મોરબી: આગામી 26 મીએ પૂ. લાલાબાપાની પુણ્યતિથિ ઉજવાશે

જાગા સ્વામિ મિત્ર મંડળ તથા સમસ્ત મોચી જ્ઞાતિ સમાજ દ્વારા ઉજવાશે લાલાબાપાની 78 મી પુણ્યતિથિ

મહા આરતી સાથે મહા પ્રસાદનું ભવ્ય આયોજન

દિવ્યક્રાંતિ ન્યુઝ, મોરબી શહેરમાં આગામી 26-4-19 ના રોજ શુક્રવારે મોચી જ્ઞાતિ રત્ન અને સંત શિરોમણી શ્રી લાલા બાપાની 78 મી પુણ્યતિથિની ઉજવણીનું આયોજન જાગા સ્વામી મિત્રમંડળ અને સમસ્ત મોચી સમાજ-મોરબી દ્વારા કરાયું છે. દર વર્ષે લાલા બાપાની પુણ્યતિથિની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ઉજવણી અંતર્ગત ” મોઢ બ્રાહ્મણની વાડી, સાવસર પ્લોટ, શેરી નં 8, વ્રજ હોસ્પિટલ સામે, મોરબી ખાતે મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરમાવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ધર્મેન્દ્રભાઈ નાગર, ઈશ્વરભાઈ રાઠોડ, નાથાભાઈ ઝાલા, કાંતિભાઈ રાઠોડ, દિનેશભાઇ પરમાર તથા દિલીપભાઈ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે.…………………………………………………… Advertisements ……………………………………………