મોરબીમાં 10 લાખ રૂપિયામાં કોવિડ હોસ્પિટલનું લાયસન્સ મળે છે? પૂર્વ ધારાસભ્ય કાન્તિભાઈનો કલેક્ટર પર ખુલ્લમ ખુલ્લા આક્ષેપ

સદભાવના હોસ્પિટલના અપરાધી ડૉક્ટરોને જવાબદાર અધિકારીઓ બચાવી રહ્યા હોય તે વાત સાબિત થાય છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-04-2021

મોરબીમાં તાજેતરમાં સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના સંક્રમિતઓની સારવાર અને સુવિધાનું નિરીક્ષણ કરવા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ગયેલા ત્યારે મોરબીના કલેક્ટર પણ ત્યાં હાજર હતા હોસ્પિટલોની વ્યવસ્થા માટે તેઓને કલેક્ટર સાથે ઉગ્ર જીભાજોડી થયેલ જેમાં કાંતીભાઈએ કલેક્ટર પાર આક્ષેપ કરતા જણાવ્યું કે “તમો રૂપિયા ખાવા સિવાય કઈ કામ કરતા નથી, દસ દસ લાખ રૂપિયા લઈને કોવીડ હોસ્પિટલોના લાયસન્સ આપો છો” આ પ્રકારનો વિડીયો સતત વાઇરલ થાય રહ્યો છે.

સદભાવના હોસ્પિટલના ડૉક્ટરોની બેદરકારીથી અનેક પેશન્ટના અપમૃત્યુ થયા છે, અનેક લોકો આર્થિક બરબાદ થઇ ગયેલ છે. આ ડૉક્ટરોની હીન પ્રવૃત્તિને વહીવટી તંત્ર ખુલ્લેઆમ બચાવી રહ્યું છે જેના અનેક પુરાવાઓ મોજુદ છે.

આ હોસ્પિટલમાં કેટલા અપમૃત્યુ થયા? કેટલા કેલ ફેઈલ થયા છે? તેની માહિતી, માહિતી અધિકાર કાનૂન હેઠળ માંગતા નગરપાલિકા, આયોગ્ય વિભાગ અને કલેક્ટર વિભાગના અધિકારીઓએ અષ્ટમ પષ્ટમ જવાબો આપી ડૉક્ટરોને બચાવી રહ્યા છે તે પુરવાર કરે છે કે તમામ વિભાગો ભ્રષ્ટાચારમાં સામેલ છે.

પ્રજા જીવે કે મરે અમારા ખિસ્સા ભરાય તેવી માનસિકતા રાખતા અને તેવો વહીવટ કરતા અધિકારીઓને તેવી સાચી ઓળખ દેખાડનાર કાંતિભાઈ અમૃતિયા ખરેખર ધન્યવાદ અને અભિનંદનને પાત્ર છે તેવો સાચા અર્થમાં મજબુર અને સામાન્ય પ્રજાજનો સાથે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો