જે હોસ્પિટલ પાસે વેન્ટિલેટર ન હોય ત્યાં કોવિડ પેશન્ટને દાખલ કરવાની ભૂલ કરશો નહિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-04-2021

મોરબી સહીત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે, ત્યારે મોરબી શહેરમાં મોટાભાગની ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ભરાયેલી જોવા મળે છે, જયારે ઘરનું સદસ્ય કોવીડ પોઝિટિવ આવે છે ત્યારે લોકો ખુબ ચિંતામાં આવી જતા હોય છે. આ મારો ખુદ લખનારનો જાત અનુભવથી કહું છું, ત્યારે કઈ હોસ્પિટલમાં દાખલ કરવા, કેવી હોસ્પિટલમાં દાખલ કરવા તે વિચારવાની સુદ નથી રહેતી તેવામાં જો ખોટી હોસ્પિટલમાં જો દર્દીને દાખલ કરી બેઠા તો દર્દીનો જીવ જતા વાર નહિ લાગે, ગયા ઓગસ્ટ મહિનામાં મારા માતુશ્રીને કોરોના પોઝિટિવ આવતા તેઓને અન્ય તમામ હોસ્પિટલોમાં જગ્યા ન હોવાથી મજબૂરીથી મોરબીની જેલ રોડ પર આવેલી “સદભાવના” નામની મોરબીની સૌથી ખરાબ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. આ હોસ્પિટલના ડોક્ટરોએ પોતાની હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા નથી અને જો ઇમર્જન્સી ઉભી થાય તો દર્દીનો જીવ ગુમાવાની નોબત પણ આવી શકે આ વાત ડોક્ટરો સારી રીતે જાણતા હોવા છતાં કોઇપણ ભોગે રૂપિયા જ દર્દીઓ પાસેથી લૂંટવા તે જ મુખ્ય ઉદેશથી મારા માતુશ્રીને આ ડોક્ટરોએ પૂરતા સાધનો ન હોવા છતાં એડમિટ કરી લીધા, મોરબીની સૌથી ખરાબ હોસ્પિટલ “સદભાવના” માં મે મારી માતાને દાખલ કરવાની જિંદગીની સૌથી મોટી ભૂલ કરી હતી. મારા પરિવારને હોમ ક્વોરેન્ટાઇન કરી પોલીસ બેસાડી દેવામાં આવી હતી જેથી દિમાગ સુન પડી ગયો કે માતાની સારસંભાળ રાખવાના તંત્રના વિચિત્ર નિયમોના કારણે બધા રસ્તા બંધ થઇ ગયા હતા. આવી પરિસ્થિતિમાં મોરબીની “સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત, શ્રીમતી કુમુદબેન ન્યાલચંદ વોરા, શ્રીમતી રેવાબેન ઓઘવજીભાઈ પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલ” કે જ્યાં કોરોનાની સારવાર થતી હતી ત્યાં દાખલ કરી ડોક્ટરો પર વિશ્વાસ રાખવાના એકમાત્ર વિકલ્પ સાથે દાખલ કરેલ હતા. મોરબીના જાણીતા ઉદ્યોગપતિ જે ટ્રસ્ટના ચેરમેન હોય તે હોસ્પિટલમાં કંઈક સારી સારવાર થઈ શકશે એવી માન્યતાથી દાખલ કરી મોટી ભૂલ કરી બેઠા હતા પરિણામે મે ખુદ મારી માં જે મારા માટે જિંદગીની સર્વસ્વ વ્યક્તિ હતી તે માં ને હું ખોઈ બેઠો, કોરોના ટાઈમ ડોક્ટરોને એકમાત્ર પૈસા બનાવવા માટેની તક લઈને આવ્યો હોય તેમ તમામ પ્રકારના ભ્રષ્ટાચાર કરી સારવારમા બેદરકારી દાખવી યોગ્ય સમયે યોગ્ય સારવાર ન આપી, જયારે વેન્ટિલેટર પર રાખવાની નોબત ન આવી જાય ત્યાં સુધી અમોને સબ સલામત હોવાની વાત કરી સાચી સ્થિતિ અંગે અંધારામાં રાખ્યા, અંતે છેલ્લી ઘડીએ કહી દીધું “પેશન્ટને વેન્ટિલેટર પર રાખવા પડશે અમારી પાસે વેન્ટિલેટર નથી” જેવો જવાબ દઈ દીધો અને અધૂરામાં પૂરું અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે તે હોસ્પિટલ પાસે વેન્ટિલેટરવાળી એમ્બ્યુલન્સ પણ નથી તેમ જણાવી મોતની સ્થિતિ ઉભી કરી દીધી અંતે અન્ય હોસ્પિટલમાં દાખલ કરવા જેટલો સમય પણ ન મળતાં માતુશ્રી જયશ્રીબેનનું મોરબીની સૌથી ખરાબ હોસ્પિટલ ” સદભાવના” એક એક શ્વાસ માટે તડપી તડપીને મોત નીપજ્યું હતું. મારુ લોહી ત્યારે ઉકળી રહ્યું હતું કે જયારે મોરબી નાગરપાલીકાના માણસો મારા માતુશ્રીની ડેડ બોડી પાસે ઉભા રહી કેવાય મોટા કોરોના વોરિયર્સ હોય તેમ જાત-જાતની સ્ટાઈલમાં ખડખડાટ હસીને ફોટા પડાવતા હતા અને મૃતદેહનો મલાજો પણ આ હરામી લોકોએ ન રાખ્યો જેની અમે ફરિયાદ મોરબી પોલીસે નોંધાવી છે તેમ છતાં આજ દિન સુધી હજુ સુધી આ ડોક્ટરો પર એફ.આઈ.આર. પણ નોંધી નથી, અમને દેશની કાનૂની પ્રક્રિયા પર પૂરો વિશ્વાસ છે આથી અમે કાયદો હાથમાં લેવાને બદલે અદાલતમાં ન્યાય માટે ડોક્ટરો પર કાનૂની લડત ચલાવી રહ્યા છીએ, એ તંત્ર સામે પણ પગલાં લેવા પણ અમે માંગણી કરી છે કે જેમણે ભ્રષ્ટાચાર કરી વગર વેન્ટિલેટરે ચાલતી હોસ્પિટલને કોવીડની સારવારનું લાઇસન્સ આપી દીધું, જે આપ અમારા અખબારમાં અહેવાલ વાંચતા હશો. ત્યારે મેં મારી માં આવી ભૂલના કારણે ગુમાવી છે. મને મોરબીની તમામ નિર્દોષ પ્રજાની એક એક જિંદગીની ચિંતા છે આથી જયારે મોરબીમાં ફરી એકવાર આજે 6 એપ્રિલ 2021 ના આવીજ પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થઇ રહ્યું છે ત્યારે આ એજ હોસ્પિટલ છે, એજ ડોક્ટરો છે અને એજ તંત્રછે જેમને ફરી આવી હોસ્પિટલને 15 બેડનું લાઇસન્સ ધરી દીધું છે ત્યારે અન્ય કોઈની માતા આવા ડોક્ટરોની લાપર્વાહીનો શિકાર ન બની જાય તે માટે અમારી ભૂલ પરથી શિખ લેવા મોરબીની જનતાને તથા દેશની જનતાને મારી બે હાથ જોડી વિનંતી સાથે હું આગ્રહ કરું છું. જો આ હોસ્પિટલનો આવી કોઈપણ હોસ્પિટલનો ખરાબ અનુભવ થયો હોય તો મને મારા મોં. 9723162036 પર જણાવશો જેથી હું મારા મીડિયાના માધ્યમથી અન્ય લોકોને ફરી એ જ ભૂલ અન્ય લોકો ના કરે તે માટે જાગૃત કરી શકું, આપ સૌ સ્વસ્થ રહો તેવી મારી ઈશ્વરને પ્રાર્થના,ખુબ ખુબ આભાર જય હિન્દ દોસ્તો ( જયદેવ બુધ્ધભટ્ટી, દિવ્યક્રાંતિ)

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો