કોરોનાથી મરનારના પરિવારને 4 લાખ રૂપિયા સહાયની માંગ, SCનો આદેશ – 10 દિવસમાં નિર્ણય કરે કેન્દ્ર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-06-2021

સુપ્રીમ કોર્ટમાં બે વકીલ ગૌરવ કુમાર બંસલ અને રીપક કંસલ તરફથી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની ધારા 12માં આપદામાં મરનાર લોકો માટે સરકારી સહાયની જોગવાઇ છે

કેન્દ્રએ આજે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કોરોનાથી મરનાર લોકોના પરિવારને 4 લાખ રૂપિયા સહાય આપવાની માંગ પર સહાનુભૂતિ પૂર્વક વિચાર ચાલી રહ્યો છે. જલ્દી નિર્ણય કરવામાં આવશે. કેન્દ્રએ મૃત્ય પ્રમાણપત્રમાં મોતનું સાચું કારણ નોંધવાની માંગ ઉપર પણ જવાબ માટે સમય આપવાની વિનંતી કરી છે. કોર્ટે સરકારેને જવાબ આપવા માટે 10 દિવસનો સમય આપતા 21 જૂને આગામી સુનાવણીની કરી છે.

આ મામલા પર જસ્ટિસ અશોક ભૂષણ અને એમઆર શાહની બેન્ચે કેન્દ્ર સરકારને 24 મે ના રોજ નોટિસ જાહેર કરી હતી. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે સરકાર આ અરજીની વિરુદ્ધ નથી. મામલાને પૂરી સહાનુભૂતિ સાથે જોવામાં આવી રહ્યો છે. જેના પર જજોએ કહ્યું હતું કે બિહાર જેવા કેટલાક રાજ્યોએ પોતાની તરફથી 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જોકે અધિકતર રાજ્યોએ પોતાની નીતિ નક્કી કરી નથી.

સોલિસિટર જનરલે કોર્ટ પાસે માંગ્યો 2 સપ્તાહનો સમય: જેના પર સોલિસિટર જનરલ મહેતાએ કહ્યું કે કેન્દ્રીય સ્તર પર ઘણી જલ્દી નીતિ નક્કી કરી લેવામાં આવશે. કોરોનાના પ્રબંધન સાથે જોડાયેલ બીજા મામલામાં વ્યસ્તતાના કારણે આમાં થોડોક સમય લાગી ગયો. સોલિસિટર જનરલે કોર્ટ પાસે 2 સપ્તાહનો સમય માંગ્યો છે. કોર્ટે 10 દિવસ મામલાની સુનાવણી માટે લગાવવાનો નિર્દેશ આપ્યો છે.

શું છે આખો કેસ?: સુપ્રીમ કોર્ટમાં બે વકીલ ગૌરવ કુમાર બંસલ અને રીપક કંસલ તરફથી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની ધારા 12માં આપદામાં મરનાર લોકો માટે સરકારી સહાયની જોગવાઇ છે. ગત વર્ષે કેન્દ્રએ બધા રાજ્યોને કોરોનાથી મરનાર લોકોને 4 લાખ રૂપિયા સહાય આપવા માટે કહ્યું હતું. આ વર્ષે આવું કરવામાં આવ્યું નથી. અરજીકર્તાએ એ પણ કહ્યું કે હોસ્પિટલથી મૃતકોના સીધા અંતિમ સંસ્કાર કર્યા હતા. તેમના પોસ્ટમોર્ટમ પણ થયા ન હતા અને ડેથ સર્ટિફિકેટમાં પણ એવું લખવામાં આવતું નથી કે મોતનું કારણ કોરોના છે. આવામાં જો સહાયની યોજના શરૂ થાય તો પણ લોકો તેનો લાભ લઇ શકશે નહીં.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો