પ્રથમ તબક્કામાં મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ, જાણો સાંજે 5 વાગ્યા સુધી ક્યાં રાજ્યોમાં કેટલા ટકા થયું મતદાન

લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં આજે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 1600થી વધુ ઉમેદવાર મેદાને છે. આ તબક્કામાં 9 કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલનું ભાગ્ય દાવ પર છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. તામિલનાડુથી કાશ્મીર સુધી ચાલી રહેલા મતદાનમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સાંજ સુધીમાં તમિલનાડુની તમામ 39 બેઠકો પર 62.02% મતદાન, જમ્મુ-કાશ્મીરમાં 65.08%, મધ્યપ્રદેશમાં 63.25%, બિહારમાં 46.32%, રાજસ્થાનમાં 50.27%, છત્તીસગઢમાં 63.41%, મહારાષ્ટ્રમાં 57.57% મતદાન પશ્ચિમ બંગાળમાં ટકા મતદાન થયું, ત્રિપુરામાં 76.10 ટકા મતદાન થયું.