ચાલુ વર્ષ ચોમાસુ સારું રહેવાના સંકેત

હવામાન ખાતાએ કરી આગાહી સામાન્યતઃ 96 % વરસાદ પાડવાની શક્યતા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) ભારતના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ચોમાસાના ચાર મહિના દરમિયાન આ વર્ષે સામાન્યતઃ વરસાદ વરસશે. હવામાન વિભાગે આ વર્ષના નૈઋત્યના વરસાદના અંદાજો જાહેર કરતાં સરેરાશ ૯૬ ટકા વરસાદ પડશે તેવા સંકેત આપ્યા છે. પૃથ્વી વિજ્ઞા।ન મંત્રાલયના સચિવ જો. એમ. રાજીવન અને ભારતીય હવામાન વિભાગના મહાનિદેશક ડો. કે. જે. રમેશના જણાવ્યા મુજબ જૂનથી સપ્ટેમ્બર એમ ચાર મહિના દરમિયાન ચોમાસુ સામાન્યતઃ રહેશે.

લાંબા ગાળાના અંદાજો જાહેર કરતાં ૯૬ ટકા સરેરાશ વરસાદ પડવાના સંકેત છે. આ વર્ષે દુકાળ પડવાની સંભાવના ૧૭ ટકા તો સામાન્યતઃ વરસાદ રહેવાની સંભાવના ૩૯ ટકા છે.  ૧૯૫૧થી ૨૦૦૦ના વર્ષો દરમિયાન દેશમાં સરેરાશ ૮૯૦ કુલ મિલીમીટર વરસાદ પડતો રહ્યો હતો.  ગયા વર્ષે સામાન્ય કરતાં ઓછો એવો ૯૧ ટકા વરસાદ થયો હતો.

ગયા વર્ષે સ્કાયમેટે ૧૦૦ અને હવામાન વિભાગે ૯૭ ટકા વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગ દ્વારા પ્રદેશવાર અને મહિના વાર વરસાદની આગાહી હવે પછી જૂનના પ્રથમ સપ્તાહમાં થશે. મે મહિનામાં હવામાન વિભાગ કઈ તારીખે ચોમાસુ બેસશે તેની આગાહી કરશે.

…………………………………………………… Advertisements ……………………………………………