Home Blog Page 1134

રાજ્યમાં 18 થી 44 વયના 23 લાખથી વધુ લોકોને વિનામૂલ્યે વેક્સીન, 3 કરોડ ડોઝનો આપ્યો ઓર્ડર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-06-2021

18 થી 44 વર્ષની વય જુથના યુવાનોના વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 23,63,254 યુવાનોએ કોવિડ વેક્સીન લઈ લીધી છે. આજે એક જ દિવસમાં 2,63,507 યુવાનોએ વેક્સીન લીધી છે

18 થી 44 વર્ષની વય જુથના યુવાનોના વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 23,63,254 યુવાનોએ કોવિડ વેક્સીન લઈ લીધી છે. આજે એક જ દિવસમાં 2,63,507 યુવાનોએ વેક્સીન લીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાને નિયંત્રણમાં લાવવા વધુમાં વધુ યુવાનો ઝડપથી વેક્સીન લે એવી વ્યવસ્થા કરવા તંત્રને આદેશો આપ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, યુવાનોને વિનામૂલ્યે આપવા પૂરતું નાણાંકીય આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં યુવાનોના વિનામૂલ્યે વેક્સીનેશન માટે રાજ્ય સરકારે રૂપિયા 93.15 કરોડનો ખર્ચ કર્યો છે અને આવનારા દિવસોમાં ગુજરાતને જરૂરી માત્રામાં વેક્સીન ઉપલબ્ધ થાય એ રીતે સમયબદ્ધ આયોજન કરીને વેક્સીન ઉત્પાદકોને વેક્સીનના 3 કરોડ ડોઝનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.

સમગ્ર દેશમાં ગુજરાત વેક્સીનેશન માટે આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યું છે. તા. 1 મેથી જ 18 થી 44 વર્ષની વય જૂથમાં વેક્સીનેશનનો આરંભ કરનાર ગુજરાતમાં અત્યાર સુધીમાં 23 લાખથી વધુ યુવાનોનું વેક્સીનેશન કરાયું છે. રસીકરણમાં વેગ આવે એ હેતુથી તા. 4 જૂનથી તમામ જિલ્લાઓમાં યુવાનોના વેક્સીનેશનની શરૂઆત કરવામાં આવી છે. તા. 4 જૂને રાજ્યમાં 1,92,692 યુવાનોએ વેક્સીન લીધી, તે પૈકી મહાનગરપાલિકા વિસ્તારોમાં 81,459 યુવાનોએ વેક્સીન લીધી. જ્યારે જિલ્લાઓમાં 1,11,233 યુવાનોએ વેક્સીન લીધી છે.

આજે તા. 5 જૂને એક દિવસમાં ગુજરાતમાં 2,63,507 યુવાનોએ વેક્સીન લીધી છે. તે પૈકી મહાનગરપાલિકા વિસ્તારોમાં 79,896 યુવાનોએ વેક્સીન લીધી, જ્યારે જિલ્લાઓમાં 1,98,123 યુવાનોએ વેક્સીન લીધી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ટ્વિટરને કેન્દ્રની અંતિમ ચેતવણીઃ નવા નિયમો લાગુ કરે, નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-06-2021

કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચેની મડાગાંઠ હજી ઉકેલાઈ નથી. હવે કેન્દ્ર સરકારે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરને અંતિમ ચેતવણી આપી છે કે તે નવા ડિજિટલ નિયમોને તાત્કાલિક ધોરણે લાગુ કરે નહીંતર ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. આ પહેલા ટ્વિટરે શનિવારે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિત ત્રણ મોટા નેતાઓનું ટ્વિટર એકાઉન્ટ અનવેરિફાઈડ કરી દીધું હતું. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના પર્સનલ એકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટાવી દીધું હતું. જોકે બાદમાં ટ્વિટરે બ્લૂ ટિક ફરીથી લગાવી દીધું હતું.

મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના ગ્રૂપ કોર્ડિનેટર રાકેશ મહેશ્વરી દ્વારા 5 જૂને ટ્વિટરને પત્ર લખવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ટ્વિટરના પત્રમાં નવા ડિજિટલ નિયમોને લાગુ કરવા અંગે કોઈ સ્પષ્ટીકરણ પણ આપવામાં આવ્યું ન હતું અને તેને અમલી પણ બનાવવામાં આવ્યા નથી.

મંત્રાલયે નવા ડિજિટલ નિયમો અંગે 26 મે 2021 અને 28 મે 2021એ લખેલા પત્રમાં લખ્યું હતું કે ટ્વિટરે આજ સુધી કોમ્પ્લાયન્સ ઓફિસર, ફરિયાદ નિવારણ અધિકારી અને નોડલ ઓફિસરનું વિવરણ આપ્યું નથી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ટ્ટિવરનું ઓફિસ એડ્રેસ પણ એક લો ફર્મનું છે જે નિયમોને અનુકૂળ નથી.

મંત્રાલયે પોતાના પત્રમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે જો ટ્વિટર નવા ડિજિટલ નિયમો નહીં માને તો IT એક્ટ 2000ની કલમ 79 અંતર્ગત તેનો ઈન્ટરમીડિયરીનો કાયદાકિય દરજ્જો ખતમ કરી શકાય છે. પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે ભારતના લોકો જે ટ્વિટર પ્લેટફોર્મ ઉપયોગ કરે છે તેમને પારદર્શી મિકેનિઝમનો અધિકાર છે. જેથી તેમની ફરિયાદોનું યોગ્ય નિવારણ આવી શકે.

મંત્રાલયે પત્રમાં કહ્યું છે કે ભારત સૌથી મોટો લોકશાહી દેશ છે. ટ્વિટરને અહીં ખુલ્લા મને આવકારવામાં આવ્યું છે પરંતુ દસ વર્ષથી અહીં કામ કરતું હોવા છતાં ટ્વિટર એવું કોઈ મિકેનિઝમ બનાવી શક્યું નથી જેનાથી ભારતના લોકો ટ્વિટર અંગે પોતાની ફરિયાદોનું નિવારણ લાવવાની તક મળી શકે. જે લોકોને ટ્વિટરના પ્લેટફોર્મ પર અપશબ્દોનો સામનો કરવો પડે છે અથવા ધમકીઓ મળે છે તેમને પોતાની ફરિયાદના સમાધાન માટે મિકેનિઝમ મળવું જોઈએ. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ટ્વિટરને 26 મે 2021થી જ નિયમો માનવા પડશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

SBI, HDFC, ICICIના ગ્રાહકો માટે જરૂરી ખબર, 30 જૂનથી બેંક બંધ કરવા જઈ રહી છે વરિષ્ઠ નાગરિકો માટે FDની સુવિધા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-06-2021

SBI, HDFC અને ICICI બેંકના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ વિગતો સાંપડી રહી છે. SBI, HDFC અને ICICI, અને બેંક ઓફ બરોડામાં અત્યાર સુધી વરિષ્ઠ નાગરિકો માટે FDની સુવિધા આપવામાં આવતી હતી. જે આગામી 30 જૂન 2021થી બંધ થવા જઈ રહી છે.

આ બેન્કો વરિષ્ઠ નાગરિકો માટે ખાસ ઓફર લઈને આવી હતી. મે 2020માં તે લોકો સમક્ષ મુકાઈ હતી. સિલેકટેડ મેચ્યોરિટી પિરિયડ ધરાવતી FDમાં સિનિયર સીટીઝનને આપવામાં આવતા વ્યાજદરમાં 0.50 ટકા એક્સ્ટ્રા વ્યાજદરની આ ઓફર હતી. એટલે કે, રેગ્યુલર ગ્રાહકને મળતા વ્યાજથી 1 તકો વ્યાજ વધુ મળે. અગાઉ આ ઓફરની ડેડલાઈન 31 માર્ચ સુધીની હતી. જેને વધારીને 30 જૂન 2021 કરવામાં આવી હતી. આ ઓફરનો લાભ લેવા હજુ એક મહિનાનો સમય છે.

