો તેનો લાભ લઇ શકશે નહીં.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ભાડેથી આપેલા 550 આવાસ ઝડપાયા : તમામનાં દસ્તાવેજ રદ

ડીસેમ્બર માસથી આવાસ યોજના વિભાગે ચેકિંગ કામગીરી શરૂ કરતાં મોટો ચોંકાવનારો આંકડો બહાર આવ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-06-2021

વર્ષોથી ઘર હોવા છતાં ભાડુ ખાનાર તેમજ કબ્જો કરનાર આવારાતત્ત્વો ઉપર કોર્પોરેશનની તવાઈ

મ્યુનિ. કમિશનરે ગેરકાયદેસર રીતે આવાસ મેળવનાર સામે કડક પગલાં લેવાનો આદેશ આપ્યો

રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને આવાસ ફાળવવામાં આવ્યા છે. પરંતુ, અનેક લોકોએ પોતાના આવાસ ભાડેથી આપી દીધાનું બહાર આવતાં ડીસેમ્બર માસથી આવાસ યોજના વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જેમાં આજસુધીમાં 550થી વધુ આ પ્રકારના આવાસો પકડાતા મ્યુનિ. કમિશ્નરે તમામ આવાસનો કબ્જો કોર્પોરેશને લઈ લેવો અને તમામના દસ્તાવેજ રદ્દ કરી નાંખવાનો આદેશ કરતાં ચકચાર મચી ગયેલ છે.

મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા ડીસેમ્બર માસથી ભાડે આપેલા ક્વાર્ટરોનું તેમજ કબ્જો થયેલ હોય તે પ્રકારના આવાસો પરત મેળવવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રેલનગરમાં સુભાષચંદ્ર બોઝ અને વિરસાવરકર ટાઉનશીપમાં 720 આવાસની ચકાસણી કરતાં 6 કવાર્ટર ભાડે દીધેલા હોવાનું માલુમ પડતાં સિલ કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે અન્ય 440 આવાસોની ચકાસણી કરતાં મૂળ માલિક સીવાય અન્ય લોકો રહેતા હોવાનું બહાર આવ્યું હતું. છેલ્લા છ માસમાં અલગ અલગ આવાસ યોજનામાં ચેકીંગ કામગીરી હાથ ધરી 550થી વધુ કવાર્ટરો સીલ કરવામાં આવ્યા છે. જેના દસ્તાવેજ રદ કરવાનો આદેશ મ્યુનિ. કમિશ્નરે કર્યો છે. સરકાર દ્વારા ગરીબ તેમજ મધ્યમ પરિવારોને ઘરનો આશરો મળી રહે અને સસ્તા દરે ઘરનું ઘર ઉપલબ્ધ થાય તે માટે આવાસ યોજનાઓમાં કવાર્ટર આપવામાં આવે છે. પરંતુ, અનેક જરૂરિયાત વગરના લોકોએ યેન-કેન પ્રકારે આવાસનો કબ્જો લઇ લીધા બાદ ભાડેથી આપી દીધાની ફરિયાદો ઉઠવા પામી હતી. તેવી જ રીતે મહાનગરપાલિકાએ પરત આવેલા તેમજ અગમ્ય કારણોસર સીલ કરેલા કવાર્ટરોના તાળા તોડી લેભાગુ લોકોએ કબ્જો કરી લીધાની પણ ફરિયાદો ઉઠતાં આવાસ યોજના વિભાગ દ્વારા ડીસેમ્બર માસથી રાજકોટના ત્રણેય ઝોનમાં આવેલ આવાસ યોજનામાં ચેકીંગ કામગીરી શરૂ કરી હતી. જેમાં આજસુધીમાં કબ્જો થયેલા તેમજ ભાડેથી આપવામાં આવેલા 550થી વધુ આવાસો પકડાયા છે. જે તમામ સીલ કરવામાં આવ્યા હોય જે લોકોને આવાસ ફાળવવામાં આવ્યું હોય તેમના નામનું આવાસ રદ્દ કરી દસ્તાવેજ કેન્સલ કરવાની કાર્યવાહી મહાનગરપાલિકાએ શરૂ કરી છે. જે આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.

હપ્તા ન ભર્યા હોય તેઓને અપાશે નોટિસ: મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનામાં લોકોને કવાર્ટર ફાળવ્યા બાદ અરજદારે રેગ્યુલર હપ્તા ભરવાના હોય છે. કવાર્ટરની ફાળવણી થાય ત્યારે મેન્ટેનન્સ સહિતના ભરવાના થતી રકમ અનેક અરજદારોએ ભરેલ ન હોય આગામી દિવસોમાં તમામ આવાસ યોજનાઓમાં ચેકીંગ હાથ ધરી હપ્તા ન ભરેલ હોય તે પ્રકારના આસામીઓને નોટિસ આપી સમયમર્યાદામાં હપ્તો ભરી જવાની તાકીદ કરવામાં આવશે.

આવારાતત્ત્વો અને અધિકારીઓની મિલીભગત: રાજકોટમાં જૂની તેમજ હાલમાં તૈયાર થયેલ આવાસ યોજનામાં અનેક કવાર્ટરો ઉપર આવારા તત્ત્વો કબ્જો જમાવી બેઠા છે. વર્ષો પહેલા બનેલી અનેક આવાસ યોજનામાં માથાભારે તત્ત્વોએ કબ્જો કરી ભાડેથી કવાર્ટર આપી દીધાનું અનેક વખત બહાર આવ્યું છે. છતાં ચેકીંગ સમયે આ પ્રકારના કબ્જે થયેલા કવાર્ટરોની વિગતબહાર આવતી નથી. જેનું મુખ્ય કારણ અધિકારીઓ સાથે આવારાતત્ત્વોની મિલીભગત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો વિજીલન્સ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક કવાર્ટર પરત મનપાને મળી શકે તેમ છે. તેમજ અનેક અધિકારીઓનો પણ ઘડોલાડવો થઈ શકે તેમ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ઉત્તરપ્રદેશના બે ભાગ કરવા કેન્દ્ર તૈયાર

યોગીને કદ પ્રમાણે વેતરવા મોદી કરશે એક ઘા ને બે કટકા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-06-2021

છેલ્લા ઘણા સમયથી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતની ભાજપની ટોચની નેતાગીરી સામે બાથ ભીડી છે. આ બાથ ભીડવાનું કારણ જણાવતાં વિશ્વસનીય સૂત્રોએ કહ્યું હતું કે મૂળ મડાગાંઠ ઉત્તરપ્રદેશનું વિભાજન કરીને યુપીના પૂર્વ વિસ્તારને પૂર્વાંચલ બનાવવાનો છે. આ વિસ્તારમાં યોગીના આધિપત્યવાળો ગોરખપુર જિલ્લો પણ આવે છે.

આ પ્રદેશને ઉત્તરપ્રદેશમાંથી અલગ કરવો, એટલે યોગીના આધિપત્યનું વિભાજન કરવું. દરમિયાન યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક યોજાય એવી શક્યતા છે. રાજકીય અને સનદી સૂત્રોના કહ્યા પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ. કે. શર્માને ઠાઠમાઠવાળી સરકારી નોકરી મુકાવીને ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો.

ભાજપમાં પ્રવેશ કરાવ્યા પછી સીધા તેમને યુ.પી.ની વિધાન પરિષદના સભ્ય (એમ.એલ.સી.) બનાવ્યા હતા, જેનો હેતુ યુપીની વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષના અંતે આવે એ પહેલાં યુપીનું વિભાજન કરીને પૂર્વ યુપીને પૂર્વાંચલ બનાવવાનો છે.

વિવાદએ છે કેયુપીનો પૂર્વ વિસ્તારે, જે પૂર્વાંચલ વિસ્તારમાં આવે છે, એમાં યોગી આદિત્યનાથના મત વિસ્તારમાં ગોરખપુર આવે છે, જ્યાંથી 1998 થી 2017 સુધી યોગી સાંસદ હતા. આ વિસ્તાર યોગીના વિશેષ પ્રભુત્વવાળો ગણાય છે.

આ વિસ્તાર પૂર્વાંચલમાં જાય છે, એટલે ઉત્તરપ્રદેશથી અલગ થઇ જાય છે. ઉત્તરપ્રદેશથી અલગ થઇ જાય એટલે પૂર્વાંચલ એક નવું રાજ્ય થાય અને જેણે તેની ઓળખ ઊભી કરવાની થાય. આવા સંજોગોમાં યોગીનું રાજકીય રીતે કદ ઘટે, જેને કારણે યોગી અને ભાજપ મોવડીમંડળ વચ્ચે ગજગ્રાહ ઉત્પન્ન થયો છે. આ જ બાબત વિવાદનું કારણ હોવાથી યોગી તેમના મોવડીમંડળને મળી રહ્યા છે. તેઓ મંગળવારે પણ ભાજપના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓને મળ્યા હતા.

પૂર્વાંચલમાં 23 થી 25 જેટલા જિલ્લા સમાવેશ થઇ શકે: આયોજન પ્રમાણે પૂર્વાંચલ રાજ્યમાં ગોરખપુર સહિત 23થી 25 જિલ્લાનો સમાવેશ થઇ શકે છે. આશરે 125 આસપાસની વિધાનસભા બેઠકનો સમાવેશ કરવાનું આયોજન છે. ગોરખપુર, કુશીનગર, બસ્તી, જોનપુર, ગોંડા, બહરાઇજ સહિતના જિલ્લાનો સમાવેશ કરવાનો અંદાજ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

LATEST NEWS

error: Content is protected !!