મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખનો સત્કાર સમારોહ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખની હાજરીમાં યોજાશે

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે કિશોરભાઈ ચીખલીયાની રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વરણી કરવામાં આવેલ છે ત્યારે તેમનો પદગ્રહણ સમારોહ અને સત્કાર સમારોહ મોરબીમાં રવાપર પાસે આવેલ ઉજજ્વલ પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યો છે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તેમજ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય અને માજી ધારાસભ્યો સહિતના લોકો હાજર રહેવાના છે અને તેની આમંત્રણ પત્રિકા હાલમાં વાંકાનેર તાલુકા અને હળવદ તાલુકા કોંગ્રેસના સ્થાનિક આગેવાનોને નવનિયુક્ત પ્રમુખ અને તેની ટીમ દ્વારા પહોંચાડવામાં આવી છે.

તાજેતરમાં ગુજરાતના 13 જિલ્લાઓના કોંગ્રેસના પ્રમુખ બદલવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસનો પણ સમાવેશ થાય છે અને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાની રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વરણ કરવામાં આવેલ છે ત્યારે કિશોરભાઈ ચીખલીયાનો પદગ્રહણ સમારોહ અને સત્કાર સમારોહ આગામી તારીખ 2/3/24 ના રોજ બપોરે ચાર કલાકે મોરબી નજીકના રવાપર ગામે આવેલ ઉજજ્વલ પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવેલ છે આ સત્કાર સમારોહ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકજી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાના છે.

તે ઉપરાંત કોંગ્રેસના માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા, જાવેદભાઈ પીરજાદા, ઋત્વિક ભાઈ મકવાણા, લલિતભાઈ વસોયા તેમજ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જીવણભાઈ કુંભારવાડિયા, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વોરા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી સેલના કાર્યકારી અધ્યક્ષ રાજુભાઈ આહીર, ગુજરાત રાજીવ ગાંધી પંચાયત રાજના ચેરમેન કે.ડી. બાવરવા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મનોજભાઈ પનારા સહિતના હાજર રહેવાના છે.