SBI: SBIમાં અત્યારે સામાન્ય નાગરિકોને પાંચ વર્ષ સુધી 5.4 ટકાના વ્યાજનો લાભ મળે છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક સ્પેશીયલ એફડી યોજના હેઠળ એફડી લે તો તેને 6.20 ટકા વ્યાજ મળે છે. આ સ્કીમ 5 વર્ષ કે તેથી વધુની અવધિ માટે હોય છે.

HDFC Bank: એચડીએફસી બેંક દ્વારા સિનિયર સીટીઝન કેયરની ઓફર આપવામાં આવી હતી. બેંક આ યોજના હેઠળની ડિપોઝીટ પર 0.75 ટકા વધુ વ્યાજ આપે છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક એચડીએફસી બેંકના સિનિયર સીટીઝન કેયર એફડીમાં ફિક્સ ડિપોઝીટ કરે તો એફડી પર 6.25 ટકા વ્યાજદર લાગુ થશે.

BoB: બેંક ઓફ બરોડામાં ખાસ એફડી યોજના ચલાવવામાં આવે છે. જેના હેઠળ જો કોઈ વરિષ્ઠ નાગરિક 5થી 10 વર્ષ સુધી ફિક્સ ડિપોઝીટ કરે તો એફડી પર 6.25 ટકા વ્યાજ લાગુ થશે.

ICICI Bank: આઈસીઆઈસીઆઈ બેંકમાં સિનિયર સીટીઝન માટે સ્પેશીયલ એફડી સ્કીમ ICICI Bank Golden Years છે. જેમાં 0.80 ટકા વધુ વ્યાજ આપવામાં આવી રહ્યું છે. એકંદરે આઈસીઆઈસીઆઈ બેંકને ગોલ્ડન ઈયર એફડી સ્કીમ હેઠળ વરિષ્ઠ નાગરિકોને વર્ષે 6.30 ટકા વ્યાજ મળે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 15 અને 21 જૂને યોજાનારી પરીક્ષાઓ કરી રદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-06-2021

કોરોના ના કહેરને કારણે તમામ વિભાગોની પરીક્ષાઓ મોકૂફ રાખી છે ગુજરાત શિક્ષણ વિભાગના પરિપત્ર બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 15 અને 21 જૂને યોજાનારી પરીક્ષા હાલ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ઓનલાઇન પરીક્ષા કઇ રીતે લેવી તે અંગે યુનિવર્સિટી સિન્ડીકેટ મેમ્બર્સ અને વિવિધ વિભાગના ડીન સાથે બેઠક કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

કોરોનાના કેસો માં ઘટાડો થતા સરકાર હવે કોરોના ખતમ થઈ ગયો છે તેમ માની એક પછી એક છૂટ છાટ જાહેર કરી રહી છે પરંતુ વાસ્તવમાં કોરોનાને મોકળુ મેદાન મળી રહયુ છે. લોકો ફરી બેફિકર બનીને ફરશે તો કોરોના ફરી ફૂંફાડો મારશે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં તો લોકો હવે માસ્ક પહેર્યા વિના ઘુમી રહયા છેજે ખુબજ ઘાતક બનીશકે છે રાજકોટમાં નવા કેસમાં સામાન્ય વધારા સાથે સૌરાષ્ટ્રમાં કુલ ૩૧૮ કેસ અને ર૦ દર્દીઓનાં મોત નીપજયા હતા. રાજયમાં સતાવાર આંકડો કુલ કેસનો ૧૧ર૦ જાહેર કરાયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

કોલેજોમાં 7મી જૂનથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ

કોલેજો માટે કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર, 1 થી 13 નવેમ્બર સુધી દિવાળી વેકેશન, એકેડેમિક કેલેન્ડરમાં પરીક્ષાઓ કયારે લેવી તેની સૂચના નહીં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-06-2021

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે રાજ્યની સરકારી યુનિ.ઓ-કોલેજો માટે કોમન એકેડમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ 7મી જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે અને કોલેજો ઓનલાઈન ધોરણે જ શરૂ કરાશે. દિવાળી વેકેશન 1લી નવેમ્બરથી 13 નવેમ્બર સુધીનું માત્ર 13 દિવસનું જ રહેશે. સરકાર દ્વારા પ્રથમવાર એકેડમિક કેલેન્ડરમાં સેમેસ્ટર પરીક્ષાઓ ક્યારે લેવી તેની કોઈ સૂચના જ નથી અપાઈ જેને લઈને મોટી મુંઝવણ ઉભી થઈ છે.

યુનિ.ઓ માટે કોમન એકેડમિક કેલેન્ડર મુજબ યુજી સેમેસ્ટર 3,5 (ચાર વર્ષના કોર્સ માટે સેમ.7 પણ) તથા પીજી સેમ.3માં 7મી જુનથી પ્રથમ સત્ર શરૂ થશે અને કોલેજોમાં ઓનલાઈન મોડમાં શિક્ષણ કાર્ય શરૂ કરવામા આવશે. પ્રથમ વર્ષના એટલે કે વર્ષે પ્રવેશ લેનારા નવા વિદ્યાર્થીઓ માટે સેમે.1નું પ્રથમ સત્ર-શિક્ષણ કાર્ય ક્યારે શરૂ કરવુ તે અંગે હાલ તારીખ જાહેર કરાઈ નથી. તે પાછળથી જાહેર કરાશે. જ્યારે દિવાળી વેકેશન 1લી નવેમ્બર 13 નવેમ્બરનું માત્ર 13 દિવસનું જ રહેશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી વેકેશન ઘટાડી દેવાયુ છે. યુનિ.ના વિભાગો તેમજ કોલેજો દ્વારા આંતરિક મૂલ્યાંકન માટે વિકલી ટેસ્ટ, પ્રોજેક્ટ વર્ગ પ્રથમ સત્રના અંત પહેલા પુરુ કરવા સૂચના અપાઈ છે. યુજી સેમ.4 અને 6 તથા પીજી સેમ.4 માટે દ્રિતિય સત્ર 1લી ડિસેમ્બર સુધીમાં શરૂ કરવા સૂચના આપવામા આવી છે. યુનિ.ના વિભાગો અને કોલેજોએ સેક્ધડર સેમેસ્ટરમાં આંતરિક મૂલ્યાંકન માટે વિકલી ટેસ્ટ-પ્રોજેક્ટ વર્ક ફેબુ્ર-માર્ચ 2022 સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે.

નવુ શૈક્ષણિક વર્ષ -સત્ર 2022-23 15 જુન 2022થી શરૃ કરાશે. મહત્વનું છે કે સરકારે કોમન એકેડમિક કેલેન્ડર જાહેર કર્યુ છે તેમાં સેમેસ્ટર પરીક્ષાઓ માટે કોઈ સૂચના નથી. હંમેશા કોમન એકેડમિક કેલેન્ડરમાં ઈન્ટરનલ પરીક્ષાઓ તેમજ યુનિ.ની સેમેસ્ટર પરીક્ષાઓ કયારે લેવી અને બીજુ સત્ર કયારથી શરૂ કરવા તથા ઉનાળુ વેકેશન ક્યાંથી ક્યાં સુધી રાખવુ તે તમામ સૂચનાઓ હોય છે પરંતુ આ વખતના કોમન એકેડમિક કેલન્ડરમાં સૌથી મહત્વની બાબત એવી પરીક્ષાઓ માટે જ કોઈ સૂચના નથી અપાઈ તેથી મોટી મુંઝવણ ઉભી થઈ છે.કોરોનાને લીધે ઓફલાઈન પરીક્ષઓ લઈ શકાતી નથી અને પરીક્ષાઓ જાહેર કરી હોય તો મોકૂફ કરવી પડે છે જેથી સરકારે કેલેન્ડરમાં પરીક્ષાઓનો કોઈ ઉલ્લેખ જ ન કર્યો હોય તેવી પણ ચર્ચા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

LATEST NEWS

error: Content is protected !!