મોરબીની સદભાવના હોસ્પિટલનું જધન્ય કૃત્ય : ડોક્ટરોની ગુન્હાહિત બેદરકારીથી મહિલાનું મોત

વેન્ટિલેટરની સુવિધા હોવાની વાત કરીને દર્દીને એડમિટ કર્યા : દર્દીને વેન્ટિલેટરની જરૂર પડી તો હાથ ઉંચા કરી દીધા

“સદભાવના” ના રૂપકડા નામ હેઠળ “બદભાવના” ભર્યું જધન્ય કૃત્યથી મહિલાની જાન ચાલી ગયી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-08

મોરબી ખાતે આવેલ સદભાવના હોસ્પિટલના ડોક્ટરોની ગુન્હાહિત બેદરકારીના પાપે પતિ અને ત્રણ દીકરા નોંધારા બનેલા છે, જયશ્રીબેન નામના મહિલાને કોરોના પોઝિટિવ આવતા સદભાવના નામની ખાનગી હોસ્પિટલમાં તારીખ ૬/૮ ના રોજ દાખલ કરેલ રાત્રીના આઠ વાગ્યે દાખલ થયા પછી તારીખ ૮/૮/૨૦ના રોજ સવારના ૯ વાગ્યે તેમને શ્વાસ લેવાની તકલીફ થતા હાજર ડોક્ટરોને જાણ કરાતા ઓક્સિજનનો બાટલો ચઢાવેલો પરંતુ તેમની હાલત વધુને વધુ બગડતી ગઇ, બપોરના એક વાગ્યે તેનો ખ્યાલ આવી જતા મહિલાના સ્વજનોને ડોક્ટરોએ 2:30 વાગ્યે જાણ કરી, દોઢ કલાક મોડી !! ડોક્ટરોએ કહ્યું કે કેસ ગંભીર છે, રાજકોટ લઇ જાવ તેને વેન્ટીલેટર ઉપર રાખવા જોઈશે અમારી પાસે વેન્ટિલેટરની સુવિધા નથી!! મહિલાને રાજકોટ લઇ જવા માટે ડોક્ટરોએ એમ્બ્યુલન્સ ફાળવવામાં એક કલાકનો જેટલો કિંમતી સમય વેડફી નાખ્યો, દર્દીની હાલત અતિ ગંભીર થઈ જતા મોરબી રાજકોટના રસ્તે અધવચ્ચે મહિલાએ પ્રાણ તજયા.હોસ્પિટલના ડોક્ટરોને તેમની બેદરકારી અંગે સવાલો પૂછતાં તેઓ ગેંગે-ફેંફે થઈ ગયા હતા, તેઓ માંગેલ ડિપોઝિટ ભરવા ગયા તો ત્રણ ધક્કા ખવડાવ્યા, તેઓને 30 હજારનો ચેક આપતાં તેમને સ્વીકારવાની ના પાડી રોકડા રૂપિયા આપવાની માંગ કરી જે વાત પણ શંકાસ્પદ હોવાનું સાબિત થાય છે,મહિલાના સ્વજનો મધ્યમ વર્ગના છે, પ્રેસ- મીડિયા સાથે સંકળાયેલ છે, ડોક્ટરો દ્વારા પત્રકારો સાથે દ્વેષ વૃત્તિના કારણે અથવા અક્ષમ્ય બેદરકારીને કારણે મહિલાનું કુદરતી મૃત્યુ નહીં પણ મર્ડર થયું હોય તેવું જણાઈ રહ્યું છે, ખાનગી હોસ્પિટલોને મજબૂર લોકોને લૂંટવા નું લાયસન્સ મલ્યું હોય તેમ

નિર્દયતાપૂર્વક કોરોના મહામારી દરમિયાન ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે, અને કોરોના સંક્રમિત લોકોની જિંદગી સાથે ખેલ ખેલી રહ્યા છે,”અંધેરી નગરી ને ગંડુ રાજા” જેવા તંત્રવાહકો આ પ્રકારના લુટારુ ડોક્ટરો- ખાનગી હોસ્પિટલોની લૂંટબાજી પર, આખ આડા કાન કરી રહ્યા છે,આ ઘટનાના અનુસંધાને મૃતક મહિલાના સ્વજનો કાનૂની ન્યાય મેળવવાના ચક્રો ગતિમાન કરી દીધેલ છે, સ્વજનોએ અંત સુધી આ પ્રકારના લૂંટારા ડોક્ટરો અને બેફામ લૂંટ ચલાવતી ખાનગી હોસ્પિટલો વિરુદ્ધ પરિણામલક્ષી અભિયાન છેડવાનો સંકલ્પ કરેલ છે.

મે મારી માં ખોયી છે તમે તમારા પરિવારના સદસ્યને ખોવા ના ઇચ્છતા હો તો મોરબીની સદભાવના હોસ્પિટલમાં એડમિટ ના કરતા…

મૃતક મહિલાના પુત્રએ રોષ ઠાલવતા કહ્યું હતું કે, મે આ દગાબાઝ, લાપરવાહ હોસ્પિટલ પર ભરોસો કરી મારી માં ખોયી છે, હું નથી ઈચ્છતો કે મોરબીના એક પણ પરિવારના લોકો આ હોસ્પિટલમાં દાખલ થવાનો વિચાર સુદ્ધાં કરે, સદભાવના નામ રાખી દર્દીઓને લૂંટવાની જ બદભાવનાથી કાર્યરત થયેલી આ કોવીડ હેલ્થ સેન્ટરમાં એકપણ મોરબીના નાગરિકનો ભોગ નહિ બનવા દઉ

કોરોના પેશન્ટને ન્યાય અપાવવા હૅશટેગ “#justiceforcoronapatient” #sabhavnahospitalnibadbhavna #killerhospitalsadbhavnamorbi પર આપ આપનું મંતવ્ય રાખી શકો છો.

આ હોસ્પિટલનો ભોગ બનેલા પરિવારના લોકો આ હોસ્પિટલ વિરુદ્ધ પોતાનો આવાજ બુલંદ કરે અમને આ નંબર આપની ફરિયાદ કરો, આપની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે : 7567683111, 9723162036, 9624315303, 9601977755

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63