Home Blog Page 1131

વાંકાનેર: લગ્નગ્રંથીથી જોડાયા છીએ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-06-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર રહેતા વિજયભાઈ કારિયાના પુત્ર ચી. રવિભાઈના શુભ લગ્ન વાંકાનેર મુકામે રહેતા જીગ્નેશભાઈ કડીવારની સુપુત્રી ચી. ઇશિતા સાથે તા. 1-6-2021 ના રોજ લુંઘીયા મુકામે થયા છે. બંને લગ્નગ્રંથીથી જોડાયા છે. બંનેને માતા પિતાએ, સ્નેહીજનોએ, મિત્રોએ બંનેને આશીર્વાદ આપી સુખી લગ્ન જીવનની શુભકામના પાઠવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

મોરબી નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી હેઠળ વોકળાને દબાણ મુકત કરાયા

દબાણો વરસાદી પાણીના નિકાલમાટે અવરોધરૂપ હોવાથી હટાવી દેવામાં આવ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-06-2021

મોરબી નગરપાલિકા દ્વારા હાલ પ્રિમોનસૂન કામગીરી હેઠળ વોકળાની સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સામાંકાંઠે વોકળા ઉપર ગેરકાયદે દબાણો ખડકાયેલા હોય અને આ દબાણો વરસાદી પાણીના નિકાલ માટે અવરોધરૂપ હોવાથી નગરપાલિકા દ્વારા આજે આ વોકળા પરના તમામ ગેરકાયદે દબાણો હટાવી દેવામાં આવ્યા હતા અને વોકળાને દબાણ મુક્ત કરવામાં આવ્યો હતો. મોરબી નગરપાલિકા દ્વારા પ્રિમોનસૂન કામગીરી હેઠળ સામાંકાંઠે મહેન્દ્રનગર તરફ જવાના માર્ગ ઉપર કુળદેવી પાનની દુકાન પાછળ આવેલા વોકળા ઉપર ખડકાયેલા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વોકળા ઉપર ચારથી પાંચ કાચા પાકા ઝુંપડા અને અમુક લોકો પલંગ અને લોંખડ જેવો માલ સમાન રાખી ધંધો કરીને આ જગ્યાએ ઉપર કબ્જો જમાવ્યો

હતો. આથી, આ દબાણકારોને અગાઉ તંત્રએ નોટિસો ફટકારી હતી. આમ છતાં દબાણકારો ન હટતાં આજે નગરપાલિકા દ્વારા આ વોકળા ઉપર ખડકાયેલા તમામ કાચા-પાકા દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા

નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ પાલિકાના એન્જિનિયર ધીરુભાઈ સુરેલીયા, બુચભાઈ, હિતેશભાઈ રવેશિયા સહિતના પાલિકાના સ્ટાફે વોકળા પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

24 જૂને લોન્ચ થશે WINDOWS 11, આ ઓપરેટિંગ સિસ્ટમથી બદલાઈ જશે તમારી લાઈફ, જાણો આ નવા વર્ઝનમાં શું હશે ખાસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-06-2021

માઈક્રોસોફ્ટ(MICROSOFT) આ મહિને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન લોન્ચ કરી શકે છે. કેટલાક નવા ફીચર્સ સાથે તેના યુઝર ઈન્ટરફેસમાં પણ થોડો ફેરફાર જોવા મળી શકે છે. 

માઈક્રોસોફ્ટ(MICROSOFT) આ મહિને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન લોન્ચ કરી શકે છે. કેટલાક નવા ફીચર્સ સાથે તેના યુઝર ઈન્ટરફેસમાં પણ થોડો ફેરફાર જોવા મળી શકે છે. WINDOWS ઓપરેટિંગ સિસ્ટમ સમગ્ર વિશ્વમાં બહુ લોકપ્રિય છે. પરંતુ તે દર વર્ષે MAC OSની જેમ બદલાતું નથી. અપડેટ્સ આવતા રહે છે, ફીચર્સ પણ ઉમેરવામાં આવે છે, પરંતુ યુઝર ઈન્ટરફેસ અથવા નામમાં ફેરફાર દર વર્ષે થતા નથી. WINDOWS 10ની શરૂઆત 2015માં એટલે કે 5 વર્ષ પહેલાં થઈ હતી. ત્યારથી અત્યાર સુધી ફક્ત WINDOWS 10 જ ચાલી રહ્યું છે. હવે લાગે છે કે કંપની WINDOWS ઓપરેટિંગ સિસ્ટમનું નવું સંસ્કરણ લાવવાની તૈયારીમાં છે.

માઈક્રોસોફ્ટે જણાવ્યું છે કે 24 જૂનના તેઓ નેક્સ્ટ WINDOWS લોન્ચ કરશે. જો કે આ માત્ર હિંટ છે, કારણ કે કંપનીએ ઓફિશિયલી આ અંગે જાહેરાત કરી નથી. ગત સપ્તાહે માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ બિલ્ડ કોન્ફરેન્સ દરમિયાન પણ સંકેત આપ્યા હતા. વાત નેક્સ્ટ જનરેશન WINDOWSની ચાલી રહી છે તો લોકોને આશા છે કે કંપની WINDOWS 11 અથવા કોઈ બીજા નામ સાથે નવા ઈન્ટરફેસ સાથે WINDOWSના નવા વર્ઝનને લોન્ચ કરી શકે છે. સત્ય નડેલાએ હાલમાં જણાવ્યું કે તેઓ WINDOWSના મોટા અપડેટ વિશે પણ માહિતી આપશે.

નવા WINDOWS વર્ઝનમાં શું હશે ખાસ?: નેક્સ્ટ જનરેશન વિન્ડોઝમાં આ વખતે કંપની યુઝર ઈન્ટરફેસમાં કેટલાક ફેરફાર કરી શકે છે. ખાસ વાત એ છે કે કંપનીએ મોટા ભાગે જ્યારે વિંડોઝને સંપૂર્ણ રીતે બદલવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે યુઝર્સને તે પસંદ આવ્યું નથી.

ડિઝાઈનમાં સંપૂર્ણ ફેરફારની આશા ઓછી: આ વખતે સૂંપર્ણ યુઝર ઈન્ટરફેસ અને ડિઝાઈનમાં ફેરફાર થાય કેવી શક્યતા નહીંવત છે. આપણી સામે WINDOWS 8 અને WINDOWS VISTAના ઉદાહરણ છે. જે કંપની માટે એક રીતે ફ્લોપ ઓપરેટિંગ સિસ્ટમ સાબિત થયા છે. આજ કારણોસર કંપની દર વર્ષે ઓપરેટિંગ સિસ્ટમમાં મોટા ફેરફાર કરતી નથી. જો કે આ વખતે નવા વર્ઝનમાં નવા ફીચર્સ મળી શકે છે.

એન્ડ્રોઈડ સાથે વધુ સારું સિન્ક: આ વખતે WINDOWSના નવા વર્ઝનમાં એન્ડ્રોઈડ સિંકનું ફીચર મળી શકે છે. કહેવા માટે તો હાલના WINDOWSમાં પણ આ પ્રકારનું ફીચર છે. જો કે તે કશું કામનું નથી. ડિઝાઈન અને ઈન્ટરફેસની વાત કરીએ તો સ્ટાર્ટ મેનુમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. જો કે કેટલાક બટન્સ અને આઈકન્સમાં ફેરફાર કરવામાં આવશે. આ સિવાય વિજેટ્સ પર પણ ધ્યાન આપવામાં આવશે. માઈક્રોસોફ્ટ સ્ટોરની વાત કરીએ તો આ ફીચરનો વધુ ઉપયોગ કરી શકાતો નથી. એ પણ ભારતમાં ઉપયોગ નથી થઈ શકતો. તેની પાછળનું કારણ એ છે કે આ બહુ સ્લો છે. આ માટે આ વખતે માઈક્રોસોફ્ટ સ્ટોરમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

WINDOWS 10X ફીચર્સ : WINDOWS 10X જો તમને યાદ હોય તો કંપની તરફથી તેને લોન્ચ કરવામાં આવેલું લાઈટ વર્ઝન ઓપરેટિંગ સિસ્ટમ છે. આને ક્રોમના હરીફ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. WINDOWS 11(સંભવિત નામ)માં તમને WINDOWS 10Xમા નવા ફીચર્સ જોવા મળશે. ફાઈલ એક્સપ્લોરરમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. WINDOWSના આઈકન્સમાં પણ મોટા ફેરફાર થાય તેવી આશા રાખવામાં આવી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

SBIના 44 કરોડ ગ્રાહકો માટે મોટા સમાચાર, ફટાફટ કરી લો આ કામ નહીતર બેન્કના કામ અટકી જશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-06-2021

જો તમે SBIના ગ્રાહક છો તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. તમારા બેન્કના કોઇ પણ કામ ન અટકે તેના માટે આ કામ ઝડપથી કરી લેજો.

30 જૂન સુધી તમારે પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવી લેવું પડશે નહીતર તમારા ખાતામાં રહેલા પૈસા પણ તમે નહી ઉપાડી શકો. 30 જૂન બાદ તમે પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવો છો તો 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પેન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2021 નક્કી કરી છે. જો તમે 30 જૂન સુધી આવું નહી કરો તો તમારુ પાનકાર્ડ નિષ્ક્રિય થઇ જશે અને બાદમાં તમે જ્યારે રિએક્ટિવેટ કરાવવા જશો તો 1000 રૂપિયા દંડ આપવો પડશે.

બેન્કે કર્યુ ટ્વિટ: બેન્કે આ વાત પર ટ્વિટ કર્યુ છે અને કહ્યું છે કે અમે પોતાના ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે, કોઇ પણ અસુવિધાથી બચવા માટે પાનકાર્ડને આધારથી લિંક કરાવી દો અને બેન્ક સેવાનો આનંદ લેતા રહો.

આ રીતે કરો પૅન કાર્ડને આધાર સાથે લિંક: સૌથી પહેલા ઇન્કમ ટેક્સની ઓફિશીયલ સાઇટ પર જાઓ અને લિંક આધાર પર ક્લિક કરો

બાદમાં ક્લિક હિયર પર ક્લિક કરો અને નીચે આપેલા બોક્સમાં પૅન, આધાર નંબર અને આપેલ કેપ્ચા ટાઇપ કરો દરેક બોક્સને ભર્યા બાદ લિંક આધાર પર ક્લિક કરો આ પ્રોસેસમાં નામ કે નંબરમાં કોઇ પણ પ્રકારની ભૂલ ન કરશો.

આ સિવાય પૅન સેન્ટર જઇને પણ આધાર સાથે લિંક કરાવી શકાય છે. જેના માટે 25 રૂપિયાથી લઇને 110 રૂપિયા સુધી પૈસા લાગી શકે છે.

લિંક ન થવા પર પૅનકાર્ડ થઇ જશે ઇનવેલિડ: પૅન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે જો તમે લિંક નહી કરાવો તો તમારા પૅન કાર્ડને ઇનવેલિડ કરી દેવામાં આવશે. જો આવું થશે તો તમારા ઘણા બધા કામ અટકી જવાની સંભાવનાઓ વધી જશે. તમારી પાસે પૅન કાર્ડ હોવા છતાં તમે કોઇ જ કામ નહી કરી શકો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક મેસેન્જરમાં આવ્યા મજેદાર ફીચર્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-06-2021

આજના જમાનામાં સોશિયલ મીડિયા એટલે લોકો માટે એક પ્રકારનો ખોરાક. માણસ જેમ ખોરાક વગર નથી રહી શકતો તેમ તેને હવે સોશિયલ મીડિયા વગર રહેવું મુશ્કેલ લાગી રહ્યુ છે. આ ટેકનોલોજીના યુગમાં દિવસે દિવસે અવનવી ટેકનોલોજી અને ફીચર માર્કેટમાં આવી રહ્યા છે. ત્યારે હવે ફેસબુક મેસેન્જરનો ઉપયોગ કરનારા લોકોને હવે ત્રણ નવી સુવિધાઓ પણ મળશે. ફેસબુક મેસેન્જર દ્વારા ત્રણ નવા ફીચર લોન્ચ કરવામાં આવશે. આ ફીચરમાં QR Codeની સાથે પેમેન્ટ, ક્વિક રિપ્લે બાર અને નવી ચેટ થીમને પણ સામેલ કરવામાં આવી છે. જેનાથી ફેસબુક મેસેન્જરનો ઉપયોગ વધારે મજેદાર થઈ જશે. તો આવો જાણીએ આ ત્રણેય નવા ફીચર વિશે.

અમેરિકામાં ફેસબુક મેસેન્જરથી પેમેન્ટ મોકલવાની સૂવિધા પહેલાથી જ ચાલુ કરી દેવામાં આવી છે. આ ફીચરનો ઉપયોગ કરીને યુઝર પોતાના મેસેન્જરથી QR Codeને સ્કેન કરીને કોઈ અન્ય વ્યક્તિને પૈસા ટ્રાન્સફરી કરી શકે છે. તેના માટે યુઝરે ફેસબુક અથવા તો નવી એપને ડાઉનલોડ કરવાની જરૂર પડશે નહીં. તેમનો ઉપયોગ કરવા માટે યુઝરે મેસેન્જર સેટિંગમાં ફેસબુક પે દ્વારા પોતાનો QR Codeને બીજા વ્યક્તિને મોકલવો પડશે. જેનાથી પૈસા મોકલી કે મેળવી શકાય છે.

મેસેન્જરના ક્વિક રિપ્લે ફીચરનો ઉપયોગ કરીને યુઝર પોતાની ચેટમાં મોકલવામાં આવેલા ફોટો અથવા તો વીડિયો ઉપર જલદીથી રિપ્લે કરી શકે છે. તેમનો ઉપયોગ માટે યુઝરે ફોટો અથવા તો વીડિયો ઉપર ટેપ કરવું પડશે જેનાથી ક્વિક રિપ્લે વિન્ડો ખુલશે.

ફેસબુકના મેસેજન્જર અને ઈંસ્ટાગ્રામ ઉપર નવી ચેટ થીમને સામેલ કરવામાં આવી છે. આ નવી થીમ્સમાં OLIVIAS ન્યૂ આલબમ, સાવર, વર્લ્ડ ઓસિયન ડેઝ અને F9 ચેટ થીમ સામેલ છે. આ થીમ્સનો ઉપયોગ કરવા માટે યુઝરે ચેટ સેટિંગ્સમાં જઈને મનપસંદ થીમ ઉપર ટેપ કરવું પડશે. તો આ ત્રણ ફિચર દ્વારા યુઝર વધારે સુવિધા મેળવી શકશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

LATEST NEWS

error: Content is protected !!