Home Blog Page 1507

ઈસરોએ સેનાને ગિફ્ટ રૂપે આપ્યો Risat- 2BR1 સેટેલાઇટ

ચૂંટણી પરિણામની ગરમાગરમી વચ્ચે  ઈસરોની અદભુત સિદ્ધિ થોડી ઝાંખી પડી 

(દિવ્યક્રાંતિ ન્યુઝ), દેશમાં અત્યારે લોકસભા  ચૂંટણીનું પરિણામ આવતીકાલે  જાહેર થવાનું છે. જેના પર સૌની મીટ મંડાયેલી છે. ત્યારે આજે દેશની દેશની એક અદભુત  સિદ્ધિની ખબર ધૂંધળી પડી ગયી આજે ઈસરો દ્વારા રડાર ઇમેજિન્ગ સેટેલાઇટ (RISAT-BR 1) નું શ્રી હરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી પ્રક્ષેપણ કર્યું આ  સેટેલાઇટથી દુશ્મનો પાર નજર રાખવા ઉપરાંત ડિઝાસ્ટર સમયે ચોક્કસ આંકડા મેળવવા ઇસરોને મદદ કરશે।

સૂત્રએ જણાવ્યું કે, Risat- 2BR1 નામનો આ સેટેલાઇટ અગાઉના Risat સેટેલાઇટ્સથી વધુ એડવાન્સ છે. આ સેટેલાઇટની સાથે સિન્થેટિક અપર્ચર રડાર (SAR) ઇમેજરને પણ મોકલવામાં આવ્યો છે. જોકે, તે જોવામાં બિલકુલ અગાઉના Risat સેટેલાઇટ્સની જેમ જ દેખાય છે. તેમાં નજર રાખવાની અને તસવીરો ખેંચવાની ક્ષમતામાં SARના કારણે વધારો કરવામાં આવ્યો છે.

રીસેટનું X બેન્ડ સિન્થેટિક અપર્ચર રડાર (SAR) આ સેટેલાઇટનો દિવસે જ નહીં પરંતુ રાતમાં પણ સ્પષ્ટ તસવીર લેવા અને તમામ હવામાનમાં આવું કરી શકવાની ક્ષમતા આપે છે. આ રડાર ઘેરા વાદળોને ભેદી શકે છે અને 1 મીટર દૂરથી કોઈ વસ્તુની તસવીર લઈ શકે છે. એટલું જ નહીં પરંતુ જો બે વસ્તુઓ માત્ર 1 મીટર દુર રાખવામાં આવે તો બંનેની અલગ-અલગ ઓળખ પણ કરી શકે છે. 

સર્જિકલ સ્ટ્રાઇકમાં આવશે કામ

રીસેટ સીરીઝનો અગાઉનો સેટેલાઇટ 2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઇકમાં કામ આવ્યો હતો. આ ઉપરાંત આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઇકમાં પણ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ સેટેલાઇટના કારણે ભારતની ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ સુધાર થયો હતો. આ સેટેલાઈટથી અંતરિક્ષમાં  ભારતની તાકાત માં ગુણાકારમાં વધારો કરશે। 

ધોરણ-10 નું 66.97% પરિણામ જાહેર

સૌથી વધુ પરિણામમાં સુરત,અને સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુરનું

 (દિવ્યક્રાંતિ ન્યુઝ) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે એટલે કે મંગળવારે વહેલી સવારે જાહેર કરી દેવાયું છે.

આજે ધો.10ના 11.59 લાખ વિદ્યાર્થીઓનું 66.97 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લોએ મેદાન માર્યું છે. સુરત આ વખતે પ્રથમ ક્રમે આવ્યું છે. સુરત જિલ્લાનું બોર્ડનું પરિણામ 79.63 ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું છે.

છોટાઉદેપુર જિલ્લાનું 46.38 ટકા પરિણામ આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાનું સુપાસી કેન્દ્ર 95.56 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર આ જ જિલ્લાનું તડ કેન્દ્ર છે. જેનું પરિણામ 17.63 ટકા છે. આ વખતે વિદ્યાર્થીઓનું 62.83 ટકા પરિણામ અને વિદ્યાર્થિનીઓનું 72.64 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે 100% પરિણામ ધરાવતી 366 શાળા, અને 0% ધરાવતી 63 શાળા છે. ગુજરાતી માધ્યમનું 64.58%, અંગ્રેજી માધ્યમનું 88.11% પરિણામ, 

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ધોરણ-10ની પરીક્ષા શાંતિપૂર્ણ યોજાઇ હતી. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન કેન્દ્રની આસપાસ ઝેરોક્ષોની દુકાનો બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી.

મોરબી: એન્જીનિયર સ્ટુડન્ટસ દ્વારા મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન ગેમ બનાવાઇ

(દિવ્યક્રાંતિ ન્યૂઝ) મોરબી શહેરના એન્જીનિયર સ્ટુડેન્ટ્સ વ્રજેશ રાણપરા, મુશર્રફ શેખ, મિહિર રાઠોડ દ્વારા મોરબી શહેરની ડેમુ ટ્રેન ની ગેમ્સ એપ્સ લોન્ચ કરાઈ. મોરબી શહેરની પહેલી વાર કોઈએ ગેમ્સ બનાવી મોરબીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી છે. 

ગેમ્સ ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

મોરબી: ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનું કોલકાતામાં થયેલ અકસ્માતમાં અવસાન

બીજા પુત્રને ઇજા : સિક્કિમ પ્રવાસેથી પરત ફરતા નડ્યો અકસ્માત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી,  તા.18-5,  ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોગેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાને બે પુત્રો સહિતનો પરિવાર કોલકતાના પ્રવાસે ગયો હતો.જ્યાંથી પરત ફરતી વખતે વોલ્વો બસને એક અકસ્માત નડતા આ અકસ્માતમાં લલિતભાઈના એક પુત્રનું મોત નીપજ્યું હતું.જ્યારે મૃતકના પત્ની અને લલિતભાઈના બીજા પુત્રને ઇજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાના બે પુત્રો  પરિવાર સાથે  થોડા સમય પહેલા ફ્લાઈટમાં સિક્કિમ ના પ્રવાસે ગયો હતો અને લલિતભાઈનો પરિવાર આજે સિક્કિમના પ્રવાસેથી કોલકતા પરત આવી રહ્યો હતો તે સમયે કોલકતાથી 300 કિમિ દૂર બહેરામપુર નજીક વોલ્વો બસને જોરદાર અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલભાઈ લલિતભાઈ કગથરા ઉ.વ.33 નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે લલિતભાઈનો બીજો દીકરો રવીને તથા મૃતક વિશાલભાઈના પત્નીને ઇજા પહોંચી હતી. આ ઘટનામાં વિશાલભાઈનું તેમની પત્નીની નજર સામે મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. કગથરા પરિવારમાં ઘેર શોકનું મોજું વળ્યુંછે

LATEST NEWS

error: Content is protected !!