કોલેજોમાં 7મી જૂનથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ

કોલેજો માટે કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર, 1 થી 13 નવેમ્બર સુધી દિવાળી વેકેશન, એકેડેમિક કેલેન્ડરમાં પરીક્ષાઓ કયારે લેવી તેની સૂચના નહીં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-06-2021

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે રાજ્યની સરકારી યુનિ.ઓ-કોલેજો માટે કોમન એકેડમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ 7મી જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે અને કોલેજો ઓનલાઈન ધોરણે જ શરૂ કરાશે. દિવાળી વેકેશન 1લી નવેમ્બરથી 13 નવેમ્બર સુધીનું માત્ર 13 દિવસનું જ રહેશે. સરકાર દ્વારા પ્રથમવાર એકેડમિક કેલેન્ડરમાં સેમેસ્ટર પરીક્ષાઓ ક્યારે લેવી તેની કોઈ સૂચના જ નથી અપાઈ જેને લઈને મોટી મુંઝવણ ઉભી થઈ છે.

યુનિ.ઓ માટે કોમન એકેડમિક કેલેન્ડર મુજબ યુજી સેમેસ્ટર 3,5 (ચાર વર્ષના કોર્સ માટે સેમ.7 પણ) તથા પીજી સેમ.3માં 7મી જુનથી પ્રથમ સત્ર શરૂ થશે અને કોલેજોમાં ઓનલાઈન મોડમાં શિક્ષણ કાર્ય શરૂ કરવામા આવશે. પ્રથમ વર્ષના એટલે કે વર્ષે પ્રવેશ લેનારા નવા વિદ્યાર્થીઓ માટે સેમે.1નું પ્રથમ સત્ર-શિક્ષણ કાર્ય ક્યારે શરૂ કરવુ તે અંગે હાલ તારીખ જાહેર કરાઈ નથી. તે પાછળથી જાહેર કરાશે. જ્યારે દિવાળી વેકેશન 1લી નવેમ્બર 13 નવેમ્બરનું માત્ર 13 દિવસનું જ રહેશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી વેકેશન ઘટાડી દેવાયુ છે. યુનિ.ના વિભાગો તેમજ કોલેજો દ્વારા આંતરિક મૂલ્યાંકન માટે વિકલી ટેસ્ટ, પ્રોજેક્ટ વર્ગ પ્રથમ સત્રના અંત પહેલા પુરુ કરવા સૂચના અપાઈ છે. યુજી સેમ.4 અને 6 તથા પીજી સેમ.4 માટે દ્રિતિય સત્ર 1લી ડિસેમ્બર સુધીમાં શરૂ કરવા સૂચના આપવામા આવી છે. યુનિ.ના વિભાગો અને કોલેજોએ સેક્ધડર સેમેસ્ટરમાં આંતરિક મૂલ્યાંકન માટે વિકલી ટેસ્ટ-પ્રોજેક્ટ વર્ક ફેબુ્ર-માર્ચ 2022 સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે.

નવુ શૈક્ષણિક વર્ષ -સત્ર 2022-23 15 જુન 2022થી શરૃ કરાશે. મહત્વનું છે કે સરકારે કોમન એકેડમિક કેલેન્ડર જાહેર કર્યુ છે તેમાં સેમેસ્ટર પરીક્ષાઓ માટે કોઈ સૂચના નથી. હંમેશા કોમન એકેડમિક કેલેન્ડરમાં ઈન્ટરનલ પરીક્ષાઓ તેમજ યુનિ.ની સેમેસ્ટર પરીક્ષાઓ કયારે લેવી અને બીજુ સત્ર કયારથી શરૂ કરવા તથા ઉનાળુ વેકેશન ક્યાંથી ક્યાં સુધી રાખવુ તે તમામ સૂચનાઓ હોય છે પરંતુ આ વખતના કોમન એકેડમિક કેલન્ડરમાં સૌથી મહત્વની બાબત એવી પરીક્ષાઓ માટે જ કોઈ સૂચના નથી અપાઈ તેથી મોટી મુંઝવણ ઉભી થઈ છે.કોરોનાને લીધે ઓફલાઈન પરીક્ષઓ લઈ શકાતી નથી અને પરીક્ષાઓ જાહેર કરી હોય તો મોકૂફ કરવી પડે છે જેથી સરકારે કેલેન્ડરમાં પરીક્ષાઓનો કોઈ ઉલ્લેખ જ ન કર્યો હોય તેવી પણ ચર્ચા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો