મોરબીમાં રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી રામકૃષ્ણનગર મેઈન રોડ પર આવેલા રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા તારીખ 23 એપ્રિલ 2024 હનુમાન જયંતી નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે 11:00 થી 12:00 કલાક દરમ્યાન બટૂક ભોજન કરાવવામાં આવશે. સાંજે 4:00 થી 6:00 વાગ્યાં દરમ્યાન મારૂતિ મહિલા મંડળ ધુન નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

ત્યાર બાદ રાત્રે રાત્રે 7:30 કલાકથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે આ તમામ કાર્યક્રમનુ આયોજન તે વિસ્તારના નાના મોટા દૂકાનદારો વેપારી ભાઈઓના સાથ સહકાથી કરવામાં આવે છે કાયક્રમને સફળ બનાવવા માટે મંદિરના પુજારી બુબ્ધાલાલા રાઠોડ , મહાદેવભાઈ ગોહેલ, કમલેશ રાઠોડ તથા નરેન્દ્ર ગોહેલ , ઉમેશ પઢીયાર, હષૅ આર ગોહેલ, જયરાજ રાઠોડ યશરાજ રાઠોડ, રાજુભાઈ ડાંગર તથા રામકૃષ્ણ રક્ષક હનુમાન મિત્ર મંડળના સભ્યો જહેમત ઉઠાવી રહયા છે. દરેક ધર્મપ્રેમી જનતાને કાયૅક્રમનો લાભ લેવા રામકૃષ્ણ રક્ષક હનુમાન મિત્ર મંડળના સભ્યો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.