SBI, HDFC, ICICIના ગ્રાહકો માટે જરૂરી ખબર, 30 જૂનથી બેંક બંધ કરવા જઈ રહી છે વરિષ્ઠ નાગરિકો માટે FDની સુવિધા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-06-2021

SBI, HDFC અને ICICI બેંકના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ વિગતો સાંપડી રહી છે. SBI, HDFC અને ICICI, અને બેંક ઓફ બરોડામાં અત્યાર સુધી વરિષ્ઠ નાગરિકો માટે FDની સુવિધા આપવામાં આવતી હતી. જે આગામી 30 જૂન 2021થી બંધ થવા જઈ રહી છે.

આ બેન્કો વરિષ્ઠ નાગરિકો માટે ખાસ ઓફર લઈને આવી હતી. મે 2020માં તે લોકો સમક્ષ મુકાઈ હતી. સિલેકટેડ મેચ્યોરિટી પિરિયડ ધરાવતી FDમાં સિનિયર સીટીઝનને આપવામાં આવતા વ્યાજદરમાં 0.50 ટકા એક્સ્ટ્રા વ્યાજદરની આ ઓફર હતી. એટલે કે, રેગ્યુલર ગ્રાહકને મળતા વ્યાજથી 1 તકો વ્યાજ વધુ મળે. અગાઉ આ ઓફરની ડેડલાઈન 31 માર્ચ સુધીની હતી. જેને વધારીને 30 જૂન 2021 કરવામાં આવી હતી. આ ઓફરનો લાભ લેવા હજુ એક મહિનાનો સમય છે.

SBI: SBIમાં અત્યારે સામાન્ય નાગરિકોને પાંચ વર્ષ સુધી 5.4 ટકાના વ્યાજનો લાભ મળે છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક સ્પેશીયલ એફડી યોજના હેઠળ એફડી લે તો તેને 6.20 ટકા વ્યાજ મળે છે. આ સ્કીમ 5 વર્ષ કે તેથી વધુની અવધિ માટે હોય છે.

HDFC Bank: એચડીએફસી બેંક દ્વારા સિનિયર સીટીઝન કેયરની ઓફર આપવામાં આવી હતી. બેંક આ યોજના હેઠળની ડિપોઝીટ પર 0.75 ટકા વધુ વ્યાજ આપે છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક એચડીએફસી બેંકના સિનિયર સીટીઝન કેયર એફડીમાં ફિક્સ ડિપોઝીટ કરે તો એફડી પર 6.25 ટકા વ્યાજદર લાગુ થશે.

BoB: બેંક ઓફ બરોડામાં ખાસ એફડી યોજના ચલાવવામાં આવે છે. જેના હેઠળ જો કોઈ વરિષ્ઠ નાગરિક 5થી 10 વર્ષ સુધી ફિક્સ ડિપોઝીટ કરે તો એફડી પર 6.25 ટકા વ્યાજ લાગુ થશે.

ICICI Bank: આઈસીઆઈસીઆઈ બેંકમાં સિનિયર સીટીઝન માટે સ્પેશીયલ એફડી સ્કીમ ICICI Bank Golden Years છે. જેમાં 0.80 ટકા વધુ વ્યાજ આપવામાં આવી રહ્યું છે. એકંદરે આઈસીઆઈસીઆઈ બેંકને ગોલ્ડન ઈયર એફડી સ્કીમ હેઠળ વરિષ્ઠ નાગરિકોને વર્ષે 6.30 ટકા વ્યાજ મળે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો